માર્ચ 26, 2025 2:08 પી એમ(PM)

printer

BJP ના લઘુમતી મોરચાએ સૌગાત-એ-મોદી અભિયાન શરૂ કર્યુઃ વંચિત મુસ્લિમોને વિશેષ કિટનું વિતરણ કરાશે

ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાએ સૌગાત-એ-મોદી અભિયાન શરૂ કર્યું છે, જેનો ઉદ્દેશ ઈદ પહેલા દેશભરના 32 લાખ વંચિત મુસ્લિમોને વિશેષ કિટનું વિતરણ કરવાનો છે. આ પહેલ એ સુનિશ્ચિત કરવા માગે છે કે, ગરીબ મુસ્લિમ પરિવારો કોઈપણ મુશ્કેલી વિના તહેવારની ઉજવણી કરી શકે.
આકાશવાણી સમાચાર સાથે વાત કરતા, ભાજપના લઘુમતી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જમાલ સિદ્દીકીએ જણાવ્યું હતું. આ અભિયાનના ભાગરૂપે લઘુમતી મોરચાના 32 હજાર કાર્યકરો જરૂરિયાતમંદો સુધી પહોંચવા માટે દેશભરમાં
32 હજાર મસ્જિદો સાથે સહયોગ કરશે. શ્રી જમાલ સિદ્દીકીએ અભિયાનના વ્યાપક દ્રષ્ટિકોણની માહિતી આપી.