ડિસેમ્બર 9, 2025 7:06 પી એમ(PM) ડિસેમ્બર 9, 2025 7:06 પી એમ(PM)

views 5

ગાંધીનગરની NFSUને ડિજિટલ ફોરેન્સિક્સમાં ઉત્કૃષ્ટતા માટે સતત ત્રીજા વર્ષે “DSCI શ્રેષ્ઠતા પુરસ્કાર” એનાયત

ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય ન્યાયસહાયક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય-NFSUને ડિજિટલ ફોરેન્સિક્સમાં ઉત્કૃષ્ટતા માટે સતત ત્રીજા વર્ષે "DSCI શ્રેષ્ઠતા પુરસ્કાર" એનાયત કરાયો છે. NFSU પરિસરમાં આવેલા સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ડિજિટલ ફોરેન્સિક્સને DSCI વાર્ષિક માહિતી સુરક્ષા સમિટ 2025માં પ્રતિષ્ઠિત "સરકારી સંસ્થાઓ દ્વારા...

ડિસેમ્બર 9, 2025 3:07 પી એમ(PM) ડિસેમ્બર 9, 2025 3:07 પી એમ(PM)

views 9

SIR અંતર્ગત આણંદ જિલ્લામાં ડિઝીટાઈઝેશનની કામગીરી 100 ટકા પૂર્ણ ..

મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા-SIR અંતર્ગત આણંદ જિલ્લામાં ડિઝીટાઈઝેશનની કામગીરી 100 ટકા પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લાના 15 લાખ 73 હજાર 254 મતદારોએ તેમના મતદાર ગણતરી પત્રકો સમય મર્યાદામાં જમા કરાવ્યા છે. આગામી 11 ડિસેમ્બર સુધી ગણતરી પત્રક જમા કરાવી શકાશે.

ડિસેમ્બર 9, 2025 3:05 પી એમ(PM) ડિસેમ્બર 9, 2025 3:05 પી એમ(PM)

views 6

ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDCની એક કંપનીમાં વિસ્ફોટ..

ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDCની એક કંપનીમાં વિસ્ફોટની ઘટના બની હતી, જેમાં અનેક કામદારો ઇજાગ્રસ્ત થયા હતા. તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ દુર્ઘટનામાં કેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા તેનો ચોક્કસ આંકડો હજુ બહાર આવ્યો નથી. ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ડિસેમ્બર 9, 2025 3:05 પી એમ(PM) ડિસેમ્બર 9, 2025 3:05 પી એમ(PM)

views 5

ખેડા જિલ્લામાં 14 નવેમ્બરે શરૂ થયેલા “ગામનો નિર્ધાર, સહકારથી સાકાર” અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 4 હજાર 771 લિટરથી વધુ દૂધ એકત્રિત કરવામાં આવ્યું

ખેડા જિલ્લામાં 14 નવેમ્બરે શરૂ થયેલા "ગામનો નિર્ધાર, સહકારથી સાકાર" અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 4 હજાર 771 લિટરથી વધુ દૂધ એકત્રિત કરવામાં આવ્યું છે. માતર, નડિયાદ, વસો, મહેમદાવાદ અને કઠલાલની દૂધ મંડળીઓ દ્વારા એકત્રિત કરાયેલા દૂધનો દરરોજ 3 હજારથી વધુ બાળકોને તેનો લાભ મળી રહ્યો છે. “ગામનો નિર્ધાર, સહ...

ડિસેમ્બર 9, 2025 3:04 પી એમ(PM) ડિસેમ્બર 9, 2025 3:04 પી એમ(PM)

views 7

અમરેલીના કેરીયાનાગસમાં મગફળી કાઢતા સમયે થ્રેસરમાં આવી જતા ઈજાગ્રસ્ત મહિલાનું મોત નિપજ્યું

અમરેલીના કેરીયાનાગસમાં મગફળી કાઢતા સમયે થ્રેસરમાં આવી જતા ઈજાગ્રસ્ત મહિલાનું મોત નિપજ્યું છે. સવારે કેરીયાનાગસમાં આ મહિલા થ્રેસરમાં મગફળી કાઢતા હતા. તે દરમિયાન ઓઢણીનો છેડો થ્રેસરમાં આવી ગયો હતો. જેના કારણે તેમને ગળામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ગંભીર રીતે ઈજા...

