ડિસેમ્બર 3, 2025 2:09 પી એમ(PM) ડિસેમ્બર 3, 2025 2:09 પી એમ(PM)

views 19

ત્રણ મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીમાં આજે રાયપુરમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજો મુકાબલો

પુરુષ ક્રિકેટમાં, ભારત આજે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ત્રણ મેચની એક દિવસીય શ્રેણીની બીજી મેચમાં દક્ષિણ આફ્રિકા સામે રમશે. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી છે. થોડીવારમાં મુકાબલો શરૂ થશે. પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને 17 રનથી હરાવ્યા બાદ ભારત હાલ શ્રેણીમાં 1-0થી આગ...

ડિસેમ્બર 3, 2025 3:30 પી એમ(PM) ડિસેમ્બર 3, 2025 3:30 પી એમ(PM)

views 8

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ભારતના મુખ્ય ઉત્પાદન ટેકનોલોજી પ્રદર્શન, એન્જિમેક 2025ની 17મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ભારતના મુખ્ય ઉત્પાદન ટેકનોલોજી પ્રદર્શન, એન્જિમેક 2025ની 17મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું. આજથી પાંચ દિવસ યોજાનાર આ કાર્યક્રમમાં અગ્રણી વૈશ્વિક ઉત્પાદકો, MSMEs અને ટેકનોલોજી સંશોધકો ઔદ્યોગિક ઉત્પાદનના ભવિષ્યને આકાર આપતા આગામી પે...

ડિસેમ્બર 3, 2025 9:31 એ એમ (AM) ડિસેમ્બર 3, 2025 9:31 એ એમ (AM)

views 14

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં અમદાવાદમાં ‘ધ અવર ઓફ રેકગ્નિશન એન્ડ ડેડિકેશન’ કાર્યક્રમ યોજાયો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં અમદાવાદમાં'ધ અવર ઓફ રેકગ્નિશન એન્ડ ડેડિકેશન' કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ અરીઝ ખંભાતા સિનિયર સિટીઝન હોમના 3D મોડલનું અનાવરણ કર્યુ હતું. આ કાર્યક્રમમાં સમાજસેવા અને અન્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર પારસી સમુદાયના શ્રેષ્ઠીઓને રાજ્યપાલશ્રીએ 'પા...

ડિસેમ્બર 3, 2025 9:30 એ એમ (AM) ડિસેમ્બર 3, 2025 9:30 એ એમ (AM)

views 10

10 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું

પવનોની દિશા બદલાતા રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું છે. હવામાન વિભાગ અનુસાર આગામી સાત દિવસમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. જોકે ત્યારબાદ ઠંડી વધી શકે છે.બીજી તરફ રાજ્યમાં 10 ડિગ્રી લધુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે. છેલ્લા 24 કલાકમાં નલિયાના તાપમાનમાં 4.8 ડિગ્રીનો ઘટાડો નો...

ડિસેમ્બર 3, 2025 9:28 એ એમ (AM) ડિસેમ્બર 3, 2025 9:28 એ એમ (AM)

views 13

સૌરાષ્ટ્ર વિશ્વ વિદ્યાલયે મોબાઇલ ફોનના ઉપયોગ વિના થતી ચિંતાને ઓળખવા માટે મનોવૈજ્ઞાનિક પરીક્ષણ વિકસાવ્યું

સૌરાષ્ટ્ર વિશ્વ વિદ્યાલયના મનોવિજ્ઞાન વિભાગે મોબાઇલ ફોનના ઉપયોગ વિના રહેવાથી થતી ચિંતાને ઓળખવા માટે એક નવું નોમોફોબિયા મનોવૈજ્ઞાનિક પરીક્ષણ વિકસાવ્યું છે. આ પેપર અને પેન્સિલ પરીક્ષણ, બેટરી ખતમ થવા પર, નેટવર્ક નબળું પડવા પર અથવા ફોન છીનવાઈ જવા પર ગભરાટ જેવા લક્ષણોની તીવ્રતાને માપે છે.આ પરીક્ષણને ભારત...

