ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની પસંદગી સમિતિએ બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમમાં કોઈ ફેરફાર નથી કર્યો. બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે.
ગઈકાલે ભારતે પ્રથમ ટેસ્ટનાં ચોથા દિવસે બાંગલાદેશને 280 રનથી હરાવીને શ્રેણીમાં 1 શૂન્યથી સરસાઈ મેળવી લીધી છે. બીજી ટેસ્ટમાં ભારતીય ટીમમાં કેપ્ટન રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, શુબમન ગિલ, વિરાટ કોહલી, કે.એલ. રાહુલ, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા સહિતનાં ખેલાડીઓનો સમાવેશ થાય છે.
Site Admin | સપ્ટેમ્બર 23, 2024 2:09 પી એમ(PM)
BCCI ની પસંદગી સમિતિએ બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમમાં કોઈ ફેરફાર નથી કર્યો
