નવેમ્બર 4, 2025 9:36 એ એમ (AM)

printer

BCCIએ વિશ્વ કપ જીતવાની ઐતિહાસિક સિદ્ધિ બદલ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને પસંદગી સમિતિને 51 કરોડના રોકડ પુરસ્કારની જાહેરાત કરી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ પ્રથમ વખત ICC મહિલા ક્રિકેટ વિશ્વકપ જીતવાની ઐતિહાસિક સિદ્ધિ બદલ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને પસંદગી સમિતિને 51 કરોડ રૂપિયાના રોકડ પુરસ્કારની જાહેરાત કરી છે.BCCIએ એક નિવેદનમાં જણાવ્યું કે, સપોર્ટ સ્ટાફ અને દરેક હિસ્સેદારોએ અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું, અને દેશભરના લાખો ચાહકોની આકાંક્ષાઓને પૂર્ણ કરી છે. આ ઐતિહાસિક જીત પર બોલતા BCCI પ્રમુખ મિથુન મનહાસે કહ્યંપ કે ટીમની પ્રતિભા અને એકતાએ આપણા દેશની અપેક્ષાઓ વધારી છે