રાષ્ટ્રીય

જાન્યુઆરી 15, 2026 2:07 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતે વિશ્વ સમક્ષ લોકશાહીનું ચુસ્ત પણે અનુસરણનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતે વિશ્વ સમક્ષ લોકશાહીના ચુસ્ત પણે અનુસરણનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. ભારતે દર્શાવ્યું છે કે લોકશાહી સંસ્થાઓ અને લોકશાહી પ્રક્રિયાઓ લોકશાહીને સ્થિરતા, ગતિ અને સ્કેલ આપે છે. આજે નવી દિલ્હીના સંવિધાન સદનમાં કોમનવેલ્થના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સનન...

જાન્યુઆરી 15, 2026 2:05 પી એમ(PM)

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમના બે દિવસના રાજ્ય પ્રવાસ પર પંજાબ પહોંચ્યા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમના બે દિવસના રાજ્ય પ્રવાસ પર પંજાબ પહોંચ્યા છે. તેઓ આજે અમૃતસર ખાતે ગુરુ નાનક દેવ યુનિવર્સિટી (GNDU) ના 50મા સુવર્ણ જયંતિ દિક્ષાંત સમારોહમાં મુખ્ય મહેમાન છે. અહીં તેઓ 463 વિદ્યાર્થીઓને ડિગ્રી અને મેડલ અર્પણ કરશે.આવતીકાલે, રાષ્ટ્રપતિ જલંધર ખાતે ડૉ. બી.આર. આંબેડકર નેશનલ ઇન...

જાન્યુઆરી 15, 2026 2:28 પી એમ(PM)

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના અમદાવાદમાં ગુજરાતી ભાષામાં પ્રકાશિત આદિ શંકરાચાર્યજીની ગ્રંથાવલિનું વિમોચન કર્યું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુજરાતના અમદાવાદમાં ગુજરાતી ભાષામાં પ્રકાશિત આદિ શંકરાચાર્યજીની ગ્રંથાવલિનું વિમોચન કર્યું પાલડીના ટાગોર હૉલ ખાતે સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત અને ડૉક્ટર ગૌતમ પટેલ સંપાદિત આદિ શંકરાચાર્ય સમગ્ર ગ્રંથાવલિના વિમોચન સમારોહને સંબોધતાં શ્રી શાહે આ વાત કહ...

જાન્યુઆરી 15, 2026 2:01 પી એમ(PM)

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના ફરક્કા ખાતે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની સુનાવણી શિબિરમાં થયેલી હિંસક ઘટના બાદ ચૂંટણી પંચે કાનૂની કાર્યવાહી શરૂ કરી

પશ્ચિમ બંગાળ મુર્શિદાબાદના ફરક્કા ખાતે આયોજિત સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, SIR સુનાવણી શિબિરમાં થયેલી હિંસક ઘટના બાદ ચૂંટણી પંચે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીના CEO કાર્યાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્થાનિક BDO એ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તોફાની તત્વો વિરુદ્ધ FIR દ...

જાન્યુઆરી 15, 2026 9:36 એ એમ (AM)

views 10

કેન્દ્રીય ગૃહમત્રી અમિત શાહ અમદાવાદમાં આદિ શંકરાચાર્ય સમગ્ર ગ્રંથાવલીનું વિમોચન કરશે

કેન્દ્રીય ગૃહમત્રી અમિત શાહ તેમના ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસના છેલ્લા દિવસે અમદાવાદમાં સસ્તુ સાહિત્ય મુદ્રણાલય દ્વારા પ્રકાશિત અને ગોતમ પટેલ દ્વારા સંપાદિત આદિ શંકરાચાર્ય સમગ્ર ગ્રંથાવલીનું વિમોચન કરશે. શ્રી શાહ ત્રણ દિવસથી ગુજરાતની મુલાકાતે છે. આ ત્રણ દિવસ દરમિયાન તેમણે તેમના સંસદીય વિસ્તારમાં વિવ...

