જુલાઇ 15, 2024 3:09 પી એમ(PM)

views 39

રાજ્યમાં ચાંદીપુરમ વાઇરસના વધતા કેસોને પગલે રાજ્ય સરકારે ત્વરિત કાર્યવાહી શરૂ કરી

રાજ્યમાં ચાંદીપુરમ વાઇરસના વધતા કેસોને પગલે રાજ્ય સરકારે ત્વરિત કાર્યવાહી શરૂ કરી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એક નિવેદનમા જણાવ્યું કે ચાંદીપુરમ વાઇરસ એટલે કે એન્કેફેલાઇટીસ રોગના કેસો ઝડપથી વધી રહ્યા છે. વરસાદી ઋતુમાં રેત માંખ કરડવાથી થતો આ રોગ સામાન્ય રીતે 9થી 14 વર્ષના બાળકોમાં જોવા મળી રહ્યો છે...

જુલાઇ 15, 2024 3:02 પી એમ(PM)

views 20

ભારતની છૂટક ડિજિટલ ચૂકવણી વર્ષ 2030 સુધીમાં બમણી થઈને 7 ટ્રિલિયન ડોલર થવાની સંભાવના

ભારતની છૂટક ડિજિટલ ચૂકવણી વર્ષ 2030 સુધીમાં બમણી થઈને 7 ટ્રિલિયન ડોલર થવાની સંભાવના છે કેર્ની અને અમેઝૉન પે દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલા સંયુક્ત અહેવાલમાં શક્યતા દર્શાવાઈ છે. આ અહેવાલ અનુસાર છૂટક વ્યવહારો માટે ભારતની ડિજિટલ ચૂકવણી નાણાકીય વર્ષ 2023-24માં વધીને 3.6 ટ્રિલિયન ડોલર થઈ શકે છે જે નાણાકીય...

જુલાઇ 15, 2024 3:00 પી એમ(PM)

views 14

અમરનાથની યાત્રા કરવા 4875 શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ જમ્મુમાં ભગવતી નગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી રવાના થયો

અમરનાથની યાત્રા કરવા 4875 શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ જમ્મુમાં ભગવતી નગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી કાશ્મીર ખીણમાં માટે રવાના થયો હતો. યાત્રાળુઓ આજે વહેલી સવારે 162 વાહનોના કાફલામાં બેઝ કેમ્પથી નીકળ્યા હતા. બેચમાં 3 હજારો 464 પુરૂષો, 1 હજાર 333 મહિલાઓ, 14 બાળકો, 57 સાધુઓ અને 7 સાધ્વીઓનો સમાવેશ થાય છે.

જુલાઇ 15, 2024 2:56 પી એમ(PM)

views 43

ઓડિશાના પુરીમાં બહુદા યાત્રાની ઉજવણી

ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને ભગવાન સુદર્શન ગુંડીચા મંદિરમાં આઠ દિવસ ગાળ્યા પછી તેમના નિવાસસ્થાન શ્રી મંદિર પરત ફરશે. ત્રણેય રથોના પરત ફરવાની આ યાત્રા બહુદા યાત્રા તરીકે ઓળખાય છે. આજે વહેલી સવારથી જ લાખો ભક્તો પુરી અને ગુંડીચા મંદિર ખાતે દર્શનાર્થે ઉમટી પડ્યા છે. પુરી...

જુલાઇ 15, 2024 9:25 એ એમ (AM)

views 40

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ x પર સો મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કરીને અનોખી સિધ્ધિ હાંસલ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર 100 મિલિયન ફોલોઅર્સનો આંકડો વટાવીને એક નોંધપાત્ર સિધ્ધિ હાંસલ કરી છે. છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ 30 મિલિયન ફોલોઅર્સનો વધારો થયો છે. શ્રી મોદીએ હવે X પર વિશ્વના સૌથી વધુ અનુસરવામાં આવતા નેતા તરીકેનું ગૌરવ પ્રાપ્ત કર્યુ છે. શ્રી મોદી અમેરિકાના...

