ડિસેમ્બર 9, 2025 2:09 પી એમ(PM) ડિસેમ્બર 9, 2025 2:09 પી એમ(PM)

views 18

કટકના બારામતી સ્ટેડિયમમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પહેલી ટી -20 મેચ રમાશે.

ક્રિકેટમાં, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીનો આજથી પ્રારંભ થશે. ઓડિશાના કટકના બારાબતી સ્ટેડિયમમાં આજે સાંજે 7 વાગ્યે રમાશે.

ડિસેમ્બર 9, 2025 3:13 પી એમ(PM) ડિસેમ્બર 9, 2025 3:13 પી એમ(PM)

views 13

દ્વારકામાં આવેલ શિવરાજપુર બીચના વિકાસ માટે TCGL દ્વારા કરાયેલા 130 કરોડ રૂપિયાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ રાજકોટમાં યોજાનારી આગામી VGRC માં આકર્ષણનું કેન્દ્ર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું શિવરાજપુર બીચના સમગ્ર વિકાસ માટે TCGL દ્વારા કરાયેલા 130 કરોડ રૂપિયાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ રાજકોટમાં યોજાનારી આગામી વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદોમાં મુખ્ય આકર્ષણ બનશે. શિવરાજપુરના આ સર્વાંગી વિકાસમાં અરાઇવલ પ્લાઝા, સ્નોર્કલિંગ ઝોન, સાયકલ ટ્રેક, બીચ પ્રોમેનેડ,...

ડિસેમ્બર 9, 2025 9:29 એ એમ (AM) ડિસેમ્બર 9, 2025 9:29 એ એમ (AM)

views 12

સાનિયા મિર્ઝા અને રોહન બોપન્નાની ઉપસ્થિતીમાં આજથી અમદાવાદમાં ટેનિસ પ્રિમિયર લિગનો આરંભ

આજથી અમદાવાદ ખાતે ટેનિસ પ્રીમિયર લીગનો પ્રારંભ થશે. આ ટેનિસ પ્રીમિયર લીગના પ્રારંભ પ્રસંગે ભારતી ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા રોહન બોપન્નાની ઉપસ્થિતિમાં દેશ-વિદેશના ખેલાડીઓથી ભરેલી આઠ ટીમો વચ્ચે ટેનિસ પ્રીમિયર લીગ યોજાશે.ગુજરાત યુનિવર્સિટી ટેનિસ એકેડેમી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત પેન્થર્સ, ગુડગાંવ ગ્રાન્ડ, ...

ડિસેમ્બર 9, 2025 9:29 એ એમ (AM) ડિસેમ્બર 9, 2025 9:29 એ એમ (AM)

views 4

સુરતમાં એક જ દિવસમાં 4 બ્રેઈનડેડના અંગદાનથી કુલ 8 અંગોનું દાન મળ્યું

સુરતમાં એક જ દિવસમાં ચાર બ્રેઈનડેડના અંગદાનથી કુલ 8 અંગોનું દાન થયું છે. જેમાં નવી સિવિલ હોસ્પિટલમાં એક, નાના વરાછાની AAIHMS હોસ્પિટલમાં બે, કતારગામની એક ખાનગી હોસ્પિટલમાં એક મળી ચાર બ્રેઈનડેડના અંગદાનનો સમાવેશ થાય છે. અંગદાન થતા અંગોની જરૂરિયાત ધરાવતા લોકોને નવું જીવન મળશે.

ડિસેમ્બર 9, 2025 9:28 એ એમ (AM) ડિસેમ્બર 9, 2025 9:28 એ એમ (AM)

views 2

અમદવાદમાં દુષ્કર્મના આરોપીએ ભાગવાની કોશિષ કરતા પોલીસે પગમાં ગોળી મારી, આરોપીએ હુમલા કરતા કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત

અમદાવાદમાં દિવ્યાંગ યુવતી ઉપર દુષ્કર્મ ગુજારવાના આરોપમા પકડાયેલા એક આરોપીએ ભાગવાની કોશિષ કરતાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચના P.I. દ્વારા તેને ગોળી મારવામાં આવી હતી. ગોળી આરોપીના પગમાં વાગતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. ભાગવાના પ્રયાસ દરમિયાન આરોપીએ એક કોન્સ્ટેબલને પણ ઘાયલ કર્યો હતો. ...

