આંતરરાષ્ટ્રીય

સપ્ટેમ્બર 27, 2024 8:06 પી એમ(PM)

views 16

ઇન્ડોનેશિયામાં પશ્ચિમ સુમાત્રામાં ગેરકાયદેસર રીતે ચાલતી સોનાની ખાણનો કેટલોક હિસ્સો તૂટી પડતાં 15 શ્રમિકોના મોત નિપજયાં

ઇન્ડોનેશિયામાં પશ્ચિમ સુમાત્રામાં ગેરકાયદેસર રીતે ચાલતી સોનાની ખાણનો કેટલોક હિસ્સો તૂટી પડતાં 15 શ્રમિકોના મોત નિપજયાં છે. અને 25 શ્રમિકો લાપતા થયા છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ વહીવટીતંત્રે આધુનિક સાધનો સાથે રાહત અને બચાવની કામગીરી હાથ ધરી છે.

સપ્ટેમ્બર 27, 2024 7:59 પી એમ(PM)

views 15

ઝડપથી આગળ વધતાં ચક્રવાત હેલેને અમેરિકાના વાયવ્ય ફલોરીડાના દરિયાકાંઠેથી જમીન ઉપર પ્રવેશ કર્યો

ઝડપથી આગળ વધતાં ચક્રવાત હેલેને અમેરિકાના વાયવ્ય ફલોરીડાના દરિયાકાંઠેથી જમીન ઉપર પ્રવેશ કર્યો છે. જો કે, જમીન ઉપર પ્રવેશ્યા બાદ આ ચક્રવાત થોડું નબળું પડ્યું છે. જમીન ઉપર પ્રવેશ વખતે પવનની ગતિ 225 કિલોમીટર પ્રતિકલાક જેટલી હતી. ચક્રવાત અને વરસાદના કારણે ઘણાં વિસ્તારો અને માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે. અ...

સપ્ટેમ્બર 26, 2024 10:52 એ એમ (AM)

views 22

જો કોઈપણ પરમાણુ શક્તિ સંપન્નરાષ્ટ્ર રશિયા પર હુમલો કરનાર દેશને સમર્થન આપે છે તો તેને હુમલામાં સામેલ ગણવામાં આવશે. – રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે જો કોઈપણ પરમાણુ શક્તિ સંપન્નરાષ્ટ્ર રશિયા પર હુમલો કરનાર દેશને સમર્થન આપે છે તો તેને હુમલામાં સામેલ ગણવામાં આવશે. ગઈકાલે મોસ્કોમાં રશિયાની સુરક્ષા પરિષદની બેઠકમાં, શ્રી પુતિને જાહેરાત કરી હતી કે જો પરમાણુ શક્તિ સંપન્ન દેશના સમર્થનથી કોઈ પણ પરમાણુ રહિત...

સપ્ટેમ્બર 24, 2024 7:29 પી એમ(PM)

views 12

લેબનોનના વિવિધ પ્રદેશો પર ઈઝરાયેલના હુમલામાં 50 બાળકો સહિત મૃતકોની સંખ્યા વધીને 558 થઈ

લેબનોનના વિવિધ પ્રદેશો પર ઈઝરાયેલના હુમલામાં 50 બાળકો સહિત મૃતકોની સંખ્યા વધીને 558 થઈ ગઈ છે. લેબનીઝ આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગઈકાલે વહેલી સવારથી 1,835 લોકો ઘાયલ પણ થયા છે. ગઈ કાલે ઈઝરાયેલ અને લેબનોન વચ્ચેભારે ગોળીબાર થયો હતો. મીડિયા અહેવાલો અનુસાર, ઇઝરાયેલી સેનાએ કહ્યું છે કે તે આજે લેબનોન...

સપ્ટેમ્બર 24, 2024 6:39 પી એમ(PM)

views 10

શ્રીલંકાના પ્રધાનમંત્રી તરીકે નેશનલપીપલ્સ પાવરના સાંસદ ડો. હરિની અમરાસૂર્યાએ શપથ લીધા

શ્રીલંકાના પ્રધાનમંત્રી તરીકે નેશનલપીપલ્સ પાવરના સાંસદ ડો. હરિની અમરાસૂર્યાએ શપથ લીધા છે. ડૉ. અમરાસૂર્યાએ આજેરાષ્ટ્રપતિ સચિવાલય ખાતે રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસનાયકે સમક્ષ શપથ લીધા હતા.શ્રી દિસનાયકે ગઈકાલે એક દિવસ પહેલા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. નેશનલ પીપલ્સપાવરના સાંસદો - વિજિત હેરાથ અને લક્ષ્...

