હવામાન

ડિસેમ્બર 25, 2025 9:40 એ એમ (AM)

views 7

આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડી ઘટે તેવી આગાહી

રાજ્યના વાતાવરણમાં કોઇ મોટો ફેરફાર થશે નહી તેવી હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે કહ્યુ હતું કે આગામી દિવસોમાં પવનની દિશા બદલાતા તાપમાનમાં એકથી બે ડિગ્રી વધારો થશે

ડિસેમ્બર 24, 2025 9:19 એ એમ (AM)

views 10

રાજ્યમાં આજથી ઠંડીનો ચમકારો વધે તેવી આગાહી

રાજ્યમાં આજથી ઠંડીનું જોર વધે તેવી શક્યતા છે. ઉત્તરથી પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજથી ત્રણ દિવસ દરમિયાન તાપમાનનો પારો બેથી ત્રણ ડીગ્રી ગગડશે તેવી આગાહી હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદિપ શર્માએ કરી છે.

ડિસેમ્બર 24, 2025 8:50 એ એમ (AM)

views 9

દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં અલગ અલગ સ્થળોએ આજે ગાઢ થી અતિ ગાઢ ધુમ્મસની આગાહી

ભારતીય હવામાન વિભાગએ આજે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં અલગ અલગ સ્થળોએ ગાઢ થી અતિ ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. હવામાન વિભાગે ઓડિશા, ઉપ-હિમાલય પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડ સહિત ઉત્તરપૂર્વ ભારતમાં ગાઢ ધુમ્મસની આગાહી પણ કરી છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન,...

ડિસેમ્બર 23, 2025 9:54 એ એમ (AM)

views 9

આગામી બેથી ત્રણ દિવસમાં રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો વધવાની આગાહી

રાજ્યમાં આગામી 24 કલાક બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રી વધુનો ઘટાડો થશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે રાજ્યભરનું વાતાવરણ આગામી 7 દિવસ સૂકું રહેશે. હાલમાં જે વાતાવરણ છે તેમાંથી તાપમાનનો પારો ગગડતા ઠંડીનો ચમકારો વધશે.

ડિસેમ્બર 21, 2025 7:44 પી એમ(PM)

views 11

હવામાન વિભાગે આજે પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં ગાઢ ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે આજે પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં ગાઢ ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આવતીકાલે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરાખંડ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને ઉત્તરપૂર્વ ભારતમાં પણ ગાઢ ધુમ્મસ છવાઈ જશે. કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર, તેલંગાણા, બિહાર, પૂર્વી ઉત...

ડિસેમ્બર 21, 2025 7:15 પી એમ(PM)

views 9

રાજ્યમાં આગામી બે દિવસ બાદ ઠંડીનું જોર વધવાની આગાહી

રાજ્યમાં આગામી બે દિવસ બાદ ઠંડીનું જોર ફરી વધવાની આગાહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ કહ્યું, પૂર્વ દિશાના ઠંડા પવનના કારણે ઠંડીનો ચમકારો અનુભવાશે. જોકે, ઠંડી વધશે, પણ રાજ્યમાં પશ્ચિમી વિક્ષેપના કારણે એકસાથે બે ઋતુની અસર પણ જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ગત 24 કલાકમાં સૌથી ઓ...

ડિસેમ્બર 20, 2025 7:11 પી એમ(PM)

views 12

બે દિવસ બાદ રાજ્યના લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી

આગામી 48 કલાક સુધી રાજ્યના લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. જોકે ત્યારબાદ રાજ્યના લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલ તાપમાનની વાત કરવામાં આવે તો, 10 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે દાહોદ રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ બન્યું છે...

ડિસેમ્બર 18, 2025 9:18 એ એમ (AM)

views 17

ઉત્તર પ્રદેશમાં ખૂબ જ ગાઢ ધુમ્મસને કારણે હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યું

હવામાન વિભાગે ઉત્તર પ્રદેશમાં ખૂબ જ ગાઢ ધુમ્મસને કારણે રેડ એલર્ટ જારી કર્યું છે. હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડના કેટલાક ભાગોમાં શનિવાર સુધી સવારના સમયે ગાઢ ધુમ્મસ રહેવાની ધારણા છે. આગામી બે થી ત્રણ દિવસ સુધી પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તરાખંડમાં પણ ધુમ્મસ રહેવાની ધારણા છે. પશ્ચિમ મ...

ડિસેમ્બર 14, 2025 7:10 પી એમ(PM)

views 10

આગામી ત્રણ દિવસ બાદ રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા

આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. જોકે ત્યારબાદ રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા લઘુતમ તાપમાનની વાત કરવામાં આવે તો, 11 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડુ સ્થળ બન્યું...

ડિસેમ્બર 11, 2025 7:11 પી એમ(PM)

views 18

નલિયામાં રાજ્યની સૌથી વધુ ઠંડી – લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું

આગામી સાત દિવસ રાજ્યમાં લઘુતમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પવનની ઝડપ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. બીજી તરફ નલિયામાં સૌથી વધુ ઠંડી સાથે 9 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું જે અગાઉ 10 ડિગ્રી સેલ્સિયસ હતું જેમાં એક ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થતા નલિયા સ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.