ડિસેમ્બર 9, 2025 2:17 પી એમ(PM) ડિસેમ્બર 9, 2025 2:17 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રીએ નાગરિકોનું જીવન સરળ બનાવવા કાયદામાં સુધારણા કરવા પર ભાર મૂક્યો.

નવી દિલ્હી ખાતે આજે સવારે રાષ્ટ્રીય લોકતાંત્રિક જોડાણ એનડીએ સંસદીય દળની બેઠક યોજાઇ હતી. જેમાં પ્રધાનમંત્રીએ તમામ સાંસદોને કાયદાકીય સુધારા અઁગેનું માર્ગદર્શન આપ્યું હતું. પ્રધાનમંત્રીએ સામાન્ય લોકોનુ જીવન સરળ બને તેવા સુધારા કરવા પર ભાર મૂકીને તમામ સાંસોદને માર્ગદર્શન આપ્યું હોવાનું સંસદીય કાર્યમંત્ર...

ડિસેમ્બર 9, 2025 2:15 પી એમ(PM) ડિસેમ્બર 9, 2025 2:15 પી એમ(PM)

views 9

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં 2023 અને 2024 માટે રાષ્ટ્રીય હસ્તકલા પુરસ્કારો એનાયત કર્યા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં 2023 અને 2024 માટે રાષ્ટ્રીય હસ્તકલા પુરસ્કારો એનાયત કર્યા. આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કારો અસાધારણ કલાત્મક નિપુણતા અને ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર હસ્તકલા વારસાને જાળવવા અને પ્રોત્સાહન આપવા માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે. 2023 માટે, હાથથી દોરવામાં ...

ડિસેમ્બર 9, 2025 2:14 પી એમ(PM) ડિસેમ્બર 9, 2025 2:14 પી એમ(PM)

views 1

અસંખ્ય ફ્લાઇટ રદ થવાથી DGCAએ ઇન્ડિગોને ફ્લાઇટ શેડ્યૂલમાં 5 ટકાનો ઘટાડો કરવાનો નિર્દેશ આપ્યો.

તાજેતરમાં અસંખ્ય ફ્લાઇટ રદ થવાને કારણે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને ઇન્ડિગોને વિવિધ ક્ષેત્રોમાં તેના ફ્લાઇટ શેડ્યૂલમાં 5 ટકાનો ઘટાડો કરવાનો નિર્દેશ આપ્યો છે. DGCA એ તેની નોટિસમાં જણાવ્યું હતું કે આ વર્ષે શિયાળાના સમયપત્રક મુજબ, એરલાઇન માટે દર અઠવાડિયે પંદર હજારથી વધુ પ્રસ્થાનોને મંજૂરી આપવામાં ...

ડિસેમ્બર 9, 2025 2:11 પી એમ(PM) ડિસેમ્બર 9, 2025 2:11 પી એમ(PM)

views 2

ગોવા દુર્ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસમાં સ્થાનિક અધિકારીઓની પ્રક્રિયાગત ભૂલો બહાર આવી.

ગોવા દુર્ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસમાં સ્થાનિક અધિકારીઓની પ્રક્રિયાગત ભૂલો બહાર આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે સ્થાનિક સરપંચે ટ્રેડ લાઇસન્સ સહિત અનેક પરવાનગીઓ આપી હતી. સ્થાનિક સંસ્થા ઇમારતને સીલ કરવામાં નિષ્ફળ ગઈ છે. ઇમારત, ગોવા પંચાયત રાજ કાયદાનું ઉલ્લંઘન કરીને, માર્ચ 2024 થી ગેરકાયદેસર રીતે કાર્યર...

ડિસેમ્બર 9, 2025 2:10 પી એમ(PM) ડિસેમ્બર 9, 2025 2:10 પી એમ(PM)

views 6

વૈશ્વિક બજારોમાં નરમાશના પગલે ભારતીય શેરમાર્કેટમાં કડાકો.

વૈશ્વિક બજારોમાં નકારાત્મક વલણ અને અમેરિકા દ્વારા આગામી સમયમાં ફેડરલ વ્યાજદરની જાહેરાતના પગલે શેરબજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. IT, ઓટો અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના શેરોમાં પીછેહટના પગલે સેન્સેકેસ ચારસોપચાસ કરતાં વધુ અને નિફ્ટીમાં 100 પોઇન્ટનો કડાકો જોવા મળ્યો હતો.. જોકે સવારથી જ જાહેર ક્ષેત્રની...