અન્ય

જાન્યુઆરી 5, 2026 3:20 પી એમ(PM)

views 10

રાજ્યમાં ફરી એક વાર ઠંડીનું જોર વધતાં અનેક જિલ્લા અને શહેરમાં તાપમાનનો પારો ગગડ્યો

રાજ્યમાં ફરી એક વાર ઠંડીનું જોર વધતાં અનેક જિલ્લા અને શહેરમાં તાપમાનનો પારો ગગડ્યો છે. હાલમાં સાત ડિગ્રી સૅલ્સિયસ તાપમાન સાથે કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું છે. અરવલ્લી જિલ્લામાં પણ ગત મોડી રાતથી સવાર સુધી પવનના કારણે ઠંડી વધુ છે.

જાન્યુઆરી 5, 2026 9:35 એ એમ (AM)

views 11

આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટે તેવી શક્યતા

રાજ્યમાં તાપમાનનો પારો ગગડતા ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. 8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠડું શહેર બન્યું છે. આ ઉપરાંત રાજકોટમાં 9, કંડલા હવાઈ મથક ખાતે 10, ભુજ અને ડીસામાં 11 કેશોદમાં 12 ડિગ્રી સેલ્સિયસ જ્યારે અમદાવાદની આસપાસના વિસ્તારોમાં 14 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું....

જાન્યુઆરી 4, 2026 7:07 પી એમ(PM)

views 13

આગામી 5 દિવસ રાજ્યના લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા

આગામી દિવસોમાં રાજ્યના લોકોને ઠંડીથી આંશિક રાહત મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની સંભાવના છે. રાજ્યમાં આજે નોંધાયેલા તાપમાનની વાત કરવામાં આવ...

જાન્યુઆરી 4, 2026 5:17 પી એમ(PM)

views 13

આજે 4 જાન્યુઆરી એટલે કે વિશ્વ બ્રેઇલ દિવસ..

આજે 4 જાન્યુઆરી એટલે કે વિશ્વ બ્રેઇલ દિવસ છે. પ્રજ્ઞાચક્ષુ લોકો માટે માનવ અધિકારોની સંપૂર્ણ અનુભૂતિમાં સંદેશાવ્યવહારના સાધન તરીકે બ્રેઇલના મહત્વ વિશે જાગૃતિ લાવવા આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ નિમિત્તે રાજ્યમાં વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ-બહેનો માટે અનેક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. તે અંત...

જાન્યુઆરી 3, 2026 5:20 પી એમ(PM)

views 9

રાજ્યમાં કેટલાક જિલ્લામાં કડકડતી ઠંડીનો અનુભવ..

રાજ્યમાં કેટલાક જિલ્લામાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ભાવનગરમાં પણ ઠંડા પવન સાથે લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે. તો, કચ્છમાં ગત 2 દિવસથી ઠંડીનું જોર વધ્યું છે. નલિયામાં પણ આ મોસમનું અત્યાર સુધીનું સૌથી ઓછું સાત ડિગ્રી સૅલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

જાન્યુઆરી 3, 2026 1:52 પી એમ(PM)

views 8

છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની બે અલગ અલગ અથડામણમાં 14 માઓવાદીઓના મોત.

છત્તીસગઢના બસ્તર વિભાગમાં આજે સુરક્ષા દળો સાથેની બે અલગ અલગ અથડામણમાં ચૌદ માઓવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ.

જાન્યુઆરી 3, 2026 9:50 એ એમ (AM)

views 10

દિલ્હી, હરિયાણા, પંજાબ અને ચંદીગઢમાં આજે ગાઢ થી ખૂબ જ ગાઢ ધુમ્મસની સ્થિતિને લઈને રેડ એલર્ટ

હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા, પંજાબ અને ચંદીગઢમાં ગાઢ થી ખૂબ જ ગાઢ ધુમ્મસની સ્થિતિને લઈને રેડ એલર્ટ જાહેર કર્યુ છે. દરમિયાન હિમાચલ પ્રદેશમાં અલગ અલગ સ્થળોએ ઠંડીનુ મોજૂ ફરી વળવાની અને ઉત્તરાખંડમાં બરફવર્ષાની આગાહી છે. આગામી સોમવાર સુધી પૂર્વ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને બિહારના અલગ અલગ વિસ્તા...

જાન્યુઆરી 2, 2026 2:10 પી એમ(PM)

views 11

દેશના વિવિધ ભાગોમાં ગાઢ ધુમ્મસના કારણે અનેક ટ્રેનો ખોરવાઈ

દેશના વિવિધ ભાગોમાં ગાઢ ધુમ્મસના કારણે દૃશ્યતા ઓછી હોવાથી અનેક ટ્રેનોની અવરજવર ખોરવાઈ ગઈ છે. ભારતીય રેલવેના જણાવ્યા અનુસાર, 31 ટ્રેનો બે કલાકથી વધુ મોડી પડી છે. મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સ્ટેશન પર પહોંચતા પહેલા ટ્રેનોની નવીનતમ સ્થિતિ તપાસે.

જાન્યુઆરી 2, 2026 8:54 એ એમ (AM)

views 9

રાજ્યમાં આગામી પાંચ દિવસ ઠંડીમાં વધારો થવાની શક્યતા

રાજ્યમાં આગામી પાંચ દિવસ ઠંડીમાં વધારો થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાત જાન્યુઆરી સુધી રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે.જ્યારે પવનની દિશા પૂર્વથી ઉતર પૂર્વ રહેશે, તેમ હવામાન વિભાગના નિયામક ડો. એ કે દાસે જણાવ્યું.રાજ્યનું સૌથી ઓછું તાપમાન નલિયામાં 12.2 ડિગ્રી, જ્યારે...

ડિસેમ્બર 31, 2025 7:25 પી એમ(PM)

views 13

રાજ્યના વાતાવરણમાં પલટો-સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં આજે હળવો વરસાદ.

રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં આજે હળવો વરસાદ પડ્યો. ભરશિયાળે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ખંભાળિયા તેમજ કલ્યાણપુર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ થયો. અચાનક પડેલા વરસાદથી દ્વારકાના માર્ગો પર પાણી ભરાયા. કચ્છ જિલ્લાના ભચાઉમાં...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.