BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક નેતા મહંત સ્વામી મહારાજને ન્યૂ યોર્કમાં ફોરમ ઓન ફેઇથ 2025 ખાતે “ઉત્તમ સમુદાય નિર્માણમાં વિશિષ્ઠ ઉપલબ્ધિ” પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. શ્રદ્ધાથી પ્રેરિત સેવા દ્વારા સંવાદિતાને પ્રોત્સાહન આપવા, પરિવારોને મજબૂત બનાવવા અને સમાજમાં પરિવર્તન લાવવામાં તેમના અવિશ્વસનીય વૈશ્વિક નેતૃત્વ માટે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આધ્યાત્મિક સંગઠન દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, આ સન્માન માનવ કલ્યાણ અને એકતામાં BAPSના અસાધારણ યોગદાનને માન્યતા આપે છે.
Site Admin | ઓક્ટોબર 26, 2025 9:36 એ એમ (AM)
BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક નેતા મહંત સ્વામી મહારાજને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા