આંતરરાષ્ટ્રીય

મે 4, 2025 8:36 પી એમ(PM) મે 4, 2025 8:36 પી એમ(PM)

views 3

અંગોલાના રાષ્ટ્રપતિ લોરેન્સોએ કહ્યું છે કે, ભારત અને અંગોલા તેમના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે પ્રતિબદ્ધ છે

અંગોલાના રાષ્ટ્રપતિ જોઆઓ મેન્યુઅલ ગોનજાલ્વેસ લોરેન્સોએ કહ્યું છે કે ભારત અને અંગોલા તેમના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આજે નવી દિલ્હીમાં ભારત-અંગોલા બિઝનેસ ફોરમમાં બોલતા, તેમણે કહ્યું કે ભારત જેનરિક દવાઓમાં નિષ્ણાંત અને એક મુખ્ય ભાગીદાર છે. વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે કહ્યું ...

મે 4, 2025 6:08 પી એમ(PM) મે 4, 2025 6:08 પી એમ(PM)

views 3

વોશિંગ્ટનમાંવિશ્વ બેંકના વડા મથકમાં આવતીકાલ થી 8 મે દરમિયાન યોજાનારી વિશ્વ બેંક જમીન સંમમેલન 2025 માં ભારત વૈશ્વિક જમીન સુધારણા સંવાદનું નેતૃત્વ કરશે.

વોશિંગ્ટનમાંવિશ્વ બેંકના વડા મથકમાં આવતીકાલ થી 8 મે દરમિયાન યોજાનારી વિશ્વ બેંક જમીન સંમમેલન2025 માં ભારત વૈશ્વિક જમીન સુધારણા સંવાદનું નેતૃત્વ કરશે. પંચાયતી રાજ મંત્રાલયનાસચિવ વિવેક ભારદ્વાજના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય ભારતીય પ્રતિનિધિમંડળ આ સંમેલનમાં સ્વામિત્વયોજના રજૂ કરશે. આ વર્ષના વિશ્વ બેંક જમીન સ...

મે 4, 2025 2:26 પી એમ(PM) મે 4, 2025 2:26 પી એમ(PM)

views 4

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં પંજાબ પોલીસે બે લોકોની ધરપકડ કરી.

પંજાબ પોલીસે પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં બે લોકોની ધરપકડ કરી છે. પકડાયેલા પલક શેર મસીહ અને સૂરજ મસીહ પર કથિત રીતે અમૃતસરમાં સેનાની છાવણી અને ઍરબેઝના ફોટો તેમજ સંવેદનશીલ માહિતીની જાસૂસી કરવાનો આક્ષેપ છે. શરૂઆતની તપાસમાં તેમના સંબંધ પાકિસ્તાની ગુપ્તચરો સાથે હોવાનું જાણવા મળ્યું છે.

મે 3, 2025 2:00 પી એમ(PM) મે 3, 2025 2:00 પી એમ(PM)

views 4

અરબી સમુદ્રમાંથી ઝડપેલા ભારતના 25 માછીમારોને શ્રીલંકાએ મુક્ત કર્યા

તમિલનાડુના રામેશ્વરમના 25 માછીમારોને શ્રીલંકાની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. 23 ફેબ્રુઆરીના રોજ રામેશ્વરમ નજીક મંડપમમાં માછીમારી કરતી વખતે માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર આંતરરાષ્ટ્રીય સમુદ્રમાં પ્રવેશ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. શ્રીલંકન નૌકાદળ દ્વારા તેમની બોટ પણ જપ્ત કરવામાં આવ...

મે 3, 2025 9:24 એ એમ (AM) મે 3, 2025 9:24 એ એમ (AM)

views 5

ઓસ્ટ્રેલિયામાં સંસદીય ચૂંટણી માટે ચાલી રહેલું મતદાન

ઓસ્ટ્રેલિયામાં સંસદીય ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની તમામ 150 બેઠકો અને સેનેટની 76 માંથી 40 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.શાસક લેબર પાર્ટીના વર્તમાન પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ બીજા કાર્યકાળ માટે ફરીથી ચૂંટણી લડી રહ્યા છે. તેમનો મુકાબલો કન્ઝર્વેટિવ લિબરલ-નેશનલ ગઠબંધનન...

