ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 28, 2024 2:55 પી એમ(PM) | BCCI | ICC

printer

BCCIના વર્તમાન માનદ સચિવ જય શાહને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ- ICCના સ્વતંત્ર અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા

BCCIના વર્તમાન માનદ સચિવ જય શાહને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ- ICCના સ્વતંત્ર અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે. તેઓ અધ્યક્ષ પદ માટે એકમાત્ર નોમિની હતા. તેઓ આ વર્ષે પહેલી ડિસેમ્બરે તેમનું પદ સંભાળશે. 35 વર્ષના જય શાહ આ હોદ્દો સંભાળનાર યુવા અધ્યક્ષ છે.
20મી ઓગસ્ટનાં રોજ જાહેરાત કરવામાં આવી હતી કે, ICCના વર્તમાન અધ્યક્ષ ગ્રેગ બારકલે ત્રીજી મુદત નહીં માંગે અને નવેમ્બરમાં તેમની મુદત પૂર્ણ થયે રાજીનામું આપશે.