ડીડી ન્યૂઝ

માર્ચ 6, 2025 2:28 પી એમ(PM) માર્ચ 6, 2025 2:28 પી એમ(PM)

views 7

BJP દ્વારા આજે વિવિધ જિલ્લા અને શહેરના પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી

ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે વિવિધ જિલ્લા અને શહેરના પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હાલના પ્રમુખ અનિલ પટેલને રીપિટ કરવામાં આવ્યા છે. પ્રદેશ મહામંત્રી રજની પટેલે તેમના નામની જાહેરાત કરી હતી. જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ તરીકે ગૌરવ રૂપારેલિયા અને જિલ્લા ભાજપ પ્રમુ...

માર્ચ 2, 2025 2:20 પી એમ(PM) માર્ચ 2, 2025 2:20 પી એમ(PM)

views 8

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે કેરળ અને તેલંગાણાના પ્રવાસે

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે કેરળ અને તેલંગાણાના પ્રવાસે છે. કેરળના તિરુવનંતપુર હવાઈમથક ખાતે કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર અને મંત્રી જી આર. અનિલ સહિતના મહાનુભાવોએ શ્રી ધનખડનું સ્વાગત કર્યું. શ્રી ધનખડ આજે તિરુવનંતપુરમમાં ભારતીય વિચાર કેન્દ્ર દ્વારા આયોજિત ચોથી પી. પરમેશ્વરન સ્મારક વ્યાખ્યાનમાળા...

માર્ચ 2, 2025 2:09 પી એમ(PM) માર્ચ 2, 2025 2:09 પી એમ(PM)

views 7

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માદક પદાર્થમુક્ત ભારત બનાવવા આહ્વાન કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે જણાવ્યું કે, સંપૂર્ણ તપાસના પરિણામે, સમગ્ર દેશમાં 12 વિવિધ કેસમાં માદક પદાર્થની હેરાફેરી કરનારા 29 આરોપીઓને અદાલતે દોષિત ઠેરવ્યા છે. સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી શાહે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે યુવાનોને વ્યસનમાં ધકેલી દેનારા અને માદક પદાર્થની હેરાફેરી કરનારાઓને સજા...

માર્ચ 1, 2025 7:41 પી એમ(PM) માર્ચ 1, 2025 7:41 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર કૃષિ ક્ષેત્રના વિકાસ અને ગ્રામીણ સમૃદ્ધિના બેવડા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આગળ વધી રહી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર કૃષિ ક્ષેત્રના વિકાસ અને ગ્રામીણ સમૃદ્ધિના બેવડા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આગળ વધી રહી છે. આજે કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ પર બજેટ પછીના વેબિનારને વર્ચ્યુઅલી સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધવાનો સરકારનો સંકલ્પ ખૂબ જ સ્પષ્ટ છે.ત...

માર્ચ 1, 2025 7:39 પી એમ(PM) માર્ચ 1, 2025 7:39 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિશ્વ 21મી સદીના ભારત તરફ ખૂબ જ ઉત્સાહથી જોઈ રહી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિશ્વ 21મી સદીના ભારત તરફ ખૂબ જ ઉત્સાહથી જોઈ રહી છે. આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે NXT કોન્ક્લેવને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે વિશ્વભરના લોકો દેશને જાણવા માટે ભારત આવવા માંગે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે ભારત વિશ્વનું નવું ઉત્પાદન કેન્દ્ર બની રહ્યું...

માર્ચ 1, 2025 7:30 પી એમ(PM) માર્ચ 1, 2025 7:30 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં NXT કોન્ક્લેવમાં શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ પ્રધાનમંત્રી ટોની એબોટ સાથે મુલાકાત કરી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવી દિલ્હીમાં NXT કોન્ક્લેવમાં શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ પ્રધાનમંત્રી ટોની એબોટ સાથે મુલાકાત કરી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ હંમેશા ચર્ચા કરવા માટે ઉત્સુક રહે છે અને વિવિધ મુદ્દાઓ પર વિક્રમસિંઘ...

માર્ચ 1, 2025 3:01 પી એમ(PM) માર્ચ 1, 2025 3:01 પી એમ(PM)

views 5

બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે રોપ-વેની સુવિધા 6 દિવસ માટે બંધ રહેશે

બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે રોપ-વેની સુવિધા 6 દિવસ માટે બંધ રહેશે. બનાસકાંઠા જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે સમારકામને લઈને તારીખ 3 માર્ચ થી 8 માર્ચ સુધી રોપ-વે સુવિધા બંધ રહેશે. તારીખ 9 માર્ચથી રોપ-વે સુવિધા રાબેતા મુજબ શરૂ રહેશે.

માર્ચ 1, 2025 2:51 પી એમ(PM) માર્ચ 1, 2025 2:51 પી એમ(PM)

views 7

પાટણ શહેરના દ્વારકાધીશ મંદિર ખાતે હોલી રસિયા ઉત્સવ યોજાયો

પાટણ શહેરના દ્વારકાધીશ મંદિર ખાતે કાંકરોલી નરેશ વૈષ્ણવાચાર્ય પૂજ્ય વાગીશકુમારજીની નિશ્રામાં હોલી રસિયા ઉત્સવ યોજાયો. વૈષ્ણવ સંપ્રદાયમાં હોલી રશિયા ઉત્સવનું અનેરૂ મહત્વ રહેલું છે. આ ઉત્સવ અંતર્ગત ઠાકોરજીને ચાંદીના બંગલાનો મનોરથ સજાવીને તેમાં બિરાજમાન કરાયા હતા. દરમિયાન ફાગ અને હોળીના મધુર ગીતોની રમઝટ...

માર્ચ 1, 2025 2:39 પી એમ(PM) માર્ચ 1, 2025 2:39 પી એમ(PM)

views 10

મહેસાણા જિલ્લામાં ધોબીઘાટ વિસ્તારમાં પ્રાકૃતિક ખેત પેદાશોનું બજાર શરૂ કરાયું

મહેસાણા જિલ્લામાં ધોબીઘાટ વિસ્તારમાં ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે દર ગુરુવારે પ્રાકૃતિક ખેત પેદાશોનું બજાર શરૂ કરાય છે. અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે આ બજારમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત કરાયેલા ફળો અને શાકભાજીનું વેચાણ કરે છે. આ વખતે ખેડૂતોએ 40 હજાર રૂપિયાના ફળોનું વેચાણ કર્યું હતુ...

માર્ચ 1, 2025 2:28 પી એમ(PM) માર્ચ 1, 2025 2:28 પી એમ(PM)

views 74

‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત ગુજરાત દેશમાં બીજા ક્રમે રહ્યું

‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત ગુજરાત 17 કરોડથી વધુ વૃક્ષારોપણ સાથે દેશમાં બીજા ક્રમે રહ્યું છે. ‘એક પેડ મા કે નામ’ અભિયાન વિશે માહિતી આપતા વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરાએ આમ જણાવ્યું હતું. શ્રી બેરાએ ઉમેર્યું કે આ અભિયાન હેઠળ ભારતે અત્યાર સુધીમાં કુલ 121 કરોડથી વધુ વૃક્ષો વાવીને નવો રેકોર્ડ સ્...