જાન્યુઆરી 15, 2026 9:36 એ એમ (AM)

views 21

કેન્દ્રીય ગૃહમત્રી અમિત શાહ અમદાવાદમાં આદિ શંકરાચાર્ય સમગ્ર ગ્રંથાવલીનું વિમોચન કરશે

કેન્દ્રીય ગૃહમત્રી અમિત શાહ તેમના ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસના છેલ્લા દિવસે અમદાવાદમાં સસ્તુ સાહિત્ય મુદ્રણાલય દ્વારા પ્રકાશિત અને ગોતમ પટેલ દ્વારા સંપાદિત આદિ શંકરાચાર્ય સમગ્ર ગ્રંથાવલીનું વિમોચન કરશે. શ્રી શાહ ત્રણ દિવસથી ગુજરાતની મુલાકાતે છે. આ ત્રણ દિવસ દરમિયાન તેમણે તેમના સંસદીય વિસ્તારમાં વિવ...

જાન્યુઆરી 15, 2026 9:31 એ એમ (AM)

views 31

અમેરિકાએ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિત 75 દેશો માટે ઇમિગ્રન્ટ વિઝા પ્રક્રિયા બંધ કરવાની જાહેરાત કરી

અમેરિકાએ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિત 75 દેશો માટે ઇમિગ્રન્ટ વિઝા પ્રક્રિયા બંધ કરવાની જાહેરાત કરી છે. વિભાગે જણાવ્યું કે આ દેશોના ઇમિગ્રન્ટ્સ અસ્વીકાર્ય દરે કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈને અમેરિકામાં આર્થિક બોજ બની રહ્યા છે.અમેરિકાએ કહ્યું કે જ્યાં સુધી ઇમિગ્રન્ટ્સ આર્થિક લાભ લેવાનું બંધ ન કરે ત્યાં ...

જાન્યુઆરી 15, 2026 9:30 એ એમ (AM)

views 12

દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં આજે ભારે ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં આજે ભારે ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આગામી બે દિવસમાં હિમાચલ પ્રદેશ, બિહાર, પૂર્વી ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળની હિમાલયની તળેટી, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, આસામ, મેઘાલય અને સિક્કિમમાં કેટલાક સ્થળોએ ગાઢ ધુમ...

જાન્યુઆરી 15, 2026 9:29 એ એમ (AM)

views 20

ભારતીય કોસ્ટ ગાર્ડ અને જાપાન કોસ્ટ ગાર્ડ વચ્ચે નવી દિલ્હીમાં 22મી ઉચ્ચ-સ્તરીય બેઠક યોજાઈ

ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને જાપાન કોસ્ટ ગાર્ડ (JCG) વચ્ચે નવી દિલ્હીમાં 22મી ઉચ્ચ-સ્તરીય બેઠક યોજાઈ હતી. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ બેઠક બંને રાષ્ટ્રો વચ્ચે મજબૂત અને સ્થાયી દરિયાઈ ભાગીદારીને પુનઃપુષ્ટિ આપે છે. આ બેઠકમાં દરિયાઈ શોધ અને બચાવ, દરિયાઈ પ્રદૂષણ પ્રતિભાવ, દરિયાઈ કાયદા અમલીકરણ અ...

જાન્યુઆરી 15, 2026 9:28 એ એમ (AM)

views 7

જાપાનના વિદેશ મંત્રી તોશિમિત્સુ મોટેગી આજથી ત્રણ દિવસ માટે ભારતની મુલાકાતે

જાપાનના વિદેશ મંત્રી તોશિમિત્સુ મોટેગી આજથી ત્રણ દિવસ માટે ભારતની મુલાકાતે આવનાર છે. વિદેશ મંત્રાલય અનુસાર તેઓ આજે નવી દિલ્હી પહોંચશે. શુક્રવારે, તેઓ હૈદરાબાદ હાઉસ ખાતે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરને મળશે. શનિવારે, તેઓ રાજઘાટ પર પુષ્પાંજલિ અર્પણ કરશે અને બાદમાં દિલ્હી મેટ્રોની મુલાકાત લેશે.

જાન્યુઆરી 15, 2026 9:26 એ એમ (AM)

views 3

ઈરાનમાં વર્તમાન પરિસ્થિતિને લઇ એર ઈન્ડિયાની અનેક ફ્લાઇટ્સમાં વિલંબ

ઈરાનમાં વર્તમાન પરિસ્થિતિ અને ત્યારબાદ તેના હવાઈ ક્ષેત્ર બંધ થવાને કારણે, એર ઈન્ડિયાએ કહ્યું કે આ પ્રદેશ પર ઉડતી તેની ફ્લાઇટ્સ વૈકલ્પિક રૂટ દ્વારા ચલાવવામાં આવી રહી હોવાથી તેમાં વિલંબ થઈ શકે છે.એર ઈન્ડિયાએ સોશિયલ મીડિયા સંદેશમાં માહિતી આપી કે મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને કેટલીક ફ્લાઇટ્સ રદ કરવ...

જાન્યુઆરી 15, 2026 8:11 એ એમ (AM)

views 8

ભારતીય નાગરિકોને ઈરાનની મુસાફરી ટાળવાની સરકારની સલાહ

ભારતે સુરક્ષા ચિંતાઓને કારણે ભારતીય નાગરિકોને ઈરાનની મુસાફરી ટાળવાની સલાહ આપી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ઈરાનમાં બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને આગામી સૂચના સુધી ઈરાનની મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવે છે. તેહરાનમાં ભારતીય દૂતાવાસે ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકોને વાણિજ્યિક ફ...

જાન્યુઆરી 15, 2026 8:09 એ એમ (AM)

views 12

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની ઉપસ્થિતીમાં જયપુરમાં 78મી આર્મી ડે પરેડ

જયપુરમાં આજે 78મી આર્મી ડે પરેડમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્મા અને આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી પરેડમાં હાજરી આપશે.સેના હજારો દર્શકો સમક્ષ પોતાની શિસ્ત, તાકાત અને આધુનિક લશ્કરી ક્ષમતાઓનું પ્રદર્શન કરશે, આ કાર્યક્રમ સવારે 10 વાગ્યે શરૂ થશે.કાર્યક્રમ માટે કડક સ...

જાન્યુઆરી 15, 2026 8:08 એ એમ (AM)

views 11

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે અમૃતસરમાં ગુરુ નાનક દેવ યુનિવર્સિટીના 50માં વાર્ષિક દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પંજાબ અને રાજસ્થાનના બે દિવસના પ્રવાસ અંતર્ગત આજે તેઓ અમૃતસરમાં ગુરુ નાનક દેવ યુનિવર્સિટીના 50મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. આવતીકાલે, રાષ્ટ્રપતિ જલંધરમાં ડૉ. બી.આર. આંબેડકર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના 21મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે અને જયપુરમાં રામાનંદ...

જાન્યુઆરી 15, 2026 8:07 એ એમ (AM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 28માં કોમનવેલ્થ સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ પરિષદનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 28મા કોમનવેલ્થ સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ પરિષદનું ઉદ્ઘાટન કરશે. લોકસભાના સ્પીકર ઓમ બિરલા પરિષદની અધ્યક્ષતા કરશે. 42 કોમનવેલ્થ દેશો અને ચાર અર્ધ-સ્વાયત્ત સંસદોના 61 સ્પીકર અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ પરિષદમાં હાજરી આપી રહ્યા છે.