નવેમ્બર 30, 2025 9:10 એ એમ (AM) નવેમ્બર 30, 2025 9:10 એ એમ (AM)

views 9

થાઈલેન્ડના વિદેશ મંત્રી આજથી ભારતની ચાર દિવસની મુલાકાતે -વિદેશમંત્રી જયશંકર સાથે બેઠક કરશે

થાઈલેન્ડના વિદેશ મંત્રી સિહાસક ફુઆંગકેટકેઓ ભારતની ચાર દિવસની મુલાકાતે દિલ્હી પહોંચ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે આ મુલાકાત વ્યૂહાત્મક ભાગીદારી અને સ્થાયી સંબંધોને મજબૂત બનાવવાની તક છે. તેઓ આજે દિલ્હીમાં સત્તાવાર કાર્યક્રમોમાં હાજરી આપશે.શ્રી ફુઆંગકેટકેઓ દ્વિપક્ષીય ...

નવેમ્બર 30, 2025 9:09 એ એમ (AM) નવેમ્બર 30, 2025 9:09 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 128મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે.આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટ...

નવેમ્બર 30, 2025 9:08 એ એમ (AM) નવેમ્બર 30, 2025 9:08 એ એમ (AM)

views 9

ચક્રવાત દિત્વાના પગલે ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ભારે વરસાદની સંભાવના- રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલ સેવાઓના અમલીકરણ અંગે સમીક્ષા બેઠક યોજી

ચક્રવાતી વાવાઝોડું “દિત્વાહ” છેલ્લા છ કલાકમાં 5 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધ્યું છે અને ત્યાં કેન્દ્રિત છે. આ વાવાઝોડું કરાઈકલથી લગભગ 80 કિમી પૂર્વમાં, પુડુચેરીથી 160 કિમી દક્ષિણ - દક્ષિણપૂર્વમાં અને ચેન્નાઈથી 250 કિમી દક્ષિણમાં સ્થિત છે. આગામી 24 કલાક દરમિયાન ઉત્તરી તમિલનાડુ-પુડુચેરી દરિ...

નવેમ્બર 30, 2025 9:07 એ એમ (AM) નવેમ્બર 30, 2025 9:07 એ એમ (AM)

views 38

ક્રિકેટની ત્રણ મેચની ODI શ્રેણીના આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો

ક્રિકેટની ત્રણ મેચની ODI શ્રેણીના પ્રથમ મુકાબલામાં આજે, ભારત અને દક્ષિણ આફ્રિકા રાંચીના JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ટકરાશે. આ મેચ આજે બપોરે 1:30 વાગ્યે શરૂ થશે.આ શ્રેણીમાં KL રાહુલની આગેવાની હેઠળની ટીમમાં રોહિત અને વિરાટ કોહલી પણ ODI માટે રમશે. ભારત પર ટેમ્બા બાવુમાની આગેવાની હેઠળની દક્ષિણ આફ્રિકન...

નવેમ્બર 29, 2025 8:01 પી એમ(PM) નવેમ્બર 29, 2025 8:01 પી એમ(PM)

views 9

આગામી ચોવીસ કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલિસિયસનો ઘટાડો થવાની આગાહી

હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલિસિયસનો ઘટાડો થવાની આગાહી કરી છે.જેનાથી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. બીજી તરફ આજે દિવસ દરમિયાન બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાં ...

નવેમ્બર 29, 2025 8:00 પી એમ(PM) નવેમ્બર 29, 2025 8:00 પી એમ(PM)

views 11

રાજ્યમાં SIRની કામગીરી પૂરજોશમાં – આવતીકાલના વિશેષ કેમ્પનો લાભ લેવા ચૂંટણી પંચની લોકોને અપીલ

રાજ્યમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. અંતર્ગત ચાલી રહેલા વિશેષ કેમ્પનો આવતીકાલે છેલ્લો દિવસ છે. રાજ્યભરમાં નક્કી કરેલા સ્થળોએ બાકી રહેલા મતદારોને ગણતરી ફોર્મ ભરવા અને SIR અંગે માર્ગદર્શન પૂરું પાડવા આ વિશેષ કેમ્પનું આયોજન કરાયું છે. નાગરિકો આવતીકાલે સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી નિશ્ચિત...

