નવેમ્બર 24, 2025 3:00 પી એમ(PM) નવેમ્બર 24, 2025 3:00 પી એમ(PM)

views 6

ગાંધીનગરના પાલજ ગામની સરકારી પ્રાથમિક શાળાએ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય સ્તરે નવા વિક્રમ અને સિદ્ધિ મેળવી

ગાંધીનગરના પાલજ ગામની સરકારી પ્રાથમિક શાળાએ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય સ્તરે નવા વિક્રમ અને સિદ્ધિ મેળવી છે. શાળાને 900થી વધુ સિક્કાના સંગ્રહ બદલ “વર્લ્ડવાઈડ બૂક ઑફ રૅકોર્ડ”માં સ્થાન મળ્યું છે. જ્યારે ભારતીય ટૅક્નોલૉજી સંસ્થા – IIT પ્રેરિત “ક્યૂરિયોસિટી કાર્નિવલ - 2025” પ્રથમ ક્રમ અને રાજ્ય...

નવેમ્બર 24, 2025 3:00 પી એમ(PM) નવેમ્બર 24, 2025 3:00 પી એમ(PM)

views 5

મહેસાણાની દૂધસાગર ડૅરીમાં નિયામક મંડળની ચૂંટણી માટે ડૅરીના વર્તમાન અધ્યક્ષ અશોક ચૌધરીએ આજે ઉમેદવારીપત્રક ભર્યું.

મહેસાણાની દૂધસાગર ડૅરીમાં નિયામક મંડળની ચૂંટણી માટે ઉમેદવારીપત્રક ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે ડૅરીના વર્તમાન અધ્યક્ષ અશોક ચૌધરીએ પણ આજે ઉમેદવારીપત્રક ભર્યું. આવતીકાલે પત્રકોની ચકાસણી કરાશે. ચૂંટણી અધિકારી દેવાન્ગ રાઠોડે જણાવ્યું, અત્યાર સુધીમાં 60 જેટલા પત્રકનું વિતરણ થયું છે. ઉમેદવારો આગામી 2...

નવેમ્બર 24, 2025 2:24 પી એમ(PM) નવેમ્બર 24, 2025 2:24 પી એમ(PM)

views 17

રાષ્ટ્રપતિએ ન્યાયાધીશ સૂર્યકાંતને આજે ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ તરીકેના શપથ લેવડાવ્યાં

ન્યાયાધીશ સૂર્યકાંતે આજે ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ ગ્રહણ કર્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સવારે રાષ્ટ્રપતિ ભવનમાં જસ્ટિસ સૂર્યકાંતને શપથ લેવડાવ્યા. જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ બી.આર. ગવઈના અનુગામી બનશે. તેમણે 1984માં હિસાર જિલ્લા અદાલતમાં કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી હતી. શપથ ગ્રહણ સમારોહ...

નવેમ્બર 24, 2025 2:23 પી એમ(PM) નવેમ્બર 24, 2025 2:23 પી એમ(PM)

views 7

ભારતીય નૌકાદળે માહે-ક્લાસ એન્ટિ-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટના પ્રથમ જહાજ, INS માહેને કમિશન કર્યું

ભારતીય નૌકાદળે આજે મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે માહે-ક્લાસ એન્ટિ-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટના પ્રથમ જહાજ, INS માહેને કમિશન કર્યું. આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ મુખ્ય અતિથિ તરીકે સમારોહની અધ્યક્ષતા કરી.. આ જહાજની વિશેષતા એ છે કે છિછરા પાણીમાં પણ ઉત્તમ કામગીરી બજાવી શકે છે. કોચીન શિપયાર્ડ લિમિ...

નવેમ્બર 24, 2025 2:22 પી એમ(PM) નવેમ્બર 24, 2025 2:22 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લચિત દિવસ પર અહોમ સેનાપતિ લચિત બોરફૂકનને શ્રદ્ધાંજલિ અર્પી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લચિત દિવસ પર અહોમ સેનાપતિ લચિત બોરફૂકનને શ્રદ્ધાંજલિ અર્પી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેમની વીરતા નવી પેઢી માટે પ્રેરણારૂપ છે.

