ચૂંટણીઓ

સપ્ટેમ્બર 28, 2025 7:38 પી એમ(PM) સપ્ટેમ્બર 28, 2025 7:38 પી એમ(PM)

views 26

ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણી અને વિવિધ રાજ્યોની વિધાનસભા પેટાચૂંટણીઓ માટે કેન્દ્રીય નિરીક્ષકોની નિમણૂકની જાહેરાત કરી

ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણી અને વિવિધ રાજ્યોના આઠ વિધાનસભા મતવિસ્તારોમાં પેટાચૂંટણીઓ માટે કેન્દ્રીય નિરીક્ષકોની નિમણૂકની જાહેરાત કરી છે. આમાં જનરલ, પોલીસ અને ખર્ચ નિરીક્ષકોનો સમાવેશ થશે. મુક્ત, ન્યાયી અને પારદર્શક ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે ૩૨૦ IAS અને ૬૦ IPS અધિકારીઓ સહિત કુલ ૪૭૦ અધિકારીઓને ક...

સપ્ટેમ્બર 27, 2025 7:48 પી એમ(PM) સપ્ટેમ્બર 27, 2025 7:48 પી એમ(PM)

views 18

વિધાનસભા ચૂંટણી પહેલા બિહારમાં રાજકીય ગતિવિધિઓએ વેગ પકડ્યો

વિધાનસભા ચૂંટણી પહેલા બિહારમાં રાજકીય ગતિવિધિઓ વેગ પકડ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ બિહારની મુલાકાતના બીજા દિવસે પાર્ટીના કાર્યકરો અને નેતાઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. તેમણે સમસ્તીપુરમાં પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સાથે ચૂંટણી રણનીતિઓની ચર્ચા કરી. બેઠક દરમિયાન, શ્રી શાહે NDA ની અંદર એકતા પર ભાર ...

સપ્ટેમ્બર 19, 2025 8:02 પી એમ(PM) સપ્ટેમ્બર 19, 2025 8:02 પી એમ(PM)

views 12

ચૂંટણી પંચે ધારાધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ 474 નોંધાયેલા બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને યાદીમાંથી દૂર કર્યા

ચૂંટણી પંચે ધારાધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ 474 નોંધાયેલા બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને યાદીમાંથી દૂર કર્યા છે. આ પક્ષોએ 2019 થી એક પણ ચૂંટણી લડી નથી, જેના કારણે પંચે આ નિર્ણય લીધો છે. આ પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં, પંચે ગયા મહિને 334 નોંધાયેલા બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને યાદીમાંથી દૂર કર્યા...

સપ્ટેમ્બર 17, 2025 7:56 પી એમ(PM) સપ્ટેમ્બર 17, 2025 7:56 પી એમ(PM)

views 16

ચૂંટણી પંચે EVM મતપત્રોની સ્પષ્ટતા અને વાંચનક્ષમતા વધારવા મતપત્રોની ડિઝાઈન અને પ્રિન્ટીંગની માર્ગદર્શિકામાં સંશોધન કર્યું

ચૂંટણી પંચે EVM મતપત્રોની સ્પષ્ટતા અને વાંચનક્ષમતા વધારવા મતપત્રોની ડિઝાઈન અને પ્રિન્ટીંગના વર્તમાન માર્ગદર્શિકામાં સંશોધન કર્યું છે. તે મુજબ, EVM મતપત્ર પર ઉમેદવારોની રંગબેરંગી તસવીર છપાશે અને તસવીર ચોખ્ખી દેખાય તે માટે ઉમેદવારના ચહેરાની તસવીર ત્રણ-ચતુર્થાંશ ભાગમાં હશે. તમામ ઉમેદવારો અને નોટાનનું ન...

સપ્ટેમ્બર 1, 2025 7:51 પી એમ(PM) સપ્ટેમ્બર 1, 2025 7:51 પી એમ(PM)

views 7

ચૂંટણી પંચે કહ્યું, બિહારની ડ્રાફ્ટ મતદાર યાદી પર દાવા, વાંધા અને સુધારા હજુ પણ દાખલ કરી શકાય

ચૂંટણી પંચે કહ્યું છે કે, બિહારની ડ્રાફ્ટ મતદાર યાદી પર દાવા, વાંધા અને સુધારા આજ પછી પણ દાખલ કરી શકાય છે, પરંતુ મતદાર યાદીને અંતિમ સ્વરૂપ આપ્યા પછી જ તેનો વિચાર કરવામાં આવશે. બિહાર મતદાર યાદીના ખાસ સઘન સુધારા પર સુનાવણી દરમિયાન પંચે સર્વોચ્ચ અદાલતમાં આ દલીલ કરી હતી. ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધી...

ઓગસ્ટ 17, 2025 7:47 પી એમ(PM) ઓગસ્ટ 17, 2025 7:47 પી એમ(PM)

views 2

ચૂંટણી પંચે આજે કહ્યું – તેના માટે બધા પક્ષો સમાન છે અને તે રાજકીય પક્ષો વચ્ચે ભેદભાવ રાખતું નથી.

ચૂંટણી પંચે આજે કહ્યું કે તેના માટે બધા પક્ષો સમાન છે અને તે રાજકીય પક્ષો વચ્ચે ભેદભાવ રાખતું નથી. આજે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે ચૂંટણી પંચ તેની બંધારણીય ફરજથી પાછળ નહીં હટે. કેટલાક લોકોએ બેવડા મતદાનનો આરોપ લગાવ્યો છે, પરંતુ જ્યારે પુરાવા માંગવામાં આ...

જુલાઇ 11, 2025 2:05 પી એમ(PM) જુલાઇ 11, 2025 2:05 પી એમ(PM)

views 1

એક દેશ એક ચૂંટણી પર બનેલી સંયુક્ત સંસદીય સમિતિની બેઠક સંસદ ભવનમાં ચાલી રહી છે.

એક દેશ એક ચૂંટણી પર બનેલી સંયુક્ત સંસદીય સમિતિની બેઠક સંસદ ભવનમાં હાલમાં ચાલી રહી છે. 39 સભ્ય ધરાવતી આ સમિતિમાં 27 સભ્ય લોકસભા અને 12 સભ્ય રાજ્યસભાના છે. આ સમિતિ ભારતીય બંધારણના 129-મા સંશોધન વિધેયક 2024 અને કેન્દ્રશાસિત ક્ષેત્ર કાયદા સંશોધન વિધેયક 2024ની તપાસની વ્યાપક પ્રક્રિયાનો ભાગ છે, જેનો ઉદ્દે...

જૂન 24, 2025 2:28 પી એમ(PM) જૂન 24, 2025 2:28 પી એમ(PM)

views 5

મહેસાણામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે થયેલા મતદાનની મત ગણતરી આવતીકાલે હાથ ધરાશે

મહેસાણામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે થયેલા મતદાનની મત ગણતરી આવતીકાલે હાથ ધરાશે. જિલ્લામાં ખેરાલુની કેશુભાઈ દેસાઈ સંકુલ, સતલાસણાની આર. એમ. પ્રજાપતિ આટર્સ કૉલેજ, વડનગરની સરકારી પૉલિટેક્નિક કૉલેજ, I.T.I. વિસનગર, વિજાપુરની હોસ્ટેલ પિલવાઈ કૉલેજ, પાંચોટની સ્પોર્ટ્સ સંકુલ, ઊંઝાની મ્યુનિસિપલ પ્રાથમિક શાળા...

જૂન 23, 2025 2:44 પી એમ(PM) જૂન 23, 2025 2:44 પી એમ(PM)

views 3

કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર

કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર કરાયું છે. કડી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના રમેશ ચાવડા અને આમઆદમી પાર્ટીના જગદીશ ચાવડાનો પરાજય થયો છે. વિસાવદર વિધાનસભા બેઠક પર આમઆદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાને 17 હજાર 581 મતથી વિજેત...

જૂન 23, 2025 1:48 પી એમ(PM) જૂન 23, 2025 1:48 પી એમ(PM)

views 5

કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા અને વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા આગળ

ચાર રાજ્યોની પાંચ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મત ગણતરી ચાલી રહી છે. ગુજરાતમાં વિસાવદર અને કડી મતવિસ્તાર માટે અત્યાર સુધી મળેલા વલણો મુજબ વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને કડીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા સરસાઇ ભોગવી રહ્યાં છે. જ્યારે કેરળની નિલંબુર બેઠક પર કોંગ્રેસ અને પશ્ચિમ ...