ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ-BCCI એ 21 સપ્ટેમ્બરના રોજ એશિયા કપના સુપર ફોર મુકાબલા દરમિયાન પાકિસ્તાની ક્રિકેટરો સાહિબજાદા ફરહાન અને હરિસ રૌફ સામે તેમના અયોગ્ય વર્તન બદલ સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી છે.
ભારતીય ટીમે ગેરવર્તણૂક બદલ બંને ખેલાડીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પાકિસ્તાનની ઇનિંગ દરમિયાન, ઓપનર સાહિબજાદા ફરહાને બંદૂકની જેમ બેટ પકડીને પોતાની અડધી સદીની ઉજવણી કરી. જ્યારે ઝડપી બોલર હરિસ રૌફે ભારતીય દર્શકો તરફ આંગળીઓ ઉંચી કરીને 0-6 નો સંકેત આપ્યો હતો.
Site Admin | સપ્ટેમ્બર 25, 2025 2:02 પી એમ(PM)
BCCI એ પાકિસ્તાની ક્રિકેટરો સાહિબજાદા ફરહાન અને હરિસ રૌફ સામે તેમના અયોગ્ય વર્તન બદલ ફરિયાદ નોંધાવી