માર્ચ 9, 2025 8:00 પી એમ(PM)

views 14

દુબઇમાં રમાઇ રહેલી ભારત અને ન્યુઝિલેડ વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં ભારતે આક્રમક શરૂઆત કરી હતી.

દુબઇમાં રમાઇ રહેલી ભારત અને ન્યુઝિલેડ વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં ભારતે આક્રમક શરૂઆત કરી હતી.ભારતને મળેલા જીત માટેના 252 રનના લક્ષ્યાંકના જવાબમાં છેલ્લા અહેવાલ મુજબ 2 વિકેટ ગુમાવીને 21 ઓવરમાં 115.રન કર્યા હતા. કેપ્ટન રોહિત શર્મા અને ગીલના ઓપનિંગ જોડીએ આક્રમક શરૂઆત કરીને અડધી સદીની ભાગીદ...

માર્ચ 9, 2025 7:58 પી એમ(PM)

views 14

ઓસ્ટ્રેલિયામાં, એક વ્યક્તિ ડૂબી ગઈ છે, અને 13 સૈનિકો ઘાયલ થયા છે કારણ કે ઉષ્ણકટિબંધીય ચક્રવાત આલ્ફ્રેડ દેશના પૂર્વ કિનારા પર અસર પહોંચાડી રહ્યું છે.

ઓસ્ટ્રેલિયામાં, એક વ્યક્તિ ડૂબી ગઈ છે, અને 13 સૈનિકો ઘાયલ થયા છે કારણ કે ઉષ્ણકટિબંધીય ચક્રવાત આલ્ફ્રેડ દેશના પૂર્વ કિનારા પર અસર પહોંચાડી રહ્યું છે, જેના કારણે 3 લાખથી વધુ લોકો વીજ સમસ્યાને લીધે અંધારપટનો સામનો કરી રહ્યા છે. બીજી શ્રેણીનો ચક્રવાત, આલ્ફ્રેડ નીચાણવાળા વિસ્તારમાં નબળું પડી ગયું હતું, પ...

માર્ચ 9, 2025 7:57 પી એમ(PM)

views 13

જાપાનના નિષ્ણાતોએ હોક્કાઈડોના કિનારે સંભવિત વિનાશક ભૂકંપની ચેતવણી

જાપાનના નિષ્ણાતોએ હોક્કાઈડોના કિનારે સંભવિત વિનાશક ભૂકંપની ચેતવણી આપી હતી તોહોકુ અને હોક્કાઈડો યુનિવર્સિટીના સંશોધકોની એક ટીમે, જાપાન એજન્સી ફોર મરીન-અર્થ સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે મળીને ચેતવણી આપી છે કે દરિયાની અંદર ખાઈમાં કંપનને કારણે મોટો ભૂકંપ આવી શકે છે, જે કદાચ 9 ની તીવ્રતા સુધી પહોંચી શકે છે...

માર્ચ 9, 2025 7:55 પી એમ(PM)

views 16

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે પી નડ્ડાએ તમામની આરોગ્ય સેવા વધુ સઘન બનાવવા જાહેર આરોગ્ય સંસ્થાઓને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાને દોહરાવી છે.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે પી નડ્ડાએ તમામની આરોગ્ય સેવા વધુ સઘન બનાવવા જાહેર આરોગ્ય સંસ્થાઓને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાને દોહરાવી છે. તેઓ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ સંસ્થા-NIHFW ના 48મા વાર્ષિક દિવસ ઉજવણીને વર્ચ્યુઅલી સંબોધિત કરી રહ્યા હતા. શ્રી નડ્ડાએ જણ...

માર્ચ 9, 2025 7:53 પી એમ(PM)

views 22

બાંગ્લાદેશમાં, દેશભરની વિવિધ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ તાજેતરમાં મગુરામાં આઠ વર્ષની બાળકી પર થયેલી દુષ્કર્મની ઘટનાઓનો જેવી અનેક ઘટનાઓ સામે દેખાવો કર્યા છે.

બાંગ્લાદેશમાં, દેશભરની વિવિધ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ તાજેતરમાં મગુરામાં આઠ વર્ષની બાળકી પર થયેલી દુષ્કર્મની ઘટનાઓનો જેવી અનેક ઘટનાઓ સામે દેખાવો કર્યા છે અને દુષ્કર્મીઓને મૃત્યુદંડની માંગ કરી છે. ગઈકાલે રાત્રે, ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા, દેશભરમાં બનેલી ઘટન...

