ડિસેમ્બર 12, 2025 7:56 પી એમ(PM) ડિસેમ્બર 12, 2025 7:56 પી એમ(PM)

views 1

સરકારે કહ્યું કે દેશમાં રેલવે અકસ્માતોમાં 90 ટકાનો ઘટાડો થયો

સરકારે કહ્યું કે આજે દેશમાં રેલ અકસ્માતોમાં 90 ટકાનો ઘટાડો થયો છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે 2004 થી 2014 દરમિયાન 1 હજાર 711 રેલ અકસ્માતો થયા હતા. આ આંકડો 2024-2025 માં ઘટીને 31 થયો અને 2025-2026 માં 11 થઈ શકે છે. આજે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં, શ્રી વૈષ્ણવે...

ડિસેમ્બર 12, 2025 7:54 પી એમ(PM) ડિસેમ્બર 12, 2025 7:54 પી એમ(PM)

views 1

રાષ્ટ્રપતિએ મણિપુરના સેનાપતિ જિલ્લામાં છ વિકાસકામોનું ઉદ્દઘાટન અને પાંચ વિકાસકામોનો શિલાન્યાસ કર્યો.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે મણિપુરના સેનાપતિ જિલ્લામાં અમલમાં મુકાયેલા છ અલગ અલગ વિકાસ કામોનું ઉદ્દઘાટન અને પાંચ વિકાસ કામોનો શિલાન્યાસ કર્યો. જાહેર સભાને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે પ્રધાનમંત્રી જનમન યોજના હેઠળ, ખાસ કરીને આદિવાસી સમુદાયોના ઉત્થાન માટે ઘણી પહેલ શરૂ કરવામાં આવી છે, જે તેમના જીવન...

ડિસેમ્બર 12, 2025 7:52 પી એમ(PM) ડિસેમ્બર 12, 2025 7:52 પી એમ(PM)

views 1

કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું છે કે સરકાર લોકસભામાં વાયુ પ્રદૂષણના મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર

કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું છે કે સરકાર લોકસભામાં વાયુ પ્રદૂષણના મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે. તેમણે જણાવ્યું હતું કે વિપક્ષના નેતાએ વ્યાપાર સલાહકાર સમિતિમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો, તેથી સરકારે તેના પર વિચાર કરવો પડશે અને નિયમો અનુસાર ચર્ચા કેવી રીતે કરવી તે નક્કી કરવું પડશ...

ડિસેમ્બર 12, 2025 7:49 પી એમ(PM) ડિસેમ્બર 12, 2025 7:49 પી એમ(PM)

views 7

ક્રિકેટમાં, ભારતે દુબઈમાં પુરુષોની અંડર-19 એશિયા કપની પહેલી મેચમાં સંયુક્ત આરબ અમીરાતને 234 રનથી હરાવ્યું

ક્રિકેટમાં, ભારતે આજે દુબઈમાં પુરુષોના અંડર-19 એશિયા કપની પહેલી મેચમાં સંયુક્ત આરબ અમીરાત – UAE ને 234 રનથી હરાવ્યું. 434 રનના લક્ષ્યનો પીછો કરતા યુએઈ 50 ઓવરમાં 7 વિકેટે 199 રન જ બનાવી શક્યું. ભારત તરફથી દીપેશ દેવેન્દ્રન સૌથી વધુ ૨ વિકેટ ઝડપી શક્યો. અગાઉ, યુએઈએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણ...

ડિસેમ્બર 12, 2025 7:15 પી એમ(PM) ડિસેમ્બર 12, 2025 7:15 પી એમ(PM)

views 4

2027ની વસ્તી ગણતરી માટે 11 હજાર 718 કરોડ રૂપિયાના બજેટને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી

કેન્દ્રીય મંત્રીમંડળે 2027 ની વસ્તી ગણતરી માટે 11 હજાર 718 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપી છે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે 2027 ની વસ્તી ગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. આ દેશમાં 16મી અને સ્વતંત્રતા પછીની 8મી વસ્તી ગણતરી હશે. શ્રી વૈષ્ણ...