ડિસેમ્બર 9, 2025 9:27 એ એમ (AM) ડિસેમ્બર 9, 2025 9:27 એ એમ (AM)

views 7

અમદાવાદનો સુભાષબ્રિજ હજુ 15 ડિસેમ્બર સુધી બંધ રહેશે

અમદાવાદનો સુભાષબ્રિજ હજુ 15 ડિસેમ્બર સુધી બંધ રહેશે. બ્રિજ પર તિરાડ પડવાની ઘટના મામલે મહાનગરપાલિકાએ તપાસ શરૂ કરી છે. અલગ અલગ ત્રણ સંસ્થાઓ દ્વારા બ્રિજના ટેસ્ટિંગની કામગીરી કરવવામાં આવી રહી છે. વડોદરાની કંપની દ્વારા બ્રીજના તમામ થાંભલા અને સ્પાનના ઇન્ટીગ્રિટી ટેસ્ટ કરાશે. બે દિવસ બાદ બ્રિજનો અહેવાલ આ...

ડિસેમ્બર 9, 2025 9:26 એ એમ (AM) ડિસેમ્બર 9, 2025 9:26 એ એમ (AM)

views 7

મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ અંતર્ગત રાજ્યમાં 99.76 ટકા કામગીરી પૂર્ણ

મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ - SIRના ગણતરીના તબક્કામાં રાજ્યમાં 99.76 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. રાજ્યભરમાં અંદાજે 5 કરોડ મતદારોને ગણતરી ફોર્મના વિતરણથી માંડી તેના ડિજીટાઈઝેશનની કામગીરી મિશન મોડ પર કરવામાં આવી છે. આ દરમિયાન કુલ 74 લાખથી વધુ ગણતરી ફોર્મ્સ અનકલેક્ટેડ રહ્યાં છે. જ્યારે 33 જિલ્લ...

ડિસેમ્બર 9, 2025 7:52 એ એમ (AM) ડિસેમ્બર 9, 2025 7:52 એ એમ (AM)

views 10

ભારત અને ચિલી વચ્ચે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર માટે વાટાઘાટોનો ચોથો તબક્કો પૂર્ણ

ભારત અને ચિલી વચ્ચે નવી દિલ્હીમાં વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) માટે વાટાઘાટોનો ચોથો તબક્કો પૂર્ણ થયો છે.વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે, ભારત અને ચિલીના પ્રતિનિધિમંડળો વચ્ચે સઘન અને રચનાત્મક ચર્ચાઓ થઈ હતી, જેના પરિણામે વાટાઘાટોના તમામ મુદ્દે નોંધપાત્ર પ્રગતિ થઈ છે.બંને પક્ષોએ વાટાઘાટો...

ડિસેમ્બર 9, 2025 7:39 એ એમ (AM) ડિસેમ્બર 9, 2025 7:39 એ એમ (AM)

views 7

હાલના હવાઈ સંકટ માટે ઇન્ડિગો જવાબદાર-કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું કે હાલના હવાઈ સંકટ માટે ઇન્ડિગો સંપૂર્ણપણે જવાબદાર છે અને તે પોતાની ફરજો બજાવવામાં નિષ્ફળ રહી છે. શ્રી નાયડુએ જણાવ્યું હતું કે ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટ (FDTL) માર્ગદર્શિકા નહીં, પરંતુ ક્રૂ અને પાઇલટના ઉપયોગ અંગે ઇન્ડિગોનો આંતરિક ગેરવહીવટ, વર્તમ...

ડિસેમ્બર 9, 2025 7:38 એ એમ (AM) ડિસેમ્બર 9, 2025 7:38 એ એમ (AM)

views 19

લોકસભા આજે ચૂંટણી સુધારા પર ચર્ચા કરશે

લોકસભા આજે ચૂંટણી સુધારા પર ચર્ચા કરશે. દરમિયાન, રાજ્યસભામાં આજે રાષ્ટ્રીય ગીત, વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર પણ ચર્ચા કરાશે.