ડિસેમ્બર 3, 2025 9:26 એ એમ (AM) ડિસેમ્બર 3, 2025 9:26 એ એમ (AM)

views 21

184 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડીનો વધુ એક આરોપી પાટણથી ઝડપાયો

184 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડીનો વધુ એક આરોપી પાટણથી ઝડપાયો છે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે રાકેશ જોશી નામના આરોપીની ધરપકડ કરી છે.આ અગાઉ પણ બે આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા. આ આરોપીઓ સામે વિવિધ 196 ફરિયાદો નોંધાઈ છે તેમ પોલીસ અધિક્ષક સંજય કેશવાલાએ જણાવ્યું.

ડિસેમ્બર 3, 2025 9:25 એ એમ (AM) ડિસેમ્બર 3, 2025 9:25 એ એમ (AM)

views 11

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાશે, જેમાં અમદાવાદને રાષ્ટ્રમંડળ રમતોનું યજમાનપદ મળવા બદલ અભિનંદન ઠરાવ પસાર થશે. બેઠકમાં ટેકાના ભાવે વિવિધ જણસોની ખરીદી, કૃષિ રાહત પેકેજના ચૂકવણા તેમજ રવિ સીઝનના વાવેતર માટે કેનાલમાં પાણી છોડવા અંગે ચર્ચા કરાશે. બ...

ડિસેમ્બર 3, 2025 9:23 એ એમ (AM) ડિસેમ્બર 3, 2025 9:23 એ એમ (AM)

views 6

લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટ કેસની ટ્રાયલ માટે વરિષ્ઠ વકીલ માધવ ખુરાનાની વિશેષ સરકારી વકીલ તરીકે નિયુક્તી

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 10 નવેમ્બરના રોજ લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટ, જેમાં 15 લોકોના મોત થયા હતા, તે સંબંધિત કેસમાં ટ્રાયલ અને અન્ય બાબતો ચલાવવા માટે વરિષ્ઠ વકીલ માધવ ખુરાનાને વિશેષ સરકારી વકીલ તરીકે નિયુક્ત કર્યા છે.સરકારી આદેશમાં જણાવ્યા અનુસાર, શ્રી ખુરાનાને રાષ્ટ્રીય તપાસ સંસ્થા-NIA વતી N...

ડિસેમ્બર 3, 2025 9:18 એ એમ (AM) ડિસેમ્બર 3, 2025 9:18 એ એમ (AM)

views 4

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે તિરુવનંતપુરમમાં નૌકાદળના ઓપરેશનલ પ્રદર્શનમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે તિરુવનંતપુરમની મુલાકાત લેશે. નૌકાદળના ઓપરેશનલ પ્રદર્શનમાં તેઓ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. અમારા સંવાદદાતાના જણાવ્યા અનુસાર, તિરુવનંતપુરમ નજીક શંગુમુગમ બીચ પર ભારતીય નૌકાદળના ઓપરેશનલ પ્રદર્શન માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ પ્રદર્શનમાં નૌકાદળની શક્તિ અને ...

ડિસેમ્બર 3, 2025 9:16 એ એમ (AM) ડિસેમ્બર 3, 2025 9:16 એ એમ (AM)

views 11

સંસદમાં સરકાર અને વિપક્ષ વચ્ચેની મડાગાંઠનો અંત -બંને પક્ષો રાષ્ટ્રીય ગીત વંદે માતરમ તેમજ SIR પર ચર્ચા કરવા સંમત

સંસદમાં સરકાર અને વિપક્ષ વચ્ચેની મડાગાંઠનો અંત આવ્યો છે. બંને પક્ષો રાષ્ટ્રીય ગીત વંદે માતરમ તેમજ ચૂંટણી સુધારા-SIR પર ચર્ચા કરવા સંમત થયા છે.લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાની અધ્યક્ષતામાં કાર્યકારી સલાહકાર સમિતિએ 8 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યે વંદે માતરમ પર ખાસ ચર્ચા કરવા સંમતિ આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્...