આંતરરાષ્ટ્રીય

ઓગસ્ટ 17, 2024 2:32 પી એમ(PM) ઓગસ્ટ 17, 2024 2:32 પી એમ(PM)

views 3

બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીને બંગ ભવનમાં ગઈકાલે વચગાળાની સરકારના વધુ ચાર સલાહકારને શપથગ્રહણ કરાવ્યા હતા

બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીને બંગ ભવનમાં ગઈકાલે વચગાળાની સરકારના વધુ ચાર સલાહકારને શપથગ્રહણ કરાવ્યા હતા. આ સલાહકારોમાં અર્થશાસ્ત્રી વાહિદુદ્દીન મહમુદ, પૂર્વ સચિવ મોહમ્મદ ફઝુલ કબીર ખાન, પૂર્વ કેબિનેટ સચીવ અલી ઈમામ મજૂમદાર અને બાંગ્લાદેશ રાઈફળ્સના પૂર્વ મહાનિદેશક લેફ્ટનન્ટ જનરલ જહાંગીર આ...

ઓગસ્ટ 14, 2024 2:51 પી એમ(PM) ઓગસ્ટ 14, 2024 2:51 પી એમ(PM)

views 4

જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદાએ કહ્યું કે તેઓ સપ્ટેમ્બરમાં રાજીનામું આપશે

જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદાએ કહ્યું કે તેઓ સપ્ટેમ્બરમાં રાજીનામું આપશે. આજે એક પ્રેસ કોન્ફરન્સમાં ફરીથી ચૂંટણી નહીં લડવાના નિર્ણયની જાહેરાત કરતા શ્રી કિશિદાએ કહ્યું કે શાસક લિબરલ ડેમોક્રેટિક પાર્ટીને નવી શરૂઆત કરવાની જરૂર છે. સપ્ટેમ્બરમાં પાર્ટી દ્વારા નવા નેતાની પસંદગી કર્યા પછી 67 વર્ષીય ...

ઓગસ્ટ 14, 2024 2:49 પી એમ(PM) ઓગસ્ટ 14, 2024 2:49 પી એમ(PM)

views 7

યમનમાં ભારતના નવનિયુક્ત બિન-નિવાસી રાજદૂત ડૉ. સુહેલ એજાઝ ખાને યમનના વિદેશ બાબતોના મંત્રી ડૉ. શયા મોહસિન ઝિંદાનીને તેમના ઓળખપત્રોની નકલ રજૂ કરી છે

યમનમાં ભારતના નવનિયુક્ત બિન-નિવાસી રાજદૂત ડૉ. સુહેલ એજાઝ ખાને યમનના વિદેશ બાબતોના મંત્રી ડૉ. શયા મોહસિન ઝિંદાનીને તેમના ઓળખપત્રોની નકલ રજૂ કરી છે. ગઈકાલે સાંજે યોજાયેલી બેઠક દરમિયાન રાજદૂત ખાન અને વિદેશ મંત્રી ઝિંદાનીએ ભારત-યમન સંબંધો અને પરસ્પર હિતના અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેઓ હાલમાં સાઉદી ...

ઓગસ્ટ 13, 2024 11:04 એ એમ (AM) ઓગસ્ટ 13, 2024 11:04 એ એમ (AM)

views 5

ઈરાનના ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ જાવદ ઝરીફે તેમની નિમણૂંકના 11 દિવસ બાદ જ રાજીનામું આપી દીધું છે

ઈરાનના ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ જાવદ ઝરીફે તેમની નિમણૂંકના 11 દિવસ બાદ જ રાજીનામું આપી દીધું છે. સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં, શ્રી ઝરીફે કહ્યું કે તેઓ નવી ઈરાની સરકાર માટે કેબિનેટ સભ્યોની પસંદગી કરવા માટે તેમના કામના પરિણામોથી સંતુષ્ટ નથી અને તેઓ કહી રહ્યા છે કે 19 નામાંકિત મંત્રીઓમાંથી ઓછામાં ઓછા સા...

ઓગસ્ટ 13, 2024 11:01 એ એમ (AM) ઓગસ્ટ 13, 2024 11:01 એ એમ (AM)

views 17

ગ્રીસના જંગલમાં લાગેલી આગ એથેન્સના ઉપનગરોમાં ફેલાઈ છે, જેના કારણે હજારો લોકોને પોતાના ઘર છોડવાની ફરજ પડી છે

ગ્રીસના જંગલમાં લાગેલી આગ એથેન્સના ઉપનગરોમાં ફેલાઈ છે, જેના કારણે હજારો લોકોને પોતાના ઘર છોડવાની ફરજ પડી છે. આગથી વૃક્ષો, મકાનો અને કારોને નુકસાન થયું છે અને આગને કાબૂમાં લેવા માટે સરકારે યુરોપિયન યુનિયનના સભ્યો પાસેથી મદદ માંગી છે. આગ બીજા દિવસે પણ કાબૂ બહાર છે. તોફાની પવનના કારણે આગ વધુ ફેલાઈ રહી ...

