જૂન 18, 2024 4:32 પી એમ(PM)

views 5

આજે સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો

આજે સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યા હોવાના અહેવાલ છે. જેમાં દીવ ખાતે બે દિવસ ના વિરામ બાદ આજે ફરી વરસાદનું આગમન થયું હતું. સવારના તડકા બાદ અચાનક જ વરસાદી વાતાવરણ સર્જાતા ઝાપટાં પડતા વાતવરણમાં ઠંડક પ્રસરી હતી.સુરત જિલ્લાનાં કીમ, પાલોદ, કોસંબા સહિતના વિસ્તારોમાં બપોર બાદ ધીમીધારે વરસા...

જૂન 18, 2024 4:23 પી એમ(PM)

views 3

જામનગરની મોદી સ્કૂલમાં બેઝમેન્ટમાં આવેલા મીટરમાં આગનો બનાવ બનતાં મચી દોડધામ

જામનગરની મોદી સ્કૂલમાં બેઝમેન્ટમાં આવેલા મીટરમાં આગનો બનાવ બનતાં દોડધામ મચી ગઇ હતી.આ શાળામાં 700 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આગની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી અને વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડી લેવાયા હતાં.

જૂન 18, 2024 4:04 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી મોદી આજે કિસાન સન્માન નિધિના 17મા હપ્તાના 20 હજાર કરોડ રૂપિયા લાભાર્થી ખેડૂતોના ખાતામાં જમા કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં કિસાન સન્માન નિધિના 17મા હપ્તામાં લગભગ નવ કરોડ 26 લાખ લાભાર્થી ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા 20 હજાર કરોડ રૂપિયા જમા કરાવશે.અત્યાર સુધી 11 કરોડથી વધુ ખેડૂત પરિવારોએ પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત ત્રણ લાખ ચાર હજાર કરોડ રુપિયાથી વધુનો લાભ પ્રાપ્ત કર્યો છે. આ...

જૂન 18, 2024 3:47 પી એમ(PM)

views 13

કેન્દ્ર સરકારે નાગરિકોને ઇલેક્ટ્રીસિટી નૉ યૉર કસ્ટમર – K.Y.C. અપડેટ છેતરપિંડીથી બચાવવા માટે લીધા પગલાં

કેન્દ્ર સરકારે નાગરિકોને ઇલેક્ટ્રીસિટી નૉ યૉર કસ્ટમર - K.Y.C. અપડેટ છેતરપિંડીથી બચાવવા માટે પગલાં લીધા છે. કેન્દ્ર સરકારે જે મોબાઈલ નંબર પરથી છેતરપિંડી કરવામાં આવતી હતી. તે તમામ નંબર બંધ કરાવી દીધા છે. દૂરસંચાર વિભાગે છેતરપિંડીની પ્રવૃત્તિઓની તપાસ કરવા માટે ચક્ષુ પૉર્ટલનો ઉપયોગ કર્યો અને શરૂઆતમાં લગ...

જૂન 18, 2024 3:41 પી એમ(PM)

views 10

આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ આ વર્ષે શ્રીનગરમાં યોજાશે

આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ શ્રીનગરમાં યોજાશે. શેર—એ—કાશ્મીર કન્વેન્શન સેન્ટરમાં યોગ દિવસનો આ કાર્યક્રમ યોજાશે. આયૂષ મંત્રાલયના સચિવ રાજેશ કોટેચાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંગે પત્રકાર પરિષદ દરમિયાન વધુમાં જણાવ્યું કે, આ વર્ષની યોગ દિવસની વિષયવસ્તુ “સ્વયં અને સમાજ માટે યોગ” છે. નમ...

જૂન 18, 2024 3:38 પી એમ(PM)

views 9

ફિચ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતની વૃધ્ધિનો અંદાજ માર્ચનાં સાત ટકાથી વધારીને 7.2 ટકા કર્યો

ફિચ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતની વૃધ્ધિનો અંદાજ માર્ચનાં સાત ટકાથી વધારીને 7.2 ટકા કર્યો છે. ગ્રાહક ખર્ચ અને રોકાણમાં વધારાને પગલે વૃધ્ધિદરનો અંદાજ સુધારવામાં આવ્યો છે. આજે વૈશ્વિક અર્થતંત્રની સ્થિતિ અંગે પ્રસિદ્ધ થયેલા ફિચ રેટિંગ્સના ત્રિમાસિક અહેવાલમાં વૈશ્વિક વૃધ્ધિનો અંદાજ 2.4 ટકાથી વ...

જૂન 18, 2024 3:32 પી એમ(PM)

views 5

યુએસ-ઇન્ડિયા ઇનિશિયેટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઇમર્જીંગ ટેકનોલોજીની બીજી બેઠકમાં વ્યૂહાત્મક ટેકનોલોજી ભાગીદારીનાં આગામી પ્રકરણ માટેની રૂપરેખા નક્કી કરાઈ

રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત દોવાલે નવી દિલ્હીમાં તેમનાં અમેરિકન સમકક્ષ જેક સુલિવાન સાથે યુએસ-ઇન્ડિયા ઇનિશિયેટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઇમર્જીંગ ટેકનોલોજી (iCET)ની બીજી બેઠકનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું. ગઇ કાલે યોજાયેલી આ બેઠકમાં શ્રી દોવાલ અને શ્રી સુલિવાને વ્યૂહાત્મક ટેકનોલોજી ભાગીદારીનાં આગામી પ્રકરણ ...

જૂન 18, 2024 3:27 પી એમ(PM)

views 24

દેશના ઉત્તરીય ભાગોમાં આજે પણ અતિશય ગરમીની સ્થિતિ યથાવત્ રહેશે

ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, દેશના ઉત્તરીય ભાગોમાં આજે પણ ગરમીના મોજાંથી અતિશય ગરમીની સ્થિતિ યથાવત્ રહેશે. ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ અને ઝારખંડના કેટલાક ભાગોમાં ગરમીના મોજાંની સ્થિતિની સંભાવના છે.હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી ત્રણ દિવસ સુધી ...

જૂન 18, 2024 3:24 પી એમ(PM)

views 133

પ્રધાનમંત્રી મોદી આગામી 30 જૂનનાં રોજ ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાનાં વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 30 જૂનનાં રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાનાં વિચારો રજૂ કરશે. દર મહિનાના અંતિમ રવિવારે પ્રસારિત થતા મન કી બાત કાર્યક્રમની આ 111મી કડી હશે. સતત ત્રીજીવાર પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા બાદ પ્રથમ વાર મન કી બાત કાર્યક્રમ પ્રસારિ...

જૂન 18, 2024 3:12 પી એમ(PM)

views 47

શ્રીલંકાના નૌકા દળે આજે ચાર ભારતીય માછીમારોની ધરપકડ કરી

શ્રીલંકાના નૌકા દળે આજે ચાર ભારતીય માછીમારોની ધરપકડ કરી છે. પુડુકોટ્ટાઇના આ માછીમારોએ શ્રીલંકાની જળ સીમાનું ઉલ્લંઘન કરતા નેદુન્થીવી નજીક તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમને વધુ તપાસ માટે કનકેસાંથુરાઇ બંદર પર લઈ જવામાં આવ્યા છે.