જુલાઇ 5, 2024 10:00 એ એમ (AM) જુલાઇ 5, 2024 10:00 એ એમ (AM)

views 16

શાળા પ્રવેશોત્સવની સમાપ્તિ બાદ ગાંધીનગર ખાતે ‘પ્રતિભાવ બેઠક’ યોજાઈ

તાજેતરમાં પૂર્ણ થયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ૭૪ હજાર ૩૫૨ મહાનુભાવોએ રાજ્યભરની ૩૧ હજાર ૮૮૫ પ્રાથમિક શાળાઓ અને ૬ હજાર ૩૬૯ માધ્યમિક શાળાઓની મુલાકાત લીધી હતી. પ્રવેશોત્સવ દરમ્યાન ૬ હજાર ૬૮૫ વર્ગખંડ, ૭ હજાર ૮૭૮ કમ્પ્યુટર લેબ અને ૨૬ હજાર ૫૭૦ સ્માર્ટ ક્લાસના લોકાર્પણ અને ઉદ્ઘાટન કરવામ...

જુલાઇ 5, 2024 9:58 એ એમ (AM) જુલાઇ 5, 2024 9:58 એ એમ (AM)

views 8

અમદાવાદ મહાનગર પાલિકાના ખોરાક વિભાગ દ્વારા માપદંડ ન અનુસરતા એકમો સામે તપાસ કરવામાં આવી

અમદાવાદ મહાનગર પાલિકાના ખોરાક વિભાગ દ્વારા માપદંડ ન અનુસરતા એકમો સામે તપાસ કરવામાં આવી છે.. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ગઈ કાલે અલગ અલગ કાફે, હોટલ, રેસ્ટોરાં અને અન્ય ખાદ્ય પદાર્થ વેચતા એકમો સામે સઘન તપાસણી ઝુંબેશ ચલાવવામાં આવી હતી જે અંતર્ગત 131 એકમોની તપાસ કરવામાં આવી હતી તેમજ 13 નમૂના તપાસ અર્થે...

જુલાઇ 5, 2024 9:56 એ એમ (AM) જુલાઇ 5, 2024 9:56 એ એમ (AM)

views 14

પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના વિવિધ પ્રશ્નો અને કામગીરીની સમીક્ષા બેઠક યોજી

જળ સંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ વાંકાનેર પ્રાંત કચેરી ખાતે વાંકાનેર તાલુકાના પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના વિવિધ પ્રશ્નો અને કામગીરીની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં શ્રી બાવળીયાએ વાંકાનેર જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના હેઠળ આવેલા ગામડાઓની વિગત મેળવી જે ગામોમાં પાણીના પ્રશ્નો હોય ...

જુલાઇ 5, 2024 9:53 એ એમ (AM) જુલાઇ 5, 2024 9:53 એ એમ (AM)

views 22

આવતીકાલે ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણી કરાશેઃ સહકારિતા મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે

આવતીકાલે ૧૦૨મા ‘આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ’ નિમિતે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કક્ષાનો ‘સહકાર સે સમૃદ્ધિ’ કાર્યક્રમ યોજાશે તેમ, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમની તૈયા...

જુલાઇ 5, 2024 9:51 એ એમ (AM) જુલાઇ 5, 2024 9:51 એ એમ (AM)

views 8

નીટ-યુજી પરિક્ષા રદ ન કરવા ગુજરાતના 56 સફળ ઉમેદવારોએ સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી

ગત મે મહિનામાં યોજાયેલ NEET-UG 2024 પરીક્ષામાં કથિત પેપરલીક અને ગેરરીતીના કારણે પરીક્ષા રદ કરવા સર્વોચ્ચ અદાલતમાં કરાયેલી અરજીઓ વિરૂદ્ધ ગુજરાતના 56 વિદ્યાર્થીઓએ પરીક્ષા રદ ન કરવાની માંગ કરી છે. આગામી 8 જુલાઇએ થનાર સુનાવણી પૂર્વે આ ઉમેદવારોએ સર્વોચ્ચ અદાલત અને રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી NTAને ફરી પરીક્...