માર્ચ 9, 2025 7:52 પી એમ(PM)

views 20

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે પી નડ્ડાએ આરોગ્ય સેવા વધુ સઘન બનાવવા જાહેર આરોગ્ય સંસ્થાઓને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાદોહરાવી

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે ત્રિપુરામાં છોકરીઓ માટે બે નવી યોજનાઓ, મુખ્યમંત્રી બાલિકા સમૃદ્ધિ યોજના અને મુખ્યમંત્રી કન્યા આત્મનિર્ભર યોજનાની જાહેરાત કરી. ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારના સતત સાતમા વર્ષની ઉજવણી નિમિત્તે અગરતલાના સ્વા...

માર્ચ 9, 2025 7:50 પી એમ(PM)

views 12

સંવાદથી સમાધાનની પરંપરા મિથિલાંચલે આંરભી હોવાનું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે શાશ્વત મિથિલા મહોત્સવના ઉદઘાટન પ્રસંગે કહ્યું હતું

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે મિથિલાની ધરતી જ્ઞાન, અનુષ્ઠાન અને અનુસંધાનની ધરતી છે. ગુજરાતનાં ગાંધીનગરમાં આયોજિત શાશ્વત મિથિલા મહોત્સવ 2025માં શ્રી શાહે આમ જણાવ્યું હતું. શ્રી શાહે ઉમેર્યું કે સંવાદથી સમાધાનની પરંપરા મિથિલાંચલમાં સ્થાપિત થઈ હતી. શ્રી શાહ ગાંધીનગર ખાતે વિજ્ઞાન ...

માર્ચ 9, 2025 7:28 પી એમ(PM)

views 8

રેલવે દ્વારા હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને આજથી 28 એપ્રિલ સુધી પાટણ અને રાજકોટ-લાલકુઆ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવાઈ રહી છે.

રેલવે દ્વારા હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને આજથી 28 એપ્રિલ સુધી પાટણ અને રાજકોટ-લાલકુઆ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવાઈ રહી છે.આ ટ્રેન દર રવિવારે બપોરે 1 વાગીને 10 મિનીટે લાલકુઆથી પ્રસ્થાન કરી સોમવારે બપોરે પાટણ અને સાંજે રાજકોટ પહોંચશે.તેવી જ રીતે આ ટ્રેન દર સોમવારે રાત્રે સાડા દસ વાગ્યે રાજકોટ થી પ્રસ્થ...

માર્ચ 9, 2025 7:27 પી એમ(PM)

views 15

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું કે પાંચ વર્ષમાં બે લાખ જેટલી સેવા સહકારી મંડળીઓ અને પ્રાથમિક દૂધ ઉત્પાદક મંડળીઓને કૉ-ઑપરેટિવ ઝૂંબેશ સાથે જોડાશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે પાંચ વર્ષમાં બે લાખ જેટલી સેવા સહકારી મંડળીઓ અને પ્રાથમિક દૂધ ઉત્પાદક મંડળીઓને કૉ-ઑપરેટિવ ઝૂંબેશ સાથે જોડવામાં આવશે. અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કોઓપરેટિવ બેંકના અમદાવાદના જેતલપુર ખાતે યોજાયેલા સ્વર્ણિમ શતાબ્દી સમાપન સમારોહ પ્રસંગે બોલતા તેમણે કહ્...

માર્ચ 9, 2025 7:22 પી એમ(PM)

views 25

ગુજરાત રાજ્યના ત્રીજા નંબરના કડાણા ડેમના નિર્માણને 48 વર્ષ પૂર્ણ થયા બાદ હવે પ્રથમ વાર તેના દરવાજા બદલવાની કામગીરી હાથ ધરાઇ છે.

ગુજરાત રાજ્યના ત્રીજા નંબરના કડાણા ડેમના નિર્માણને 48 વર્ષ પૂર્ણ થયા બાદ હવે પ્રથમ વાર તેના દરવાજા બદલવાની કામગીરી હાથ ધરાઇ છે. સિંચાઇ વિભાગ દ્વારા કુલ 27 દરવાજા બદલવા માટે મંજુરી માંગવામાં આવી હતી. જેમાં હાલ નવ ગેટ બદલવા માટે પરવાનગી આપવામાં આવી છે જે ત્રણ વર્ષમાં બદલવામાં આવશે. સિંચાઇ વિભાગ દ્વારા...