ડિસેમ્બર 1, 2025 3:05 પી એમ(PM) ડિસેમ્બર 1, 2025 3:05 પી એમ(PM)
2
અરવલ્લી સ્થાનિક ગુનાશાખા – LCB-એ મોંઘી મોટરસાઈકલ ચોરી કરનારા ચોરને પકડી પાડ્યો
અરવલ્લી સ્થાનિક ગુનાશાખા – LCB-એ મોંઘી મોટરસાઈકલ ચોરી કરનારા ચોરને પકડી પાડ્યો છે. શામળાજી પોલીસમથક વિસ્તારમાં જાબચિતરીયા ગામ નજીક પોલીસે પૅટ્રોલીંગ દરમિયાન આરોપીને પકડ્યો છે. તેની પૂછપરછ કરતા તે તેના પાંચ સભ્ય સાથે મળી અમદાવાદ અને રાજસ્થાનમાંથી છ મોટરસાઈકલ ચોરી કરી હોવાનું જણાયું છે.