ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 7, 2025 7:52 પી એમ(PM)

printer

CA ની ફાઉન્ડેશન, ઇન્ટરમિડિએટ અને ફાઇનલની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું

ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયા —ICAI દ્વારા લેવામાં આવેલી CA ની ફાઉન્ડેશન, ઇન્ટરમિડિએટ અને ફાઇનલની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે. પ્રથમ વખતે ત્રણેય પરીક્ષાના પરિણામ સાથે જાહેર થયા છે. CA ફાઇનલમાં ટોપરમાં ઓલ ઈન્ડિયા ટોપરમાં 2 વિદ્યાર્થીઓ ટોપ 30માં આવ્યા છે. મહત્વનું છે કે અમદાવાદ ચેપ્ટરનું પરિણામ ગત વર્ષ કરતા ઘટ્યું છે.
અમદાવાદ ચેપ્ટરમા ફાઉન્ડેશનમાં 2હજાર 430 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 316 વિદ્યાર્થીઓ પાસ થયા છે એટલે 13 ટકા પરિણામ આવ્યું છે. CA ઇન્ટરમિડિયેટની પરીક્ષામાં એક હજાર 158 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 123 વિદ્યાર્થીઓ પાસ થયા છે એટલે કે 10.62 ટકા પરિણામ આવ્યું છે. CA ફાઇનલમાં 744 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 144 વિદ્યાર્થી પાસ થયા છે એટલે કે 19.35 ટકા પરિણામ આવ્યું છે. અમદાવાદના બે વિદ્યાર્થી ઓલ ઈન્ડિયા રેન્ક મેળવ્યો છે. પ્રિયલ જૈને 18મો જ્યારે પાર્થ શાહે 28 મો રેન્ક મેળવ્યો છે.