ઓગસ્ટ 10, 2024 8:17 પી એમ(PM) ઓગસ્ટ 10, 2024 8:17 પી એમ(PM)

views 10

બાંગ્લાદેશ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ ઓબૈદુલ હસને પોતાના પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે

બાંગ્લાદેશ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ ઓબૈદુલ હસને પોતાના પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. આજે સવારે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન દરમિયાન તેમને અને એપેલેટ વિભાગના ન્યાયાધીશોને બપોરે એક વાગ્યા સુધી રાજીનામું આપવાનો સમય આપ્યો હતો. સર્વોચ્ચ અદાલત પરિસરમાં ન્યાયમૂર્તિએ માધ્યમોને જણાવ્યું કે, તે...

ઓગસ્ટ 10, 2024 2:19 પી એમ(PM) ઓગસ્ટ 10, 2024 2:19 પી એમ(PM)

views 22

બ્રાઝિલમાં ગઈ કાલે એક વિમાન તૂટી પડતાં ચાલક દળનાં ચાર સહિત 61 પ્રવાસીનાં મૃત્યુ થયા હતા

બ્રાઝિલમાં ગઈ કાલે એક વિમાન તૂટી પડતાં ચાલક દળનાં ચાર સહિત 61 પ્રવાસીનાં મૃત્યુ થયા હતા. પરાનાથી સાઓ પાઉલો જઈ રહેલું વિમાન વિન્હેડો નગરનાં રહેણાંક વિસ્તારમાં તૂટી પડતાં એક મકાનને નુકસાન થયું હતું. જોકે, ત્યાં રહેતા લોકોને કોઈ ઈજા થઈ ન હતી. ઘટના સ્થળેથી ફ્લાઇટ રેકોર્ડર મળી આવ્યું છે.

ઓગસ્ટ 9, 2024 2:35 પી એમ(PM) ઓગસ્ટ 9, 2024 2:35 પી એમ(PM)

views 11

નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસે બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કર્યા

નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસે બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મહોમ્મદ શહાબુદ્દીને ગઈકાલે ઢાકાના બંગ ભવનમાં તેમને શપથ અપાવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહોમ્મદ યૂનુસને આ નવી જવાબદારી માટે શુભેચ્છા પાઠવી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમા...

ઓગસ્ટ 8, 2024 10:55 એ એમ (AM) ઓગસ્ટ 8, 2024 10:55 એ એમ (AM)

views 16

બાંગ્લાદેશમા નોબેલ પારિતોષિક વિજેતા પ્રોફેસર મહોમ્મદ યુનુસના વડપણ હેઠળની વચગાળાની સરકાર આજે શપથ લેશે.

બાંગ્લાદેશમા નોબેલ પારિતોષિક વિજેતા પ્રોફેસર મહોમ્મદ યુનુસના વડપણ હેઠળની વચગાળાની સરકાર આજે શપથ લેશે.સૈન્ય પ્રમુખ જનરલ વકાર ઉઝ ઝમાનએ ગઈકાલે પત્રકારોને આ માહિતી આપતા આગામી ત્રણથી ચાર દિવસમાં દેશમાં સ્થિતિ સામાન્ય થવાની આશા વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે જેઓ પણ આ હિંસામાં સામેલ હતા, તેમને બક...

ઓગસ્ટ 7, 2024 1:59 પી એમ(PM) ઓગસ્ટ 7, 2024 1:59 પી એમ(PM)

views 7

નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસને બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના પ્રમુખ નિયુક્ત કરાયા

બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસને વચગાળાની સરકારના પ્રમુખ નિયુક્ત કર્યા છે. ગઈકાલે ઢાકામાં રાષ્ટ્રપતિ ભવન – બંગભવનમાં સૈન્યના ત્રણેય પાંખના વડાઓ, વિદ્યાર્થી આંદોલનના 13 સભ્યોના પ્રતિનિધિ મંડળ સાથે થયેલી બેઠક બાદ રાષ્ટ્રપતિએ આ નિર્ણયની જાહેરાત કરી હતી. ...