પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય સંચાર નિગમ લિમિટેડ – BSNL દ્વારા સ્થાપિત 97 હજાર પાંચથી વધુ નવા ફૉર-જી મૉબાઈલ ટાવરનો ઓડિશાથી શુભારંભ કરાવ્યો. BSNLની રજત જયંતી નિમિત્તે રાજ્યકક્ષાનો ઉદ્ઘાટન કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાયો. તેમાં કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા.
આ પ્રસંગે શ્રી પટેલે કહ્યું, દેશના ગ્રામીણ નાગરિકોને આજે સ્વદેશી 4-જી નૅટવર્કની ભેટ મળી છે. આજનો આ કાર્યક્રમ સ્વદેશી અભિયાનને વધુ વેગ આપશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો. BSNLને અભિનંદન પાઠવતા શ્રી પટેલે કહ્યું, ગુજરાતમાં ચાર હજાર જેટલા BSNLના 4-જી ટાવર બનાવાયા છે. તેનાથી 10 હજારથી વધુ ગામને 4-જી મૉબાઈલ સેવાનો લાભ મળશે.
Site Admin | સપ્ટેમ્બર 27, 2025 3:17 પી એમ(PM)
BSNLની રજત જયંતી નિમિત્તે રાજ્યકક્ષાનો ઉદ્ઘાટન કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાયો.