જુલાઇ 30, 2024 2:21 પી એમ(PM)

views 16

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે સાંજે લોકસભામાં અંદાજપત્ર પરની ચર્ચાનો જવાબ આપે તેવી સંભાવના

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે સાંજે લોકસભામાં અંદાજપત્ર પરની ચર્ચાનો જવાબ આપે તેવી સંભાવના છે. કેન્દ્રીય અંદાજપત્ર 23 જુલાઇનાં રોજ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં સરકારે તમામ વર્ગોનાં લોકો માટે તકો ઊભી કરવા નવ પ્રાથમિકતા નક્કી કરી હતી. અંદાજપત્ર રજૂ કરતા નાણા મંત્રીએ જણાવ્યું હતું કે, ગરી...

જુલાઇ 30, 2024 2:19 પી એમ(PM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યકત કર્યો છે કે, ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશની જીડીપી આઠ ટકાના દરે વધી રહી છે અને ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. આજે નવી દિલ્હીમાં ‘જર્ની ટુવર્ડ્સ વિકિસિત ભારતઃ અ પોસ્ટ યુનિયન બજેટ 2024-25 કોન્ફરન્સ’ના ઉદ્ઘાટન સત્રને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે, ભારત રોગચાળા સામે લડ્યા બાદ પણ ન...

જુલાઇ 30, 2024 12:07 પી એમ(PM)

views 28

ભારતીય પેરા સ્વિમર જિયા રાય વિશ્વનાં સૌથી યુવા અને ઝડપી મહિલા પેરા સ્વિમર બન્યાં

ભારતીય પેરા સ્વિમર જિયા રાય ઇંગલીશ ચેનલ તરીને પાર કરનાર વિશ્વનાં સૌથી યુવા અને ઝડપી મહિલા પેરા સ્વિમર બન્યાં છે. 16 વર્ષનાં દિવ્યાંગ જિયાએ ઇંગલેન્ડમાં એબોટ ક્લિફથી ફ્રાન્સનાં પોઇન્ટે દ લા કોર્ટે-ડ્યુન સુધીનું 34 કિલોમીટરનું અંતર 17 કલાક અને 25 મિનિટમાં કાપ્યું હતું. દિવ્યાંગ હોવા છતાં તેઓ આંતરરાષ્ટ્...

જુલાઇ 30, 2024 11:33 એ એમ (AM)

views 23

ઝારખંડના ચક્રધરપુરમાં વહેલી સવારે ટ્રેન પાટા પરથી ઉતરી જતાં બેના મોત

ઝારખંડમાં આજે સવારે હાવડા—મુંબઈ મેલના 18 ડબ્બા પાટા પરથી ઉતરી જવાના કારણે અનેક પ્રવાસી ઈજાગ્રસ્ત થયા હતા.ચક્રધરપુર રેલવે મંડળ હેઠળ પોટોબેડા ગામની પાસે બડાબામ્બો અને ખરસાવા રેલવે સ્ટેશનની વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. આ ટ્રેન હાવડાથી છત્રપતિ શિવાજી ટર્મિનસ જઈ રહી હતી. ચક્રધરપુર મંડળના વરિષ્ઠ DCM આદિત્...

જુલાઇ 29, 2024 8:38 પી એમ(PM)

views 46

પેરિસ ઑલિમ્પિકમાં ભારતીય શૂટર અર્જુન બબૂતા ચોથા સ્થાને રહ્યાં

પેરિસ ઓલિમ્પિકમાં, ભારતના અર્જુન બબુતાએ પુરુષોની 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં ચોથું સ્થાન મેળવ્યું હતું. અર્જુન બીજા  ભારતીય શૂટર છે જે આજે મેડલ ચૂકી ગયા છે, મહિલાઓની 10 મીટર એર રાઇફલ ફાઇનલમાં રમિતા જિંદાલ  પણ સાતમા  સ્થાને રહી હતી. આ સ્પર્ધામાં, ચીનના શેંગ લિહાઓએ સુવર્ણ, સ્વીડનના વિક્ટર લિન્ડગ્રેને ...

જુલાઇ 29, 2024 8:32 પી એમ(PM)

views 25

લેબેનોનમાં ચાલી રહેલા સંઘર્ષના પગલે લેબેનોન સ્થિત ભારતીયોને સાવધ રહેવા ભારતીય દૂતાવાસે ચેતવણી જાહેર કરી

લેબનોન સ્થિત ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે આજે એક પ્રવાસ માર્ગદર્શિકા જાહેર કરી છે લેબનોન સ્થિત હિઝબુલ્લાહ જૂથને ઈઝરાયેલની ચેતવણીથી  સંઘર્ષ વધવાની આશંકા ને પગલે આ માર્ગદર્શિકા જાહેર કરાઇ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે લેબનોનમાં ભારતીયો અથવા જેઓ લેબનોન જવાની યોજના બનાવી રહ્યા છે તેઓએ બેરુતમાં ...

જુલાઇ 29, 2024 8:33 પી એમ(PM)

views 19

દરિયાઈ સુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવા અત્યાધુનિક 22 જેટલી ઈન્ટરસેપ્ટ બોટ ખરીદવામાં આવશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હીમાં ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની બેઠક પૂર્ણ થઇ હતી. આ  બેઠકમાં, ભારતીય સેનાના આર્મર્ડ ફાઇટીંગ વ્હીકલ માટે એડવાન્સ્ડ લેન્ડ નેવિગેશન સિસ્ટમની પ્રાપ્તિ માટે આવશ્યકતાની સ્વીકૃતિ  સહિત વિવિધ મૂડી સંપાદન દરખાસ્તો પર વિચારણા કરવામાં આવી હતી.   સંરક્ષણ...

જુલાઇ 29, 2024 8:17 પી એમ(PM)

views 23

યુનિવર્સિટીઓ અને કોલેજોના કેમ્પસમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના કામચલાઉ વેચાણ કેન્દ્રો ઊભા કરવા રાજ્યપાલનો અનુરોધ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિવિધ વિષયો પર માર્ગદર્શન પૂરું પાડ્યું. રાજ્યપાલે 2036 માં રાજ્યના યજમાનપદે થનાર ઓલિમ્પિક રમતોત્સવ માટે અત્યારથી જ દરેક યુનિવર્સિટીને પોતાના રમત ગમત વિભાગને વધુ સુદ્રઢ બનાવી વધુમાં વધુ યુવાનોને રમતગમતમાં વિશેષ રૂ...

જુલાઇ 29, 2024 8:10 પી એમ(PM)

views 16

રાજ્ય સરકારે ફી નિયમન સમિતિની જાહેરાત કરી

રાજ્ય સરકારે ફી નિયમન સમિતિની જાહેરાત કરી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એમ ચાર ઝોનની સમિતિની જાહેરાત કરાઇ છે. જેમાં અમદાવાદ ઝોનના અધ્યક્ષ તરીકે હર્ષિત વોરાને નિયુક્ત કર્યા છે. જયારે રાજકોટ ઝોનમાં શ્રીમતી પી.જે.અગ્રાવતને, મહમ્મદ હનિફ સિંધિ વડોદરા ઝોનના, જ્યારે અતુલ ...

જુલાઇ 29, 2024 8:05 પી એમ(PM)

views 24

રાજ્યના 203 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો

રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. સત્તાવાર આંકડા મુજબ સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં રાજ્યમાં 203 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. તેમાં સૌથી વધુ સાડા સાત ઇંચ જેટલો વરસાદ સાબરકાંઠાના પ્રાતિજમાં વરસ્યો હતો. સાબરકાંઠાના ...