જુલાઇ 5, 2024 9:48 એ એમ (AM) જુલાઇ 5, 2024 9:48 એ એમ (AM)

views 41

ઔદ્યોગિક નીતિ હેઠળ 32 મોટા એકમો રાજ્યમાં ૧ હજાર ૬૧૭ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરશે

રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક નીતિ- ૨૦૧૫ હેઠળ 'ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રિઝ' યોજના જાહેર કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ ગઇકાલે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુતના અધ્યક્ષ સ્થાને તથા રાજ્ય કક્ષાના મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મોટા ઉદ્યોગોને ફાઇનલ એલીજીબીલીટી પ્રમાણપત્ર આપવા અંગેની સમિતિની બેઠક યોજાઇ હતી. ...

જુલાઇ 4, 2024 12:28 પી એમ(PM) જુલાઇ 4, 2024 12:28 પી એમ(PM)

views 75

હવામાન વિભાગે આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન ઉત્તર પૂર્વનાં રાજ્યોમાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી

હવામાન વિભાગે આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન ઉત્તર પૂર્વનાં રાજ્યોમાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. અરૂણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં અત્યંત ભારે વરસાદ અને ગુજરાત, મધ્યપ્રદેશ, તટીય કર્ણાટક, ગોવા, તટીય આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને તેલંગાણામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જમ્મુ ક...

જુલાઇ 4, 2024 12:24 પી એમ(PM) જુલાઇ 4, 2024 12:24 પી એમ(PM)

views 20

સ્માર્ટ સિટી મિશન હેઠળ 100 શહેરોએ તેનાં કુલ વિકાસ પ્રોજેક્ટ્સમાંથી 90 ટકા કાર્ય પૂર્ણ કર્યા

સરકારે જણાવ્યું છે કે, સ્માર્ટ સિટી મિશન હેઠળ 100 શહેરોએ તેનાં કુલ વિકાસ પ્રોજેક્ટ્સમાંથી 90 ટકા કાર્ય પૂર્ણ કર્યા છે, જેનું મૂલ્ય 1 લાખ 44 હજાર કરોડ રૂપિયા થાય છે. શહેરોને પ્રોત્સાહન આપવા વર્ષ 2015માં આ મિશન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં સ્માર્ટ સોલ્યુશન્સ દ્વારા નાગરિકોને મુળભુત સુવિધાઓ, સ્વચ્છ અ...

જુલાઇ 4, 2024 12:22 પી એમ(PM) જુલાઇ 4, 2024 12:22 પી એમ(PM)

views 14

રાજ્ય સરકાર આગામી ઑગસ્ટથી ડિસેમ્બર દરમિયાન વિવિધ જગ્યાઓ પર અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતીની પ્રક્રિયા માટેની કાર્યવાહી હાથ ધરશે.

રાજ્ય સરકાર આગામી ઑગસ્ટથી ડિસેમ્બર દરમિયાન વિવિધ જગ્યાઓ પર અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતીની પ્રક્રિયા માટેની કાર્યવાહી હાથ ધરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, અનુદાનિત શાળાઓમાં ...

જુલાઇ 4, 2024 12:20 પી એમ(PM) જુલાઇ 4, 2024 12:20 પી એમ(PM)

views 20

અમદાવાદમાં અષાઢી બીજે યોજાનારી ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા દરમિયાન પોલીસ તંત્રની સજ્જતા અંગે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

અમદાવાદમાં અષાઢી બીજે યોજાનારી ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા દરમિયાન પોલીસ તંત્રની સજ્જતા અંગે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ ગઈ. આ બેઠકમાં મુખ્યમંત્રીએ પોલીસ અને સ્થાનિક પાલિકા તંત્ર સતર્ક રહેવા જણાવ્યું. અમદાવાદમાં 16 કિલોમીટર લાંબા રૂટ પરની કાયદો-વ્...