ડિસેમ્બર 12, 2025 4:06 પી એમ(PM) ડિસેમ્બર 12, 2025 4:06 પી એમ(PM)

views 11

ગ્રામ કમ્પ્યુટર સાહસિક એટલે કે VCEને રાજ્ય સરકારના વિભાગો દ્વારા સોંપવામાં આવતી કામગીરી માટે યુનિટ દિઠ લઘુત્તમ 20 રૂપિયા ચૂકવાશે

ગ્રામ કમ્પ્યુટર સાહસિક એટલે કે VCEને રાજ્ય સરકારના વિભાગો દ્વારા સોંપવામાં આવતી કામગીરી માટે યુનિટ દિઠ લઘુત્તમ 20 રૂપિયા ચૂકવાશે. રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા VCE ને વિવિધ યોજનાઓની ડેટાએન્ટ્રી સંબંધિત કામગીરી સોંપવામાં આવતી હોય છે. આ માટે દરેક કામગીરીમાં તેમને યુનિટદીઠ કમિશન પેટે ચુકવવાની થતી ર...

ડિસેમ્બર 12, 2025 4:03 પી એમ(PM) ડિસેમ્બર 12, 2025 4:03 પી એમ(PM)

views 1

વલસાડમાં નિર્માણાધીન બ્રિજનું માળખું તૂટી પડતાં પાંચ શ્રમિકો ઇજાગ્રસ્ત થયા

વલસાડમાં નિર્માણાધીન બ્રિજનું માળખું તૂટી પડતાં પાંચ શ્રમિકો ઇજાગ્રસ્ત થયા છે. શહેરના કૈલાશ માર્ગ પર બ્રિજના નવ નિર્માણની કામગીરી દરમિયાન બાંધેલી પાલણ તૂટી જતાં પાંચ શ્રમિક આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. તેઓને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે ફાયર વિભાગ અને પોલી...

ડિસેમ્બર 12, 2025 4:01 પી એમ(PM) ડિસેમ્બર 12, 2025 4:01 પી એમ(PM)

views 1

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-વાલિયા માર્ગ બાઈક અને રીક્ષા વચ્ચે અકસ્માત બાદ આગ લાગતાં એક મહિલાનું મોત થયાના અહેવાલ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-વાલિયા માર્ગ બાઈક અને રીક્ષા વચ્ચે અકસ્માત બાદ આગ લાગતાં એક મહિલાનું મોત થયાના અહેવાલ છે. અમારાં પ્રતિનિધિ જણાવે છે, ઘટનામાં અન્ય 4 લોકો દાઝી જતા સારવાર અર્થે ખસેડાયા છે. ઘટનાને પગલે અગ્નિશમન દળની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો. ઘટના અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

ડિસેમ્બર 12, 2025 3:59 પી એમ(PM) ડિસેમ્બર 12, 2025 3:59 પી એમ(PM)

views 1

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં તળાવમાં ડૂબી જતા ત્રણ બાળકોના મોત થયા

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં તળાવમાં ડૂબી જતા ત્રણ બાળકોના મોત થયા છે. અમારાં પ્રતિનિધિ જણાવે છે, સાત બાળકો એન્ટિઆવાડમાં હિંગરાજ માતા મંદિર નજીકના તળાવ પાસે રમવા ગયા હતા. જ્યાં ચાર બાળકો પાણીમાં ઉતર્યા અને અચાનક ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. ત્યારે એક બાળકને રાહદારીએ બચાવી લીધો હતો. જ્યારે અન્ય બાળકોને શ...

ડિસેમ્બર 12, 2025 3:55 પી એમ(PM) ડિસેમ્બર 12, 2025 3:55 પી એમ(PM)

views 1

મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાંથી 2 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો માદક પદાર્થનું વાવેતર ઝડપાયું

મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાંથી 2 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો માદક પદાર્થનું વાવેતર ઝડપાયું છે. અમારાં પ્રતિનિધિ જણાવે છે વડદલા રત્નાજીના મુવાડા ગામમાં પોલીસ બાતમીને આધારે તપાસ કરતા 2 કરોડ 37 લાખ રૂપિયાથી વધુની કિંમતના માદક પદાર્થના કુલ 258 છોડ મળી આવ્યા હતા. આ અંગે પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી ...