જાન્યુઆરી 15, 2026 9:29 એ એમ (AM)

views 6

ભારતીય કોસ્ટ ગાર્ડ અને જાપાન કોસ્ટ ગાર્ડ વચ્ચે નવી દિલ્હીમાં 22મી ઉચ્ચ-સ્તરીય બેઠક યોજાઈ

ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને જાપાન કોસ્ટ ગાર્ડ (JCG) વચ્ચે નવી દિલ્હીમાં 22મી ઉચ્ચ-સ્તરીય બેઠક યોજાઈ હતી. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ બેઠક બંને રાષ્ટ્રો વચ્ચે મજબૂત અને સ્થાયી દરિયાઈ ભાગીદારીને પુનઃપુષ્ટિ આપે છે. આ બેઠકમાં દરિયાઈ શોધ અને બચાવ, દરિયાઈ પ્રદૂષણ પ્રતિભાવ, દરિયાઈ કાયદા અમલીકરણ અ...

જાન્યુઆરી 15, 2026 9:28 એ એમ (AM)

views 1

જાપાનના વિદેશ મંત્રી તોશિમિત્સુ મોટેગી આજથી ત્રણ દિવસ માટે ભારતની મુલાકાતે

જાપાનના વિદેશ મંત્રી તોશિમિત્સુ મોટેગી આજથી ત્રણ દિવસ માટે ભારતની મુલાકાતે આવનાર છે. વિદેશ મંત્રાલય અનુસાર તેઓ આજે નવી દિલ્હી પહોંચશે. શુક્રવારે, તેઓ હૈદરાબાદ હાઉસ ખાતે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરને મળશે. શનિવારે, તેઓ રાજઘાટ પર પુષ્પાંજલિ અર્પણ કરશે અને બાદમાં દિલ્હી મેટ્રોની મુલાકાત લેશે.

જાન્યુઆરી 15, 2026 9:26 એ એમ (AM)

views 1

ઈરાનમાં વર્તમાન પરિસ્થિતિને લઇ એર ઈન્ડિયાની અનેક ફ્લાઇટ્સમાં વિલંબ

ઈરાનમાં વર્તમાન પરિસ્થિતિ અને ત્યારબાદ તેના હવાઈ ક્ષેત્ર બંધ થવાને કારણે, એર ઈન્ડિયાએ કહ્યું કે આ પ્રદેશ પર ઉડતી તેની ફ્લાઇટ્સ વૈકલ્પિક રૂટ દ્વારા ચલાવવામાં આવી રહી હોવાથી તેમાં વિલંબ થઈ શકે છે.એર ઈન્ડિયાએ સોશિયલ મીડિયા સંદેશમાં માહિતી આપી કે મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને કેટલીક ફ્લાઇટ્સ રદ કરવ...

જાન્યુઆરી 15, 2026 8:11 એ એમ (AM)

views 3

ભારતીય નાગરિકોને ઈરાનની મુસાફરી ટાળવાની સરકારની સલાહ

ભારતે સુરક્ષા ચિંતાઓને કારણે ભારતીય નાગરિકોને ઈરાનની મુસાફરી ટાળવાની સલાહ આપી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ઈરાનમાં બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને આગામી સૂચના સુધી ઈરાનની મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવે છે. તેહરાનમાં ભારતીય દૂતાવાસે ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકોને વાણિજ્યિક ફ...

જાન્યુઆરી 15, 2026 8:09 એ એમ (AM)

views 6

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની ઉપસ્થિતીમાં જયપુરમાં 78મી આર્મી ડે પરેડ

જયપુરમાં આજે 78મી આર્મી ડે પરેડમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્મા અને આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી પરેડમાં હાજરી આપશે.સેના હજારો દર્શકો સમક્ષ પોતાની શિસ્ત, તાકાત અને આધુનિક લશ્કરી ક્ષમતાઓનું પ્રદર્શન કરશે, આ કાર્યક્રમ સવારે 10 વાગ્યે શરૂ થશે.કાર્યક્રમ માટે કડક સ...