ડિસેમ્બર 12, 2025 7:11 પી એમ(PM) ડિસેમ્બર 12, 2025 7:11 પી એમ(PM)

views 22

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર ખાતેથી 370 કરોડ રૂપિયાની રકમની શિષ્યવૃત્તિનું વિતરણ કરાયું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત ગાંધીનગર ખાતેથી 370 કરોડ રૂપિયાની રકમની શિષ્યવૃત્તિ વિતરણ કરાયું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું, ...

ડિસેમ્બર 12, 2025 7:08 પી એમ(PM) ડિસેમ્બર 12, 2025 7:08 પી એમ(PM)

views 7

મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાંથી 2 કરોડ રૂપિયાથી વધુની કિંમતના માદક પદાર્થનું વાવેતર ઝડપાયું

મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાંથી 2 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો માદક પદાર્થનું વાવેતર ઝડપાયું છે. અમારાં પ્રતિનિધિ જણાવે છે વડદલા રત્નાજીના મુવાડા ગામમાં પોલીસ બાતમીને આધારે તપાસ કરતા 2 કરોડ 37 લાખ રૂપિયાથી વધુની કિંમતના માદક પદાર્થના કુલ 258 છોડ મળી આવ્યા હોવાનું નાયબ પોલીસ અધિક્ષક કમલેશ વસાવાએ જણાવ્...

ડિસેમ્બર 12, 2025 7:07 પી એમ(PM) ડિસેમ્બર 12, 2025 7:07 પી એમ(PM)

views 3

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ 330 કિલોમીટરના સ્ટીલ બ્રિજનું કામ પૂર્ણ થયું

નેશનલ હાઇ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર મોટી પ્રગતિ નોંધાવી છે. 508 કિલોમીટરમાંથી 330 કિલોમીટર વાયડક્ટ એટલે કે સ્ટીલ બ્રિજ અને 408 કિલોમીટર થાંભલાનું કામ પૂર્ણ થયું છે. નદી, PSC અને સ્ટીલ પુલ સહિતના મુખ્ય પુલનું કામ પૂર્ણ થઈ ગયું છે. જેમાં 4 લાખ 70 હજારથી વધુ અ...

ડિસેમ્બર 12, 2025 7:03 પી એમ(PM) ડિસેમ્બર 12, 2025 7:03 પી એમ(PM)

views 7

દક્ષિણ આફ્રિકામાં યોજાયેલી વિશ્વ ટ્રાયથલે ચેમ્પિયનશિપમાં ભાવનગર જિલ્લાના પાલિતાણાના કુલદિપસિંહ વાળાએ રજત ચંદ્રક જીત્યો.

દક્ષિણ આફ્રિકામાં યોજાયેલી વિશ્વ ટ્રાયથલે ચેમ્પિયનશિપમાં ભાવનગર જિલ્લાના પાલિતાણાના કુલદિપસિંહ વાળાએ રજત ચંદ્રક જીત્યો. કોચ અંકુરસિંહ તેમજ પિતા અને શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના આચાર્ય બી.એ.વાળાના માર્ગદર્શન હેઠળ શાનદાર પ્રદર્શન કરતા કુલદીપસિંહે ત્રણ કિલોમીટર દોડ અને સમુદ્રમાં 200 મીટર સ્વીમીંગ ...

ડિસેમ્બર 12, 2025 4:07 પી એમ(PM) ડિસેમ્બર 12, 2025 4:07 પી એમ(PM)

views 2

કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ આજે ભાવનગરના પાલીતાણા તાલુકા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કર્યું

કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ આજે ભાવનગરના પાલીતાણા તાલુકા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કર્યું. પાંચ કરોડના ખર્ચે નિર્માણ પામનાર આ ભવન તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ, ગ્રામ વિકાસની ઓફિસ, મિટિંગ હોલ, કોન્ફરન્સ રૂમ, વાહન પાર્કિંગની સુવિધા સાથે અત્યાધુનિક સુવિધા સજ્જ હશે. આ તાલુકા પંચાયત ...