મે 15, 2025 9:52 એ એમ (AM)

printer

C.B.S.E.ની પરીક્ષાના જાહેર થયેલા પરિણામમાં અમદાવાદની ઈશાની દેબનાથે ધોરણ 12 હ્યુમેનિટીઝમાં દેશમા પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ

CBSE બોર્ડનું ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર થયું છે. જેમાં અમદાવાદના પ્રહલાદનગરમાં રહેતી ઈશાની દેબનાથે ધોરણ 12 હ્યુમેનિટીઝમાં 100 ટકા મેળવ્યા છે. ઈશાની દેબનાથે હ્યુમેનિટીઝમાં તમામ વિષયમ 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે. ઈશાની દેશભરમાં ધોરણ 12 હ્યુમેનિટીઝમાં પ્રથમ ક્રમે આવી છે. ઈશાનીએ શરૂઆતથી જ ટ્યુશન વિના અભ્યાસ કર્યો હતો. ધોરણ 12માં પણ તે સ્કૂલના અભ્યાસ પર ધ્યાન રાખતી હતી. હવે તે ભવિષ્યમાં સાયકલોજીનો અભ્યાસ કરવા ઈચ્છે છે.ઇશાનીએ જણાવ્યું હતું કે, મારા શિક્ષક અને વાલી મને સહયોગ કરતા હતા. હું ટ્યુશન વિના સ્કૂલમાં ભણતી હતી. હું સમય કાઢીને શોર્ટ સ્ટોરી અને ટીવી જોતી હતી. હું શરૂઆતથી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી ન હતી

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.