માર્ચ 6, 2025 7:16 પી એમ(PM)

views 11

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી-RRU એ ગાંધીનગર પોલીસ માટે દેશના પ્રથમ સ્માર્ટ સિટી પોલીસ પ્રોજેક્ટનો શુભારંભ કર્યો.

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી-RRU એ ગાંધીનગર પોલીસ માટે દેશના પ્રથમ સ્માર્ટ સિટી પોલીસ પ્રોજેક્ટનો શુભારંભ કર્યો. આ અંગે RRUના સંશોધન અધિકારી આદિત્ય પુરોહિતે જણાવ્યું કે, આ પ્રોજેક્ટથી ગાંધીનગર પોલીસને આધુનિક ટેકનોલોજી અને ડેટા-ડ્રિવન વ્યવસ્થાનો લાભ મળશે.

માર્ચ 6, 2025 7:15 પી એમ(PM)

views 7

સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં ગોડાઉનમાં આગ લગતા આશરે 50 હજાર કિલોથી વધુ મગફળીનો જથ્થો બળીને ખાખ થયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં ગોડાઉનમાં આગ લગતા આશરે 50 હજાર કિલોથી વધુ મગફળીનો જથ્થો બળીને ખાખ થયો હતો. જેમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનાં અહેવાલ છે. ઉલ્લેખનીય છે કે, ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી અને એફસીઆઈના ગોડાઉનમાં મૂકવામાં આવી હતી. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળ...

માર્ચ 6, 2025 7:14 પી એમ(PM)

views 12

ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામમાંથી લાઈમ સ્ટોનની ચોરી પકડાઈ

ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામમાંથી લાઈમ સ્ટોનની ચોરી પકડાઈ છે. મહેસૂલ વિભાગ તથા ખાણ-ખનીજ કચેરીની સંયુક્ત ટીમે વિઠ્ઠલપુર ગામની ક્વોરી લીઝની તપાસ કરી માપણી કરી હતી. જેમાં 85 હજાર 764 મેટ્રિક ટન જથ્થો ગેરકાયદેસર રીતે નિકાસ કરાયો હોવાનું જણાયુ હતું. ગેરકાયદેસર નિકાસ બાબતે કુલ 4 કરોડ...

માર્ચ 6, 2025 2:42 પી એમ(PM)

views 18

ગાંધીનગર ખાતે પશુપાલન વિભાગ હેઠળના ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની નવી કચેરીનું લોકાર્પણ

કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે ગાંધીનગર ખાતે પશુપાલન વિભાગ હેઠળના ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની નવી કચેરીનું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ બાદ શ્રી પટેલે બોર્ડના અધિકારી-કર્મચારીઓ સાથે સંવાદ કરીને તેમની કામગીરીની સમીક્ષા કરી હતી. સાથે જ તેમણે રાજ્યના પશુઓ-પ્રાણીઓના કલ્યાણ માટે વધુ ઉત્સાહ સાથે ...

માર્ચ 6, 2025 2:40 પી એમ(PM)

views 17

અમદાવાદ એરપોર્ટ ખાતે પાર્કિંગ સેવાઓ માટે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ શરૂ કરાઈ

અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટે તેની પાર્કિંગ સેવાઓ માટે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ રજૂ કરીને મુસાફરોની સુવિધા વધારવા મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ નવતર પહેલ થકી મુસાફરો UPI, ડિજિટલ વોલેટ્સ, ડેબિટ, ક્રેડિટ કાર્ડ્સ અથવા ફાસ્ટેગ-આધારિત ઓટોમેટિક ડિડક્શન દ્વારા પાર્કિંગ ચાર્જ સરળતાથી ચૂ...

માર્ચ 6, 2025 2:36 પી એમ(PM)

views 13

નવસારીમાં વાંસી-બોરસી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ‘લખપતિ દીદી સંમેલન’ નું આયોજન કરાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી રાજ્યની બે દિવસની મુલાકાતે આવનાર છે. આ દરમિયાન, 8 માર્ચ, એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે શ્રી મોદીની અધ્યક્ષતામાં નવસારીમાં વાંસી-બોરસી ખાતે ‘લખપતિ દીદી સંમેલન’ નું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીનાં હસ્તે રાજ્યની 25 હજારથી વધુ...

માર્ચ 6, 2025 2:28 પી એમ(PM)

views 13

BJP દ્વારા આજે વિવિધ જિલ્લા અને શહેરના પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી

ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે વિવિધ જિલ્લા અને શહેરના પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હાલના પ્રમુખ અનિલ પટેલને રીપિટ કરવામાં આવ્યા છે. પ્રદેશ મહામંત્રી રજની પટેલે તેમના નામની જાહેરાત કરી હતી. જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ તરીકે ગૌરવ રૂપારેલિયા અને જિલ્લા ભાજપ પ્રમુ...

માર્ચ 6, 2025 2:26 પી એમ(PM)

views 8

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત થતાં ત્રણ વ્યક્તિના મોત થયા

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત થતાં ત્રણ વ્યક્તિના મોત થયા. સુરેન્દ્રનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે એક પરિવાર અમદાવાદથી ધાંગધ્રા પરત આવી રહ્યો હતો ત્યારે તેમની કાર અને ટેલર વચ્ચે હરીપર પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં પ્રફુલ્લાબેન મા...

માર્ચ 6, 2025 2:20 પી એમ(PM)

views 8

પ્રવાસનને વેગ મળતાં આ દાયકો ઉત્તરાખંડનો હશે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસના ઉત્તરાખંડના પ્રવાસે છે. મુખવામાં એક જનસભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, “આ દાયકો ઉત્તરાખંડનો દાયકો હશે.” શ્રી મોદીએ ઉત્તરાખંડ સરકારના 365 દિવસના વિઝનની પ્રશંસા કરતા કહ્યું, આના કારણે આખું વર્ષ રાજ્યને પ્રવાસનથી રોજગારી મળશે. શ્રી મોદીએ ઉદ્યોગ ક્ષેત્રના લોકોને,...

માર્ચ 6, 2025 2:19 પી એમ(PM)

views 16

જમ્મુ અને કાશ્મીર મંત્રીમંડળે નવા વેપાર નિયમોને મંજૂરી આપી

જમ્મુ અને કાશ્મીરમાં, ઓમર અબ્દુલ્લા સરકારની રચનાના લગભગ સાડા ચાર મહિના પછી, મંત્રીમંડળે ગઇકાલે જમ્મુ અને કાશ્મીર માટે વેપાર નિયમોને મંજૂરી આપી હતી, જે હવે ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હાને મંજૂરી માટે મોકલવામાં આવશે. આકાશવાણી જમ્મુ સંવાદદાતાના અહેવાલ મુજબ, સરકારની ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા નિયમોને અંતિમ સ્વર...