મે 1, 2025 9:23 એ એમ (AM) મે 1, 2025 9:23 એ એમ (AM)

views 3

અમેરિકા અને યુક્રેને આર્થિક ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા

અમેરિકા અને યુક્રેને આર્થિક ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા છે . આ કરાર મુજબ યુક્રેન માટે સંયુક્ત ભંડોળના બદલામાં અમેરિકાને કિવના દુર્લભ ખનિજો સુધી પહોંચવાની મંજૂરી આપશે. અમેરિકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટની યાદીમાં જણાવાયું છે કે બંને દેશોએ પરસ્પર પુનર્નિર્માણ રોકાણ ભંડોળ બનાવવા માટે સંમતિ આપી છે જે ન...

એપ્રિલ 29, 2025 8:10 પી એમ(PM) એપ્રિલ 29, 2025 8:10 પી એમ(PM)

views 6

કેનેડામાં માર્ક કાર્નેના નેતૃત્વવાળી લિબરલ પાર્ટીએ ચૂંટણીમાં વિજય મેળવ્યો

કેનેડામાં માર્ક કાર્નેના નેતૃત્વવાળી લિબરલ પાર્ટીએ ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માર્ક કાર્નેને કેનેડાના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા અને લિબરલ પાર્ટીની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે ભારત અને કેનેડા સામાન્ય લોકશાહી મૂલ્યો, કાયદાના શાસન...

એપ્રિલ 29, 2025 1:24 પી એમ(PM) એપ્રિલ 29, 2025 1:24 પી એમ(PM)

views 5

કેનેડાની યોજાયેલી ચૂંટણીમાં માર્ક કાર્નીના નેતૃત્વ હેઠળની લિબરલ પાર્ટી બહુમતી તરફ અગ્રેસર

માર્ક કાર્નીની લિબરલ પાર્ટી કેનેડિયન ચૂંટણી જીતવા તરફ અગ્રેસર થઇ રહી છે.. તાજા વલણો અનુસાર, લિબરલ પાર્ટી હાલમાં 167 બેઠકો પર આગળ છે, જ્યારે પિયર પોઇલીવ્રેના નેતૃત્વ હેઠળની કન્ઝર્વેટિવ પાર્ટી ૧૪૫ બેઠકો પર આગળ છે. બહુમતી સરકાર મેળવવા માટે, પક્ષે 343 બેઠકોમાંથી ઓછામાં ઓછી 172 બેઠકો જીતવી આવશ્યક છે. પાર...

એપ્રિલ 27, 2025 1:46 પી એમ(PM) એપ્રિલ 27, 2025 1:46 પી એમ(PM)

views 4

ઈરાનના શાહિદ રાજાઈ બંદર પર થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ૧૮ લોકોના મોત ૭૦૦થી વધુ લોકો ઘાયલ

ઈરાનના દક્ષિણ ભાગમાં આવેલા શાહિદ રાજાઈ બંદર પર થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ૧૮ લોકોના મોત થયા છે અને ૭૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. આ માહિતી ઈરાનના સરકારી મીડિયા દ્વારા આપવામાં આવી છે. ઈરાનના કટોકટી વ્યવસ્થાપન સંગઠનના પ્રવક્તા હુસૈન જાફરીએ જણાવ્યું હતું કે રાસાયણિક કન્ટેનરના અયોગ્ય સંગ્રહને કારણે વિસ્ફોટ થ...

એપ્રિલ 27, 2025 9:31 એ એમ (AM) એપ્રિલ 27, 2025 9:31 એ એમ (AM)

views 3

ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ વાટાઘાટોનો ત્રીજો રાઉન્ડ મસ્કતમાં સમાપ્ત થયો

ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ વાટાઘાટોનો ત્રીજો રાઉન્ડ મસ્કતમાં સમાપ્ત થયો છે. આ વાટાઘાટોનો ઉદ્દેશ્ય ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર દાયકાઓ જૂની મડાગાંઠને ઉકેલવાનો છે.બંને પક્ષો આવતા અઠવાડિયે વાટાઘાટો યથાવત રાખવા સંમત થયા છે. આ ચર્ચામાં બંને પક્ષો વચ્ચે રાજદ્વારી વાટાઘાટો અને ટેકનિકલ, નિષ્ણાત સ્તરની ચર્ચ...