જુલાઇ 15, 2024 9:23 એ એમ (AM)

views 21

કેરળમાં અનરાધાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ

સમગ્ર કેરળમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ ગઇ છે.. રાજ્યના ઉત્તરીય ભાગોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.. આકાશવાણીના તિરુવનંથપુરમના સંવાદદાતા મયુષાના જણાવ્યા અનુસાર મલપ્પુરમ, કન્નુર અને કાસરગોડ જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ જાહેર કરાયુ છે. જ્યારે એર્નાકુલમ, થ્રિસુર, પલક્કડ, કોઝિકોડઅને વાયનાડ ...

જુલાઇ 15, 2024 9:21 એ એમ (AM)

views 41

સામાન્ય યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા – CUET-UGના અસરગ્રસ્ત ઉમેદવારોની પુનઃ પરીક્ષા લેવાશે

રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા NTAએ જાહેરાત કરી છે કે, સામાન્ય યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા CUET-UG ના અસરગ્રસ્ત ઉમેદવારોની પુનઃ પરીક્ષા 19 જુલાઈએ લેવાશે. આ પરીક્ષા સીબીટી એટલે કે, કમ્પ્યુટર-આધારિત ટેસ્ટ માધ્યમથી લેવાશે. ઉમેદવારોને તેમના વિષય કોડનો ઉલ્લેખ કરીને ઈ-મેલ દ્વારા માહિતી મોકલવામાં આવી છે. પરીક્ષાન...

જુલાઇ 14, 2024 8:36 પી એમ(PM)

views 23

હવામાન વિભાગે કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગે કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન સતારા, સિંધુદુર્ગ, રસ્તનાગીરી અને થાણેમાં રેડ અલર્ટ જાહેર કરાયું છે. આકાશવાણી મુંબઈના અમારા સંવાદદાતા ભાવના ગોખલે જણાવે છે કે ગત શનિવારથી સિંધુદુર્ગમાં સતત વરસાદ વરસી રહ્યો છે. આગામી બે દિવસમાં ભારે વરસાદી...

જુલાઇ 14, 2024 8:35 પી એમ(PM)

views 42

વિમ્બલ્ડન ટેનિસની પુરુષ સિંગલ્સની ફાયનલ લંડનમાં વિશ્વના બીજા નંબરના નોવાક જોકોવિચ ઇંગ્લેન્ડના ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝ રમાઇ રહી છે

વિમ્બલ્ડન ટેનિસની પુરુષ સિંગલ્સની ફાયનલ લંડનમાં વિશ્વના બીજા નંબરના નોવાક જોકોવિચ ઇંગ્લેન્ડના ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝ રમાઇ રહી છે. વિમ્બલ્ડનની ફાઇનલમાં સ્પેનના અલ્કારાઝનું આ બીજું પ્રદર્શન છે, જ્યારે સર્બિયન નોવાક જોકોવિચ સાત વખત ચેમ્પિયન બન્યા છે. જોકોવિચ આઠ વિમ્બલ્ડન મેન્સ સિંગલ ટાઇટલના રોજર ફેડ...

જુલાઇ 14, 2024 8:33 પી એમ(PM)

views 17

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ રશિયાના મોસ્કોમાં ભારતીય સમુદાયને સંબોધતાં જણાવ્યું હતું કે, વિદેશમાં રહેતા ભારતીયો ભારતના વિકાસ અને આધુનિકીકરણમાં અભિન્ન ભાગીદાર છે

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ રશિયાના મોસ્કોમાં ભારતીય સમુદાયને સંબોધતાં જણાવ્યું હતું કે, વિદેશમાં રહેતા ભારતીયો ભારતના વિકાસ અને આધુનિકીકરણમાં અભિન્ન ભાગીદાર છે. તેમણે ભારતમાં રાષ્ટ્રનિર્માણમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે ભારતીય સમુદાયની પ્રશંસા કરી. રશિયામાં વસતા ભારતીયોને શ્રી બિરલા એ તેમના કાર્યો,...