જાન્યુઆરી 14, 2026 9:23 એ એમ (AM)

views 10

આગામી છ દિવસ દરમિયાન વાતાવરણ શુષ્ક રહેશે

આગામી છ દિવસ દરમિયાન વાતાવરણ શુષ્ક રહેશે. તેમજ આજના ઉત્તરાયણના દિવસે પતંગ રસિયાઓ માટે હવામાન વિભાગે ઉત્સાહજનક આગાહી કરીને પાંચથી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે. હવામાન વિભાગના વડા ડો. એ.કે.દાસે જણાવ્યું કે, રાજ્યના વાતાવરણમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટડો થતા ઠંડીનું પ્રમાણ વધશે.

જાન્યુઆરી 14, 2026 9:22 એ એમ (AM)

views 6

એ કાઇપો છે, ની ગગનભેદી ગુંજ સાથે સમગ્ર રાજ્યમાં પતંગોત્સવની વહેલી સવારથી જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવણી

આજે ઉત્તરાયણના પર્વની ઉજવણી ઉત્સાહ અને ઉમંગ સાથે થઇ રહી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં પતંગ રસિયાઓ વહેલી સવારથી જ અગાસી અને ધાબા ઉપર જોવા મળ્યા હતા અને એ કાઇપો છેની ગુંજ સાથે આકાશ ગજવીરહ્યાં છે. જ્યારે રંગબેરંગી અને અનવની ડિઝાઇન સાથેની પતંગોથી આસમાન મેઘધનુષી રંગનું બની ગયું છે.આજે ભારત અને ન્યૂઝીલેન્ડ ...

જાન્યુઆરી 14, 2026 9:22 એ એમ (AM)

views 10

કચ્છની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે, સીમા સુરક્ષા દળને આગામી 5 વર્ષમાં વિશ્વનું સૌથી આધુનિક સુરક્ષા દળ બનાવવા સરકાર પ્રતિબદ્ધ

સીમા સુરક્ષા દળને આગામી પાંચ વર્ષમાં વિશ્વનું સૌથી આધુનિક સુરક્ષા દળ બનાવવા સરકાર પ્રતિબદ્ધ છે અને એ દિશામાં કેન્દ્ર સરકારે કામગીરી પણ આરંભી દીધી છે તેમ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે સિરક્રીક વિસ્તારમાં નવા બનેલા ઓપી ટાવર્સનું ઉદ્ઘાટન કરતાં આ મુજબ કહ્યું હતું.કચ્છની મુલાકાતે આવેલા કેન્દ્ર...

જાન્યુઆરી 14, 2026 9:20 એ એમ (AM)

views 34

આત્મનિર્ભર હણોલ મહોત્સવનું સમગ્ર આયોજન ગામલોકોએ કરીને આદર્શ ઉદાહરણ પુરુ પાડ્યું – કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

ભાવનગર જિલ્લામાં આત્મનિર્ભર હણોલ મહોત્સવનો પ્રારંભ થયો છે. પોતાના વતન એવા હણોલ ગામમાં આ પ્રસંગે બોલતાં કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, હણોલ ગામમાં તમામ વ્યવસ્થા ગામલોકો કરી રહ્યાં છે..

જાન્યુઆરી 14, 2026 9:19 એ એમ (AM)

views 15

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પતંગોત્સવની કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરશે, જગન્નાથ મંદિર અને ગુરૂદ્વારામાં દર્શન કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે છે. તેઓ તેમના પ્રવાસના આજના દિવસે અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં દર્શન કરશે. જ્યારે તેઓ નારણપુરામાં કાર્યકર્તાઓ સાથે ત્રણ અલગ અલગ સ્થળોએ પતંગોત્સવની મજા માણશે.જ્યારે નારણપુરામાં સૂર્યા એપાર્ટમેન્ટના રિ-ડેવલોપમેન્ટ પ્રોજેક્ટનું ભૂમિ...

જાન્યુઆરી 14, 2026 9:15 એ એમ (AM)

views 15

ભારત મંડપમ ખાતે 53મો વિશ્વ પુસ્તક મેળામાં “ભારતીય લશ્કરી ઇતિહાસ – શૌર્ય અને બુદ્ધિમત્તા @75” થીમ પરનું પ્રદર્શન એક મુખ્ય આકર્ષણ

નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 53મો વિશ્વ પુસ્તક મેળો યોજાઈ રહ્યો છે. આ મેળો ભારત અને વિશ્વભરના પ્રકાશકો, લેખકો, વાચકો અને સાંસ્કૃતિક અગ્રણીઓને એક સાથે લાવવા માટેનું મંચ પૂરું પાડે છે.18 જાન્યુઆરી સુધી ચાલનારા વિશ્વ પુસ્તક મેળામાં 35 થી વધુ દેશોના એક હજારથી વધુ પ્રકાશકો ભાગ લઈ રહ્યા છે. આ વર્ષે, “ભારત...

જાન્યુઆરી 14, 2026 9:10 એ એમ (AM)

views 6

વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાના વિદેશ સાથે ફોન પર વાતચીત કરી

વિદેશ મંત્રી એસ. જયશંકરે ગઈકાલે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે ફોન પર વાતચીત કરી હતી, જેમાં વેપાર, મહત્વપૂર્ણ ખનિજો, પરમાણુ ઉર્જા અને સંરક્ષણ ક્ષેત્રોમાં સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. શ્રી જયશંકરે સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે અમેરિકાના વિદેશ મંત્રી રુબિયો સાથે તેમની સા...

જાન્યુઆરી 14, 2026 9:09 એ એમ (AM)

views 10

જમ્મુ અને કાશ્મીરમાં શક્સગામ ખીણ અંગે ચીન અને પાકિસ્તાન વચ્ચે 1963નો કરાર ગેરકાયદેસર – આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી

આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ભારપૂર્વક જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં શક્સગામ ખીણ અંગે ચીન અને પાકિસ્તાન વચ્ચે 1963નો કરાર ગેરકાયદેસર છે. ખીણ પર નવી દિલ્હીના વલણને પુનરાવર્તિત કરતા, આર્મી ચીફે કહ્યું કે, ભારત શક્સગામ ખીણમાં કોઈપણ પ્રવૃત્તિઓને મંજૂરી આપતું નથી.જનરલ દ્વિવેદીએ શક્સગામ ખીણ પર ચીન...

જાન્યુઆરી 14, 2026 9:08 એ એમ (AM)

views 3

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં 10માં સશસ્ત્ર દળોના ભૂતપૂર્વ સૈનિકો દિવસની ઉજવણી કરશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં 10મા સશસ્ત્ર દળોના ભૂતપૂર્વ સૈનિકો દિવસની ઉજવણી કરશે.ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ, ફિલ્ડ માર્શલ કેએમ કરિયપ્પાના વારસા અને સેવાને માન આપવા માટે દર વર્ષે 14 જાન્યુઆરીએ સશસ્ત્ર દળોના ભૂતપૂર્વ સૈનિકો દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે 1953માં આ દિવસે નિવૃત...

જાન્યુઆરી 14, 2026 9:07 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકાર સાથે મુલાકાત કરી

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના રાજદ્વારી સલાહકાર ઇમેન્યુઅલ બોને ગઈકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે, તેઓએ મજબૂત અને વિશ્વસનીય ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારી પર ચર્ચા કરી હતી.પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી કે ભારત...