સપ્ટેમ્બર 23, 2024 8:04 પી એમ(PM)

views 15

ઇઝરાયેલે આજે સવારે લેબનોનમાં કરેલા હુમલામાં ઓછામાં ઓછા 100થી વધુ લોકોના મોત થયા છે

ઇઝરાયેલે આજે સવારે લેબનોનમાં કરેલા હુમલામાં ઓછામાં ઓછા 100થી વધુ લોકોના મોતથયા છે, જ્યારે 400થી વધુ લોકો ગંભીર રીતે ઘવાયાછે. તો હિજબુલ્લાએ એક નિવેદનમાં કહ્યું છે કે તેણે ઇઝરાયેલના ઉત્તર ભાગમાં અસંખ્યરૉકેટ છોડ્યા છે. વધુમાં આ નિવેદનમાં કહેવાયું છે કે દક્ષિણ લેબનોનમાં ઇઝરાયેલેકરેલા હવાઈ હુમલાના જવાબમા...

સપ્ટેમ્બર 22, 2024 2:31 પી એમ(PM)

views 9

સંસ્કૃતિ એ વિતેલા સમયની સ્મૃતિ જ નહીં પણ આર્થિક વૃદ્ધિની વાહક છે : સંસ્કૃતિ મંત્રાલયના સચિવ અરુણીશ ચાવલા

સંસ્કૃતિ મંત્રાલયના સચિવ અરુણીશ ચાવલાએ કહ્યું કે, સંસ્કૃતિ એ વિતેલા સમયની સ્મૃતિ જ નહીં પણ આર્થિક વૃદ્ધિની વાહક છે. શ્રી ચાવલાએ ગઈકાલે ઈટાલીના નેપલ્સ ખાતે સંસ્કૃતિ ક્ષેત્રે યોજાયેલી G-7 મંત્રીઓની બેઠકના વિશેષ સત્રમાં સંબોધન કરતાં આ મુજબ જણાવ્યું હતું. આ બેઠકમાં આફ્રિકન સંઘ, બ્રાઝિલ, કેનેડા, યુરોપિયન...

સપ્ટેમ્બર 22, 2024 2:29 પી એમ(PM)

views 18

હંગેરીના બૂડપેસ્ટમાં રમાઈ રહેલી ચેસ ઓલમ્પિયાડમાં ભારતીય પુરુષ ટીમની અમેરિકાને હરાવીને બે સુવર્ણ ચંદ્રક જીતવા તરફ આગેકૂચ

હંગેરીના બૂડપેસ્ટમાં રમાઈ રહેલી ચેસ ઓલમ્પિયાડમાં ભારતીય પુરુષ ટીમની અમેરિકાને હરાવીને બે સુવર્ણ ચંદ્રક જીતવા તરફ આગેકૂચ. આ સાથે મહિલા ટીમે પણ સ્પર્ધાના અંતિમ તબક્કા પહેલા ચીનને હરાવી ટોચ પર છે. અંતિમ રમત આજે ભારતીય સમય અનુસાર બપોરે અઢી વાગ્યે શરૂ થશે. સ્પર્ધાની ઓપન કેટેગરીમાં ગઇકાલે ભારતના ડી ગુકેશે...

સપ્ટેમ્બર 22, 2024 2:28 પી એમ(PM)

views 15

ઉત્તર ગાઝામાં ગઈકાલે એક શાળા પર ઇઝરાયેલી હવાઈ હુમલામાં 22 લોકોના મોત અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ

ઉત્તર ગાઝામાં ગઈકાલે એક શાળા પર ઇઝરાયેલી હવાઈ હુમલામાં 22 લોકોના મોત અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, ગાઝા શહેરના ઝિટૌન વિસ્તારમાં થયેલા હુમલામાં કેટલીક મહિલાઓ અને બાળકો સહિત 30 અન્ય લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે. ઇઝરાયેલી સેનાએ જણાવ્યું કે, તેમણે પૂર્વ...

સપ્ટેમ્બર 22, 2024 2:24 પી એમ(PM)

views 17

બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટમાં ભારતનો 280 રનથી ભવ્ય વિજય – આર.અશ્વિને 6 વિકેટ ઝડપી

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેન્નઈમાં રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં ભારતે બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું છે. આ સાથે ભારત 2 મેચની શ્રેણીમાં એક—શૂન્યથી આગળ છે. ભારતે કુલ 515 રન બનાવ્યા હતા. આ લક્ષ્યાંકનો પીછો કરતાં બાંગ્લાદેશ ચોથા દિવસે તેની બીજી ઇનિંગમાં 234 રન બનાવી ઑલ-આઉટ થઈ ગયું હતું. ભારત ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.