ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

માર્ચ 6, 2025 2:28 પી એમ(PM)

printer

BJP દ્વારા આજે વિવિધ જિલ્લા અને શહેરના પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી

ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે વિવિધ જિલ્લા અને શહેરના પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હાલના પ્રમુખ અનિલ પટેલને રીપિટ કરવામાં આવ્યા છે. પ્રદેશ મહામંત્રી રજની પટેલે તેમના નામની જાહેરાત કરી હતી.
જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ તરીકે ગૌરવ રૂપારેલિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચંદુ મકવાણાની વરણી કરવામાં આવી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી જયંતિ કુંડારીયાએ આજે જુનાગઢ ભાજપ કાર્યાલય ખાતે આ બંને નામની જાહેરાત કરી હતી.
મહીસાગર જિલ્લાના ભાજપ પ્રમુખ દશરથ બારીયાની નિમણૂક કરાઇ હતી. ભાવનગર શહેર ભાજપના પ્રમુખ તરીકે કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયર કુમારભાઈ શાહના નામની જાહેરાત કરવામાં આવી હતી.
જામનગર જિલ્લાના ભાજપ પ્રમુખ તરીકે ડોક્ટર વિનોદ ભંડેરીના નામની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપ દ્વારા સુરજ વસાવાની તાપી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે વરણી કરાઇ છે.
મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ગીરીશ રાજગોરની નિમણૂક કરાઈ છે જ્યારે બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે કીર્તિસિંહ વાઘેલા અને નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભૂરાભાઈ શાહને રિપીટ કરાયા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.