જુલાઇ 25, 2025 7:23 પી એમ(PM)

printer

CAA હેઠળ રાજકોટમાં આજે 185 લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર અપાયા.

રાજકોટમાં આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 185 લોકોને ભારતીય નાગરિકત્વ મળતા તેમણે સરકારનો આભાર માન્યો. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આત્મીય યુનિવર્સિટી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 185 લોકોને ‘ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર’ એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ બાદ શ્રી સંઘવીએ ભારતીય નાગરિકતા મેળવનારા લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. શ્રી સંઘવીએ તેમને સરકાર તરફથી તમામ સહાયની ખાતરી આપી હતી.

ભારતીય નાગરિકતા પ્રાપ્ત થતાં મહિલા લાભાર્થીએ કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.