નવેમ્બર 29, 2025 8:00 પી એમ(PM) નવેમ્બર 29, 2025 8:00 પી એમ(PM)

views 4

સરદાર પટેલે જોયેલા અખંડ ભારતના સ્વપ્નને પ્રધાનમંત્રી સાકાર કરી રહ્યા હોવાનું કેન્દ્રિય મંત્રી જે પી નડ્ડાએ કહ્યું

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જયપ્રકાશ નડ્ડાએ જણાવ્યું છે કે, દેશી રાજ્યોના વિલિનીકરણ બાદ સરદાર પટેલે ભારત દેશના ભવિષ્યનું જે સ્વપ્ન જોયું હતું, તેને પ્રધાનમંત્રી સાકાર કરી રહ્યા છે. બંધારણની કલમ ૩૭૦ નાબૂદ કરી પ્રધાનમંત્રીએ દેશને ખરા અર્થમાં એક કર્યો છે. ભારત રત્ન સરદાર વલ્લભભાઇ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની ...

નવેમ્બર 29, 2025 8:00 પી એમ(PM) નવેમ્બર 29, 2025 8:00 પી એમ(PM)

views 4

ચિંતન શિબિરમાં વર્ષ 2024-25માં ઉત્કૃષ્ટ વહીવટી સેવા બદલ ચાર સનદી અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર અપાયા

આ પ્રસંગે મુખ્યમંત્રીએ વર્ષ 2024-25માં ઉત્કૃષ્ટ વહીવટી સેવા બદલ ચાર સનદી અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર એનાયત કર્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિતિ રહ્યાં હતા. જે સનદી અધિકારીઓને આ કર્મયોગી સન્માન મળ્યું તેમાં વલસાડના તત્કાલીન કલેક્ટર નૈમેષ દવે, પાટણના તત્કાલીન કલેકટર અરવિંદ વી, મો...

નવેમ્બર 29, 2025 7:59 પી એમ(PM) નવેમ્બર 29, 2025 7:59 પી એમ(PM)

views 3

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચિંતન શિબિરમાં સનદી અધિકારીઓને થિંક વેલ ડુ વેલનો કાર્યમંત્ર આપ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધરમપુર ખાતે યોજાયેલી ત્રણ-દિવસીય ૧૨મી ચિંતન શિબિરના સમાપન પ્રસંગે કહ્યું હતું કે, આપણે સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ આગળ વધવાનું છે. શ્રી પટેલે મંત્રીઓ અને સનદી અધિકારીઓને થિંક વેલ, ડુ વેલનો કાર્યમંત્ર આપ્યો હતો. અધિકારીઓને દર મહિને ફિંલ્ડ વિઝીટ કરવા મુખ્યમંત્રીએ સૂચન...

નવેમ્બર 29, 2025 7:28 પી એમ(PM) નવેમ્બર 29, 2025 7:28 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છત્તીસગઢમાં પોલીસ મહાનિદેશકો અને મહાનિરીક્ષકોના 60મા અખિલ ભારતીય પરિષદની અધ્યક્ષતા કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢમાં પોલીસ મહાનિદેશકો અને મહાનિરીક્ષકોના 60મા અખિલ ભારતીય પરિષદની અધ્યક્ષતા કરી રહ્યા છે. પ્રધાનમંત્રી આજે અને આવતીકાલે પરિષદ માટે નિર્ધારિત વિવિધ સત્રોમાં ભાગ લેશે. ત્રણ દિવસીય પરિષદ ગઈકાલે નવા રાયપુર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ખાતે શરૂ થઈ હતી. કે...