જમ્મુ અને કાશ્મીરમાં, સરહદ પારથી થતી દાણચોરીની ઘટનાઓ બાદ સુરક્ષા દળોએ આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા પર સતર્કતા વધારી દીધી છે. ગુરેઝ, ઉરી, કરનાહ અને તંગધાર સેક્ટર સહિતના મુખ્ય સરહદી ક્ષેત્રો તેમજ જમ્મુ ક્ષેત્રના મહત્વપૂર્ણ વિસ્તારો પર સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય સરહદ પર, BSF કર્મચારીઓ સતત પેટ્રોલિંગ, ડિજિટલ સર્વેલન્સ અને અન્ય સાવચેતીના પગલાં લઈ રહ્યા છે.
દરમ્યાન સરહદ સુરક્ષા દળ -BSF એ સાંબા જિલ્લામાં સરહદ નજીક પાકિસ્તાની ડ્રોન દ્વારા ફેંકવામાં આવેલ શસ્ત્રો અને દારૂગોળાનો જથ્થો જપ્ત કર્યો છે. બીજી તરફ નિયંત્રણ રેખા નજીક અખનૂર સેક્ટરના ખારાહ ગામમાં એક શંકાસ્પદ કબૂતર પકડાયું હતું. જેના પર “રહેમત સરકાર” અને “રિઝવાન 2025” લખેલું હતું.
Site Admin | જાન્યુઆરી 11, 2026 1:01 પી એમ(PM)
BSF એ જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લામાં સરહદ નજીક પાકિસ્તાની ડ્રોન દ્વારા ફેંકવામાં આવેલ શસ્ત્રો અને દારૂગોળાનો જથ્થો જપ્ત કર્યો