ડિસેમ્બર 12, 2025 3:51 પી એમ(PM) ડિસેમ્બર 12, 2025 3:51 પી એમ(PM)

views 1

જામનગરમાં આયુષ મંત્રાલયના સહયોગથી કાર્યરત આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા- ઈટરાના નિયામક તનુજા નેસરીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી

જામનગરમાં આયુષ મંત્રાલયના સહયોગથી કાર્યરત આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા- ઈટરાના નિયામક તનુજા નેસરીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે આગામી 17 ડિસેમ્બરથી 19 ડિસેમ્બરના ભારત મંડપમ ખાતે યોજાનાર વૈશ્વિક સંમેલન અંગે માહિતી આપી. તેમણે જણાવ્યું હતું કે આ સંમેલનનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ...

ડિસેમ્બર 12, 2025 3:48 પી એમ(PM) ડિસેમ્બર 12, 2025 3:48 પી એમ(PM)

views 1

પર્યાવરણ સંરક્ષણ અને શહેરને પ્લાસ્ટિક-મુક્ત બનાવવાના હેતુથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં વ્યાપક ચકાસણી હાથ ધરવામાં આવી

પર્યાવરણ સંરક્ષણ અને શહેરને પ્લાસ્ટિક-મુક્ત બનાવવાના હેતુથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં વ્યાપક ચકાસણી હાથ ધરવામાં આવી. મહાનગરપાલિકાની ટીમોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા તેમજ ગંદકી ફેલાવતા દુકાનદારો અને વેપારીઓ સામે કડક કાર્યવાહી કરી હતી. જે અન્વયે ગેબનશાહ પીર પાસે ગણેશ પ્લ...

ડિસેમ્બર 12, 2025 2:40 પી એમ(PM) ડિસેમ્બર 12, 2025 2:40 પી એમ(PM)

views 3

સરકાર લોકસભામાં વાયુ પ્રદૂષણના મુદ્દે ચર્ચા કરવા તૈયાર

સરકાર લોકસભામાં વાયુ પ્રદૂષણના મુદ્દે ચર્ચા કરવા તૈયાર હોવાનું કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું છે. તેમણે કહ્યું કે આ મુદ્દો વ્યાપાર સલાહકાર સમિતિમાં વિપક્ષના નેતા દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો, તેથી સરકારે તેના પર ધ્યાન આપવાની જરૂર છે. શૂન્ય કલાક દરમિયાન આ મુદ્દો ઉઠાવતા વિપક્ષના ને...

ડિસેમ્બર 12, 2025 2:47 પી એમ(PM) ડિસેમ્બર 12, 2025 2:47 પી એમ(PM)

views 4

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે રાજ્યને નક્સલમુક્ત જાહેર કર્યું.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે રાજ્યને નક્સલમુક્ત જાહેર કર્યું છે. બાલાઘાટ જિલ્લામાં બે માઓવાદીઓના આત્મસમર્પણ બાદ તેમણે આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદને નાબૂદ કરવાના મજબૂત સંકલ્પને કાર...

ડિસેમ્બર 12, 2025 2:10 પી એમ(PM) ડિસેમ્બર 12, 2025 2:10 પી એમ(PM)

views 10

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શિવરાજ પાટીલનું નિધન.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શિવરાજ પાટીલનું આજે નિધન થયું છે. તેઓ 91 વર્ષના હતા. શ્રી પાટીલ લાંબા સમયથી બીમાર હતા. તેમણે લોકસભાના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી. શ્રી પાટીલ લાતુર લોકસભા બેઠક સાત વખત જીત્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત મહા...