અન્ય

જૂન 17, 2025 9:24 એ એમ (AM)

views 9

ભાવનગરના તલગાજરડામાં ફસાયેલા 33 વિદ્યાર્થીઓ અને અમરેલીના પિપાવાવમાં પાણીમાં ફસાયેલા 22 કર્મચારીઓને બચાવાયાં

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અતિભારેથઈ હળવો વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમરેલીમાં બારે મેઘ ખાંગા થયા છે અતિભારે વરસાદના પગલે અનેક સ્થળોએ વરસાદી પાણીમાં લોકો ફસાયા હોવાને કારણે સ્થાનિક તંત્ર એનડીઆરએફ અને કોસ્ટ ગાર્ડ દ્વારા તેમને ઉગારવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં અમરેલીમાં પાણી પુરવઠાની સાઇટ ...

જૂન 17, 2025 9:22 એ એમ (AM)

views 11

રાજ્યભરમાં છેલ્લા ચોવિસ કલાક 220 તાલુકામાં વરસાદ – સૌથી વધુ ગઢડામાં સાડા તેર ઇંચ અને પાલીતાણામાં સાડા અગિયાર ઇંચ જેટલો સાંબેલાધાર વરસાદ – એનડીઆરએફ અને કોસ્ટગાર્ડ દ્વારા બચાવ કામગીરી

રાજ્યમાં ગઇકાલે સાંજે છ વાગ્યાથી આજે સવારના ચાર વાગ્યા સુધીમાં રાજ્યના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન 220 તાલુકામાં અતિભારેથી હળવો વરસાદ વરસ્યો છે.સૌથી વધુ વરસાદ બોટાદના ગઢડા તાલુકામાં સાડા તેર ઇંચ અને ભાવનગર તાલુકાના પાલીતાણામાં લગભગ બાર અને સિહોરમાં સાડા અગિયાર ઇંચ વરસાદ ...

જૂન 17, 2025 7:58 એ એમ (AM)

views 12

કર્ણાટક, કોંકણ અને ગોઆના છૂટાછવાયા સ્થળ પર આ ગુરુવાર સુધી મુશળધાર વરસાદની આગાહી

હવામાન વિભાગે આ ગુરુવાર સુધી કર્ણાટક, કોંકણ અને ગોઆમાં છૂટાછવાયા સ્થળ પર મુશળધાર વરસાદની આગાહી કરી છે. જ્યારે કેરળ, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, મહારાષ્ટ્ર, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, ઉત્તરાખંડ અને ઉત્તર-પૂર્વ રાજ્યોના કેટલાક ભાગમાં આગામી બેથી ત્રણ દિવસ મુશળધાર વરસાદની શક્યતા છે.વિભાગે દિલ્હી NCR સહિત ...

જૂન 16, 2025 6:39 પી એમ(PM)

views 22

ઇઝરાયેલ-ઇરાન સંઘર્ષ છતાં સેન્સેક્સ અને નિફ્ટીમાં એક ટકાનો વધારો

ઇઝરાયેલ-ઇરાન વચ્ચે વધતી તંગદિલી છતાં રોકાણકારોએ લાંબા ગાળાનાં મૂડીપાયા પર ધ્યાન કેન્દ્રીત કરતાં ભારતીય શેરબજારમાં આજે ઉછાળો નોંધાયો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં આશરે એક ટકાનો વધારો નોંધાયો હતો. સેન્સેક્સ 677 પોઇન્ટ વધીને 81 હજાર 796 અને નિફ્ટી 228 પોઇન્ટ વધીને 24 હજાર 946 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. નિ...

જૂન 16, 2025 9:39 એ એમ (AM)

views 10

દેશના પશ્ચિમ કિનારા પર ભારેથી અતિ ભારે વરસાદને લઇને રેડ એલર્ટ

ભારતીય હવામાન વિભાગે દેશના પશ્ચિમ કિનારા પર ભારેથી અતિ ભારે વરસાદને લઇને રેડ એલર્ટની ચેતવણી જાહેર કરી છે. આકાશવાણી સમાચાર સાથે વાત કરતા, હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર.કે. જેનામાનીએ જણાવ્યું કે, આગામી બે દિવસમાં દિલ્હી, હરિયાણા, પંજાબ અને ગુજરાતમાં તોફાની પવન અને વીજળી સાથે વાવાઝોડાની સંભાવના છે...

જૂન 16, 2025 9:33 એ એમ (AM)

views 12

રાજ્યના 86 તાલુકામાં વરસાદ, અમરેલીમાં બેના મોત

રાજ્યમાં ગઈકાલે 86 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો. ગઈકાલે રાતે 10 વાગ્યા સુધીમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 3.39 ઇંચ વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠાના પાલનપુરમાં 2.8, ડાંગના આહવામાં 2.68, જ્યારે અમરેલીના ખાંભામાં 2.56 ઇંચ વરસાદ વરસ્યો.ભાવનગર જિલ્લાના અમારા પ્રતિનીધી જણાવે છે કે, વલભીપુરમાં દોઢ ઇંચ...

જૂન 15, 2025 8:18 પી એમ(PM)

views 8

ભારતીય હવામાન વિભાગે દેશના પશ્ચિમ કિનારા પર ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું

ભારતીય હવામાન વિભાગે દેશના પશ્ચિમ કિનારા પર ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આકાશવાણી ન્યૂઝ સાથે ખાસ વાત કરતા, હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. આર. કે. જેનામાનીએ જણાવ્યું છે કે આગામી 2 દિવસમાં દિલ્હી, હરિયાણા, પંજાબ અને ગુજરાતમાં વીજળી સાથે વાવાઝોડાની સંભાવના છે. તેમણે ઉમેર્ય...

જૂન 15, 2025 4:07 પી એમ(PM)

views 13

રાજ્યમાં આજે કેટલાક તાલુકામાં વરસાદ થયાના અહેવાલ

રાજ્યમાં આજે કેટલાક તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે. મહીસાગરના અમારા પ્રતિનિધિ કૌશિક જોષી જણાવે છે, સંતરામપુર પંથકમાં ગત મોડી રાતથી ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો. જ્યારે બટકવાડા ગામાં વીજળી પડવાથી 2 પશુના મોત થયા છે. બીજી તરફ વીજળી પડવાથી મકાનમાં આગ પણ લાગી હતી. તેને બૂઝવવા સંતરામપુર અગ્નિશમન દળની...

જૂન 15, 2025 9:32 એ એમ (AM)

views 11

ગુજરાત સહિતનાં અનેક રાજ્યોમાં આજે વરસાદની હવામાન વિભાગની આગાહી

આજે વહેલી સવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાવાઝોડાં સાથે ભારે વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે દિલ્હીમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે.ભારે પવન અને વરસાદથી વહેલી સવારે શહેરનાં કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે.હવામાન વિભાગે આજે...

જૂન 14, 2025 9:31 એ એમ (AM)

views 14

હવામાન વિભાગે રાજસ્થાન માટે રેડ એલર્ટ જારી કર્યુ

હવામાન વિભાગે રાજસ્થાન માટે રેડ એલર્ટ જારી કરતાં જણાવ્યું છે કે આગામી બે થી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ધૂળની ડમરી ઊડવાની સાથે તીવ્ર ગરમીની સ્થિતિ ચાલુ રહેશે. આજે જમ્મુ અને કાશ્મીર, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, મધ્યપ્રદેશ, પંજાબ અને ઉત્તરપ્રદેશના અલગ અલગ સ્થળોએ પણ ગરમીનું મોજું પ્રસરવાની આગાહી કરી છે. બિહાર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.