ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સંસ્થા-ICAI એ સપ્ટેમ્બરમાં લેવાયેલી CA ફાઉન્ડેશન અને ફાઈનલ પરીક્ષાના પરિણામ જાહેર કર્યા છે.
અમદાવાદના ક્રિતિ શર્મા CA ઇન્ટરમીડિયેટમાં દેશમાં બીજા ક્રમે રહ્યા છે. ઇન્ટરમીડિયેટમાં અમદાવાદના 6 ઉમેદવારોનો ટોપ 50માં સમાવેશ થયો છે. જેમાં ખુશવંત કુમારનો 18મો, પાર્થ જેટનીનો 25મો, પ્રીત ઠક્કરનો 25મો, દર્શિત વાસાણીયાનો 29મો રેન્ક, દિયા શાહનો 40 રેન્ક આવ્યો છે.
CA ફાઉન્ડેશનમાં અમદાવાદના સુમિત હસરાજનીનો 10મો રેન્ક, ઇશા અરોરાનો 20મો રેન્ક, આલોક પંચોરીનો 23 મો રેન્ક, મોક્ષિલ મહેતાનો 27મો રેન્ક, સક્ષમ જૈનનો 34 મો રેન્ક જ્યારે રાજકોટના જિગર રાચ્છનો ભારતમાં 20મો રેન્ક આવ્યો છે.
Site Admin | નવેમ્બર 3, 2025 7:36 પી એમ(PM)
CA ફાઉન્ડેશન અને ફાઈનલ પરીક્ષાના પરિણામ જાહેર