ડિસેમ્બર 10, 2025 2:00 પી એમ(PM) ડિસેમ્બર 10, 2025 2:00 પી એમ(PM)

views 2

શ્રીલંકાની જેલમાંથી તેત્રીસ ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા

શ્રીલંકાની જેલમાંથી તેત્રીસ ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હતા. શ્રીલંકાની જેલમાં બંધ નાગપટ્ટીનમ, મયિલાદુથુરાઈ, કોટ્ટાઈપટ્ટીનમ અને રામેશ્વરમના માછીમારોની 3 નવેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ભારતીય દૂતાવાસના અધિકારીઓ દ્વારા તેમને ભારત પાછા ફરવા માટે કટોકટી પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા કારણ...

ડિસેમ્બર 10, 2025 1:59 પી એમ(PM) ડિસેમ્બર 10, 2025 1:59 પી એમ(PM)

views 6

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું ભારતમાં માનવ અધિકારોનું ફક્ત રક્ષણ જ નહીં ઉજવણી પણ થાય છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે જણાવ્યું હતું કે ભારત એક એવો રાષ્ટ્ર બનવા માટે પ્રતિબદ્ધ છે જ્યાં માનવ અધિકારોનું રક્ષણ જ નહીં પણ ઉજવણી પણ થાય છે. માનવ અધિકાર દિવસ 2025 અને નવી દિલ્હીમાં રોજિંદા આવશ્યકતાઓને સુનિશ્ચિત કરવા પર રાષ્ટ્રીય પરિષદને સંબોધતા, રાષ્ટ્રપતિએ ભાર મૂક્યો કે કોઈને પણ તેમના અધિકારોથ...

ડિસેમ્બર 10, 2025 1:58 પી એમ(PM) ડિસેમ્બર 10, 2025 1:58 પી એમ(PM)

views 10

દીપાવલીના તહેવારનો યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવેશ

ભારતના અગ્રણી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક તહેવારોમાંના એક, દીપાવલીનો આજે સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન (યુનેસ્કો) ની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ જાહેરાત કરતા, સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે આ દરેક ભારતીય માટે ભાવના...

ડિસેમ્બર 10, 2025 3:03 પી એમ(PM) ડિસેમ્બર 10, 2025 3:03 પી એમ(PM)

views 6

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઇ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઇ. તેમાં ટેકાના ભાવે ચાલી રહેલી મગફળી સહિતની જણસોની ખરીદીની સમીક્ષા કરવામાં આવી. રાહત પેકેજ મામલે થયેલી અરજીઓ અંગે પણ ચર્ચા કરાઇ. આ ઉપરાંત અમદાવાદના સુભાષ બ્રિજમાં પડેલી તિરાડો બાદ મહાનગરપાલિકા દ્વારા કરાયેલી કામ...

ડિસેમ્બર 10, 2025 10:28 એ એમ (AM) ડિસેમ્બર 10, 2025 10:28 એ એમ (AM)

views 8

આગામી 7 દિવસ વાતાવરણ અને તાપમાન યથાવત

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.એ.કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ વાતાવરણ અને તાપમાન યથાવત રહેશે. રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાશે.સૌરાષ્ટ્ર કચ્છમાં લઘુતમ તાપમાન સામાન્ય નોંધાયું હતું. જ્યારે નલિયાનું સૌથી ઓછું લઘુતમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું.

ડિસેમ્બર 10, 2025 10:28 એ એમ (AM) ડિસેમ્બર 10, 2025 10:28 એ એમ (AM)

views 11

અમદાવાદમાં ટેક્ષટાઇલ ઉદ્યોગકારને ત્યાં આવકવેરા વિભાગના સાગમટે દરોડા

શહેરમાં ગઇકાલે આવકવેરા વિભાગે વિશાળ સ્તરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. શહેરની જાણીતી વિનોદ ટેક્સટાઇલ તથા તેના પ્રોમોટર અને સંબંધિત જગ્યાઓ પર આઈટીની ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.એક સાથે અનેક સ્થળોએ દરોડા પાડ્યા. કુલ 19 જગ્યાઓ પર એકસાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.આ સર્ચ ઓપરેશનમાં 150થી વધુ અધિકારીઓ...

ડિસેમ્બર 10, 2025 10:27 એ એમ (AM) ડિસેમ્બર 10, 2025 10:27 એ એમ (AM)

views 5

ખાસ મતદાર સુધારણા ઝુંબેશ અંતર્ગત 133 વિધાનસભા મતવિસ્તારમાં ફોર્મ ચકાસણીની 100 ટકા કામગીરી સંપન્ન

રાજ્યમાં ખાસ મતદાર સુધારણા ઝુંબેશના ગણતરીના તબક્કામાં 5.08 કરોડ મતદારોની ચકાસણી પૂર્ણતાના આરે છે. જેમાં 17 જિલ્લાઓમાં 100 ટકા કામગીરી થઇ ગઇ છે. જ્યારે 133 વિધાનસભા મતવિસ્તારમાં ચકાસણીની 100 ટકા કામગીરી સંપન્ન થઇ ગઇ છે. ગેરહાજર-સ્થળાંતરિત અને મૃતક મતદારોની યાદી CEO તથા જિલ્લાસ્તરે વેબસાઈટ પર મુકાઈ ગઇ...

ડિસેમ્બર 10, 2025 10:10 એ એમ (AM) ડિસેમ્બર 10, 2025 10:10 એ એમ (AM)

views 6

આજે કેબિનેટ બેઠકમાં ટેકાના ભાવે ખરીદી સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સવાર દસ વાગે કેબિનેટની બેઠક મળશે. ટેકાના ભાવે ચાલી રહેલી મગફળી સહિત જણશની ખરીદી, રાજ્યમાં ખાતરની અછત તથા રાહત પેકેજ મામલે થયેલી અરજીઓની સમીક્ષા કરાશે. જ્યારે અમદાવાદમાં સુભાષબ્રિજમાં પડેલી તિરાડો બાદ મહાનગરપાલિકા દ્વારા થયેલી કામગીરી પર શહેરી વિકાસ વિભાગ...

ડિસેમ્બર 10, 2025 10:09 એ એમ (AM) ડિસેમ્બર 10, 2025 10:09 એ એમ (AM)

views 7

સતર્કતા આપણી સહિયારી જવાબદારી”ના સૂત્ર સાથે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ઉજવાયો

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં “સતર્કતા આપણી સહિયારી જવાબદારી”ના સૂત્ર સાથે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે એ.સી.બી.માં ઉત્તમ કામગીરી કરનારા પોલીસ કર્મીઓ- અધિકારીઓનું અને ભ્રષ્ટાચારીઓ સામે ફર...

ડિસેમ્બર 10, 2025 10:08 એ એમ (AM) ડિસેમ્બર 10, 2025 10:08 એ એમ (AM)

views 9

ભારત-અમેરિકન વિદેશ કાર્યાલય પરામર્શમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને યુએસના નાયબ વિદેશ સચિવ એલિસન હૂકરે બેઠકની સહ-અધ્યક્ષતા કરી

દિલ્હીમાં યોજાયેલ ભારત-અમેરિકન વિદેશ કાર્યાલય પરામર્શમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને યુએસના નાયબ વિદેશ સચિવ એલિસન હૂકરે બેઠકની સહ-અધ્યક્ષતા કરી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પરામર્શથી ભારત-અમેરિકન વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીની વ્યાપક સમીક્ષા કરવામાં આવી હતી. બંને પક્ષોએ વેપાર અને રોકાણ, સ...