જાન્યુઆરી 15, 2026 7:26 પી એમ(PM)

views 12

ICCની 19 વર્ષથી ઓછી વયના ખેલાડીઓ માટેના વિશ્વકપમાં ભારત સામે અમેરિકાની ટીમ 107 રનમાં ઓલઆઉટ

આંતર-રાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ICCની 19 વર્ષથી ઓછી વયના ખેલાડીઓ માટેના વિશ્વકપની સ્પર્ધાનો આજથી પ્રારંભ થયો છે. ઝિમ્બાબ્વેમાં રમાઇ રહેલી પહેલી મૅચમાં સંયુક્ત રાજ્ય અમેરિકા – USAની ટીમ 35.2 ઓવરમાં 107 રન પર આઉટ થઇ ગઇ. ભારતે બેટિંગ શરૂ કરતાં ચાર ઑવરમાં એક વિકેટ ગુમાવી 21 રન કર્યા હતા, પરંતુ વરસાદના કારણ...

જાન્યુઆરી 15, 2026 7:13 પી એમ(PM)

views 12

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યુવાનોને “વિવેક ચૂડામણિ” ગ્રંથ જરૂરથી વાંચવા અનુરોધ કર્યો – અમદાવાદમાં આદિશંકર ગ્રંથોનું વિમોચન.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, આદિ શંકરાચાર્યનું જ્ઞાન હવે ગુજરાતી યુવાનોને આંગળીના ટેરવે મળતું થયું છે. અમદાવાદમાં સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત અને ડૉક્ટર ગૌતમ પટેલ દ્વારા સંપાદિત આદિ શંકર સમગ્ર 15 ગ્રંથોની શ્રેણીનું વિમોચન કરતા તેમણે આ વાત કહી. શ્રી શાહે આ ગ્રંથાવલિને ગુજ...

જાન્યુઆરી 15, 2026 7:11 પી એમ(PM)

views 6

રાજ્યમાં કરૂણા અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં પાંચ હજારથી વધુ પક્ષીઓની સારવાર – 108 સેવામાં 3 હજારથી વધુ ઇમરજન્સી કેસ નોંધાયા.

રાજ્યમાં કરૂણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણે 14 તારીખ સુધીમાં પાંચ હજાર 439 પક્ષીઓની સારવાર કરવામાં આવી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર આ અંગે જણાવ્યું કે, આ તમામ પક્ષીઓમાંથી ચાર હજાર 937 એટલે કે, 91 ટકા પક્ષીઓને બચાવવામાં આવ્યા છે. સાબરકાંઠામાં 1962 પશુ હેલ્પલાઇન દ્વારા ગઇકાલ સુધીમાં 141 ...

જાન્યુઆરી 15, 2026 7:08 પી એમ(PM)

views 4

ભરૂચ SOG પોલીસે 11 લાખ રૂપિયાથી વધુના કેફી પદાર્થ સાથે બે લોકોની ધરપકડ કરી

ભરૂચ સ્પેશિયલ ઑપરેશન ગૃપ - SOG પોલીસે 11 લાખ રૂપિયાથી વધુના કેફી પદાર્થ સાથે બે લોકોની ધરપકડ કરી છે. અમારા પ્રતિનિધિ વાહીદ મશહદી જણાવે છે, પોલીસે માહિતીના આધારે ST બસ ડેપો પરથી બે લોકોને પકડ્યા હતા. તેમની તપાસ કરતાં એક વ્યક્તિની બેગમાંથી કેફી પદાર્થનો 58 ગ્રામથી વધુનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બંન...

જાન્યુઆરી 15, 2026 7:06 પી એમ(PM)

views 20

રાજ્યમાં આગામી 48 કલાકમાં ઠંડી ઘટવાની આગાહી.

રાજ્યમાં આગામી 48 કલાકમાં ઠંડીમાં ઘટાડો થવાની આગાહી છે. જોકે, ત્યારબાદ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નહીંવત્ છે. હવામાન વિભાગે જણાવ્યું, રાજ્યના કેટલાક જિલ્લામાં લઘુત્તમ તાપમાનનો આંકડો 10 ડિગ્રી સેલ્સિયસથી ઓછો નોંધાયો છે. છ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે અમરેલી સૌથી ઠંડું શહેર રહ્યું છે. જ્યારે કે...

જાન્યુઆરી 15, 2026 2:24 પી એમ(PM)

views 4

અમદાવાદમાં આગામી 30 જાન્યુઆરીએ પૅન્શન અદાલત યોજાશે.

અમદાવાદમાં આગામી 30 જાન્યુઆરીએ પૅન્શન અદાલત યોજાશે. શાહીબાગ વિસ્તારમાં સ્પીડપૉસ્ટ ભવનમાં આવેલી પૉસ્ટમાસ્ટર જનરલ હૅડ ક્વાર્ટર પરિક્ષેત્રની કચેરી ખાતે સવારે 11 વાગ્યે પૅન્શન અદાલતનું આયોજન કરાયું છે. તેમાં ટપાલ વિભાગના નિવૃત્ત કર્મચારીઓના નીતિ વિષયક મુદ્દા સિવાયના પૅન્શનને લગતા અન્ય મુદ્દાઓ સંબંધિત ફર...

જાન્યુઆરી 15, 2026 2:24 પી એમ(PM)

views 3

રાજ્યભરમાં ઉત્તરાયણ નિમિત્તે 108 ઇમરજન્સી મૅડિકલ સર્વિસીઝ – EMS દ્વારા 24 કલાક દેખરેખ રાખવામાં આવી રહી છે.

રાજ્યભરમાં ઉત્તરાયણ નિમિત્તે 108 ઇમરજન્સી મૅડિકલ સર્વિસીઝ – EMS દ્વારા 24 કલાક દેખરેખ રાખવામાં આવી રહી છે. ગઈકાલે 108 EMS દ્વારા પાંચ હજાર 897 ઇમરજન્સી મૅડિકલ કેસ નોંધવામાં આવ્યા છે, જે સામાન્ય દિવસની સરખામણીએ 33 ટકા વધુ હતા. સત્તાવાર યાદી મુજબ, ઉત્તરાયણ નિમિત્તે ગઈકાલે ઊંચાઈ પરથી પડવાના કેસમાં 92 ટ...

જાન્યુઆરી 15, 2026 2:23 પી એમ(PM)

views 7

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભાવનગરમાં કૃષિ સખી અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ખેતરની મુલાકાત લીધી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભાવનગરમાં કૃષિ સખી અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ખેતરની મુલાકાત લીધી. રાજ્યપાલશ્રીએ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. તેમણે તાલુકા કક્ષાએ પ્રાકૃતિક ખેત ઉત્પાદનોના વેચાણ માટે અલગ બજાર તૈયાર કરવા પણ ખેડૂતોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉક્ટર મનસ...

જાન્યુઆરી 15, 2026 2:22 પી એમ(PM)

views 2

ડાંગમાં 108 ઇમરજન્સી સેવા લોકો માટે જીવનરક્ષક સેવા બની.

ડાંગમાં 108 ઇમરજન્સી સેવા લોકો માટે જીવનરક્ષક સેવા બની છે. કાકળાશા ગામની પ્રસુતા માતાને હૉસ્પિટલ લઈ જતા વખતે દુખાવો થતાં 108ની ટુકડીએ રસ્તામાં જ સફળ પ્રસુતિ કરાવી હતી. ત્યારબાદ મહિલાને સફળતાપૂર્વક સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

જાન્યુઆરી 15, 2026 2:07 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતે વિશ્વ સમક્ષ લોકશાહીનું ચુસ્ત પણે અનુસરણનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતે વિશ્વ સમક્ષ લોકશાહીના ચુસ્ત પણે અનુસરણનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. ભારતે દર્શાવ્યું છે કે લોકશાહી સંસ્થાઓ અને લોકશાહી પ્રક્રિયાઓ લોકશાહીને સ્થિરતા, ગતિ અને સ્કેલ આપે છે. આજે નવી દિલ્હીના સંવિધાન સદનમાં કોમનવેલ્થના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સનન...