નવેમ્બર 24, 2025 2:21 પી એમ(PM) નવેમ્બર 24, 2025 2:21 પી એમ(PM)

views 17

પાકિસ્તાનના પેશાવરમાં ફ્રન્ટિયર કોન્સ્ટેબ્યુલરી મુખ્યાલય પર આત્મઘાતી હુમલામાં ત્રણ સુરક્ષા કર્મચારીઓના મોત

પાકિસ્તાનમાં અજાણ્યા શખ્સોએ આજે પેશાવરમાં ફ્રન્ટિયર કોન્સ્ટેબ્યુલરી મુખ્યાલય પર હુમલો કર્યો. આ હુમલામાં બે મોટા વિસ્ફોટ થયા અને કમ્પાઉન્ડની અંદર ભારે ગોળીબાર થયો. પ્રારંભિક અહેવાલો મુજબ, ત્રણ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા અને ઉચ્ચ સુરક્ષા ઝોનને બંધ કરી દેવામાં આવ્યો છે. આ હુમલો મુખ્ય દરવાજા પર આત્મઘા...

નવેમ્બર 24, 2025 2:20 પી એમ(PM) નવેમ્બર 24, 2025 2:20 પી એમ(PM)

views 6

ભારતનું અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષમાં 6.5 ટકા અને આગામી નાણાકીય વર્ષમાં 6.7 ટકાના દરે વૃદ્ધિ પામે તેવુ સ્ટાન્ડર્ડ એન્ડ પુઅરના વૈશ્વિક રેટિંગ્સનું અનુમાન

સ્ટાન્ડર્ડ એન્ડ પુઅરના વૈશ્વિક રેટિંગ્સમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે, ભારતનું અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષમાં 6.5 ટકા અને આગામી નાણાકીય વર્ષમાં 6.7 ટકાના દરે વૃદ્ધિ પામશે. તેમજ અપેક્ષિત કર ઘટાડા અને નાણાકીય નીતિમાં સરળતાથી વપરાશ આધારિત વૃદ્ધિમાં વધારો થશે. ભારતનો વાસ્તવિક GDP ચાલુ નાણાકીય વર્ષના ...

નવેમ્બર 24, 2025 1:59 પી એમ(PM) નવેમ્બર 24, 2025 1:59 પી એમ(PM)

views 15

પાંચમી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનો આજથી રાજસ્થાનમાં આરંભ થશે

પાંચમી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ આજથી રાજસ્થાનમાં શરૂ થઈ રહી છે. દેશભરની 230 યુનિવર્સિટીઓના લગભગ પાંચ હજાર વિદ્યાર્થી-એથ્લેટ્સ આ મેગા સ્પોર્ટિંગ ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. ખો-ખોની ઉદઘાટન મેચ સાથે કુલ 23 રમતની સ્પર્ધાઓ યોજાશે. આ ઇવેન્ટ્સ જયપુર, ઉદયપુર, જોધપુર, કોટા, અજમેર, ભરતપુર અને બિકાનેરમાં ...

નવેમ્બર 24, 2025 3:04 પી એમ(PM) નવેમ્બર 24, 2025 3:04 પી એમ(PM)

views 7

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરેક શહેરના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરેક શહેરના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. જામનગરમાં 622 કરોડ રૂપિયાથી વધુના 69 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતાં શ્રી પટેલે કહ્યું, ગત ત્રણ દિવસમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં એક હજાર 800 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોના લોકાર્પણ ...

નવેમ્બર 24, 2025 9:22 એ એમ (AM) નવેમ્બર 24, 2025 9:22 એ એમ (AM)

views 18

અમદાવાદમાં યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવમાં એક હજાર 900 ખેલાડીઓએ ભાગ લીધો

અમદાવાદમાં એસ જી હાઇવે સ્થિત હિરામણી શિક્ષણ સંકુલમાં 21થી 23 નવેમ્બર દરમિયાન સાંસદ નરહરિ અમીનના નેજા હેઠળ ખેલ મહોત્સવ યોજાયો હતો. જેમાં ગાંધીનગર સહિતની વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓએ ખોખો, કબડ્ડી, લીંબુ ચમચી જેવી નવ અલગ અલગ રમતોમાં ભાગ લીધો હોવાનું સાંસદ નરહરિ અમીને જણાવ્યું હતું.