જુલાઇ 28, 2024 1:59 પી એમ(PM)

views 10

ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની બેઠક દિલ્હી ભાજપ કાર્યલયે યોજાઈ

ભારતીય જનતા પક્ષ સાશિત રાજ્યોના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીઓની એક બેઠક દિલ્હી ખાતે ભાજપ કાર્યલયે યોજાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સહિત ભાજપના અન્ય નેતાઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં છે. પ્રધાનમંત્રીમોદી આ બેઠકમાં વિવિધ રાજ્યોના મહત્વન...

જુલાઇ 28, 2024 1:56 પી એમ(PM)

views 17

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મૂએ નવ રાજ્યોમાં રાજ્યપાલોની નિમણૂંક કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિવિધ રાજ્યોમાં રાજ્યપાલોની નિમણૂક કરી છે. મહારાષ્ટ્ર વિધાનસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ હરિભાઉ કિસનરાવ બાગડેને રાજસ્થાનના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્રિપુરાના પૂર્વ નાયબ મુખ્યમંત્રી જિષ્ણુ દેવ વર્મા તેલંગાણાના રાજ્યપાલ બનશે. રાજસ્થાનના પૂર્વ રાજ્યસભા સાંસદ ઓમ પ્રક...

જુલાઇ 28, 2024 1:53 પી એમ(PM)

views 18

વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર આજથી જાપાનના બે દિવસીય પ્રવાસે, ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે

વિદેશમંત્રી ડૉ. એસ જયશંકર જાપાનની બે દિવસની મુલાકાતે આજે સવારે જાપાનના ટોક્યો ખાતે પહોંચ્યા છે. શ્રી જયશંકરે આવતીકાલે ક્વાડ દેશના વિદેશ મંત્રીઓ સાથેની બેઠક પહેલા આજે ટોક્યો ખાતે U.S. સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિન્કન સાથે મુલાકાત કરી. દરમિયાન બંને મહાનુભાવોએ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ અંગે ચર્ચા કર...

જુલાઇ 28, 2024 1:52 પી એમ(PM)

views 22

ભારતીય હવામાન વિભાગે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાંક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરાંત પૂર્વીય રાજસ્થાનમાં ઑરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. તો મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને તટિય કર્ણાટક, છત્તીસગઢ, વિદર્ભ, કોંકણ અને ગોવાના અંતરિયાળ ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. આ તરફ પૂર્વીય અને ઉત્તર પૂર્વી...

જુલાઇ 28, 2024 1:50 પી એમ(PM)

views 16

પેરિસ ઓલિમ્પિકમાં આજે જુદી જુદી રમતોમાં ભારતીય ખેલાડીઓ ભાગ લેશે

પેરિસ ઓલિમ્પિકનો પ્રથમ દિવસ ભારતીય ખેલાડીઓ માટે સિદ્ધિઓથી ભરેલો રહ્યો હતો.. 10 મીટર એર રાઈફલ વિમેન્સ ઈવેન્ટમાં, મનુ ભાકરે 580 પોઈન્ટ અને 27 ઈનર્સના કુલ સ્કોર સાથે ક્વોલિફિકેશનમાં ત્રીજું સ્થાન મેળવ્યા બાદ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ભારતીય પુરૂષહોકી ટીમે પણ ગઈકાલે રાત્રે યવેસ-ડુ-મનોઈર સ્ટેડિયમ ખાતે...

જુલાઇ 28, 2024 1:47 પી એમ(PM)

views 70

આજે મહિલા એશિયાકપ ટી-20ની ફાઇનલમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મુકાબલો

મહિલા T20 એશિયા કપ ક્રિકેટની આજે રમાનારી ફાઇનલમાં વર્તમાન ચેમ્પિયન ભારતનો મુકાબલો શ્રીલંકા સાથે થશે. મેચ દામ્બુલા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં બપોરે 3 વાગ્યે યોજાશે.

જુલાઇ 28, 2024 1:45 પી એમ(PM)

views 14

PARI ઉભરતા કલાકારોને એક મંચ પર લાવવાનું માધ્યમ બની રહ્યું છે : પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રીએ કહ્યું કે PARI અર્થાત્ Public Art Of India ઉભરતા કલાકારોને એક મંચ પર લાવવાનું માધ્યમ બની રહ્યું છે. શ્રી મોદીએ આ પ્રોજેક્ટ અંતર્ગત રસ્તાઓના કિનારે, દિવાલો પર, અંડરપાસમાં સુંદર ચિત્રો દોરતા કલાકારોની પ્રશંસા કરતાં કહ્યું કે તેનાથી આપણા સાર્વજનિક સ્થાનોની સુંદરતામાં વધારો થયો છે. મન કી બ...

જુલાઇ 28, 2024 1:42 પી એમ(PM)

views 39

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત કાર્યક્રમ’માં ઓલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓનો ઉત્સાહ વધારવા અનુરોધ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. મનકી બાતની 112મી કડીમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, ઑલિમ્પિક આપણા ખેલાડીઓને વિશ્વ પટલ પર તિરંગો ફરકાવવાનો અવસર આપે છે. તેમણે ખેલાડીઓનો ઉત્સાહ વધારવા સૌને અનુરોધ કર્યો હતો. શ્રી મોદીએ આંતરરાષ...

જુલાઇ 28, 2024 8:32 એ એમ (AM)

views 38

ગુજરાતની ટેબલ ટેનિસ ખેલાડી પ્રથા પવારે જોર્ડનમાં રજત જીત્યો

ગુજરાતની ટેબલ ટેનિસ ખેલાડી પ્રથા પવારે WTT યુથ કન્ટેન્ડર અમ્માન જોર્ડનમાં રજત ચંદ્રક જીતી લીધો છે. પ્રી ક્વાર્ટરની ફાઈનલ મેચમાં પ્રથાએ ઇરાનની સરીનાને 3-0થી હરાવી હતી, જે પછી ઇજિપ્તની દલિલાને પણ 3-0થી હરાવીને સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. સેમિફાઈનલમાં તેણે હોંગકોંગની યુંગને પણ 3-0થી હરાવી હતી. ફા...

જુલાઇ 28, 2024 7:55 એ એમ (AM)

views 142

પ્રધાનમંત્રી મોદી આજે સવારે 11 વાગે મન કી બાતમાં પોતાના વિચાર રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચાર રજૂ કરશે. સવારે અગિયાર વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ આ કાર્યક્રમનો ગુજરાતીમાં ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ ઉપરાંત આજે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્ર પરથ...