ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બૉર્ડ BCCIએ આજે દક્ષિણ આફ્રિકા સામેની આગામી બે મૅચની ટેસ્ટ શ્રેણી માટે 15 સભ્યની ટીમની જાહેરાત કરી છે. આગામી 14 નવેમ્બરે આ શ્રેણીનો કોલકાતામાં પ્રારંભ થશે. આ વર્ષની શરૂઆતમાં માન્ચેસ્ટરમાં ઇંગ્લૅન્ડ સામે ચોથી ટેસ્ટ દરમિયાન ઇજામાંથી સ્વસ્થ થયા બાદ ઉપ—સુકાની ઋષભ પંત ટીમમાં પરત આવ્યા છે. પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને ઝડપી બૉલર આકાશદીપને પણ ટેસ્ટ ટીમમાં પરત લવાયા છે.
ભારતના ઝડપી બોલરમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ હશે. જ્યારે રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને વૉશિંગ્ટન સુંદર સ્પિન યુનિટનું નેતૃત્વ કરશે.
શ્રેણીની પહેલી મેચ 14 નવેમ્બરથી કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે. જ્યારે આસામના ગુવાહાટી આ મહિનાની 22 તારીખથી બીજી મેચનું આયોજન કરશે.
Site Admin | નવેમ્બર 5, 2025 7:34 પી એમ(PM)
BCCIએ દક્ષિણ આફ્રિકા સામેની આગામી બે મૅચની ટેસ્ટ શ્રેણી માટે 15 સભ્યની ટીમની જાહેરાત કરી