ઓગસ્ટ 5, 2024 2:37 પી એમ(PM)

views 19

જમ્મૂ કાશ્મીરમાં કલમ 370 નાબુદ થયાને પાંચ વર્ષ પૂર્ણ, સુરક્ષાને જોતા અમરનાથ યાત્રા સ્થગિત

જમ્મૂ કાશ્મીરમાં કલમ 370 નાબુદ થયાને આજે પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ પ્રસંગે સુરક્ષાને જોતા અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ છે. આકાશવાણી જમ્મૂના અમારા સંવાદાતા જણાવે છે કે ગુપ્તચર સંસ્થા દ્વારા મળેલી માહિતીને ધ્યાને લેતા જમ્મૂના ભગવતીનગર બેઝ કૅમ્પથી યાત્રા સ્થગિત કરી દેવાઈ છે. જમ્મૂના અખનૂર જિલ્લામાં ચ...

ઓગસ્ટ 5, 2024 2:30 પી એમ(PM)

views 41

મહારાષ્ટ્રના પુણે શહેરમાં વધુ સાત દર્દીઓમાં ઝીકા વાઇરસની પુષ્ટિ થઈ

મહારાષ્ટ્રના પુણે શહેરમાં વધુ સાત દર્દીઓમાં ઝીકા વાઇરસની પુષ્ટિ થઈ છે. આ સાત દર્દીઓમાં કટરાજ અ કોંઢવા વિસ્તારનીપાંચ ગર્ભવતી મહિલાઓ, એક 18 વર્ષીય યુવક અને એક 40 વર્ષિય વ્યક્તિ સામેલ છે. સમગ્ર જિલ્લામાં અત્યાર સુધીમાં 72 લોકો ઝીકા વાઇરસથી સંક્રમિત થયા હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગે જણાવ્યું છે.

ઓગસ્ટ 5, 2024 2:26 પી એમ(PM)

views 13

અમેરિકાના સ્ટેટ સેક્રેટરીએ જી7 દેશના વિદેશ મંત્રીઓને, ઇરાન અને હિજબુલ્લાહ દ્વારા ઇઝરાયેલ પર હુમલા વિશે ચેતવણી આપી

પશ્ચિમ એશિયામાં તણાવની સ્થિતિ વધી શકે છે, અમેરિકાના સ્ટેટ સેક્રેટરી એન્ટોની બ્લિન્કને જી7 દેશના વિદેશ મંત્રીઓને, ઇરાન અને હિજબુલ્લાહ દ્વારા ઇઝરાયેલ પર હુમલા વિશે ચેતવણી આપી છે. અકાશવાણીના અમારા સંવાદદાતા જણાવે છે કે બ્લિન્કન અને જી7 દેશના મંત્રીઓ વચ્ચેના એક ફોન કોલ પ્રમાણે અમેરિકાનું માનવું છે કે ઇર...

ઓગસ્ટ 5, 2024 2:23 પી એમ(PM)

views 39

હિમાચલ પ્રદેશમાં પાંચમા દિવસે પણ સર્ચ ઓપરેશન ચાલુ

હિમાચલ પ્રદેશના શિમલા, મંડી અને કુલ્લુ જિલ્લામાં તાજેતરના વાદળ ફાટવાની ઘટનાઓમાં ગુમ થયેલા લોકોની શોધખોળ આજે પાંચમા દિવસે પણ ચાલુ છે. આજે સર્ચ ઓપરેશન દરમિયાન શિમલાજિલ્લાના સુન્ની નજીક ડોગરીમાંથી વધુ બે મૃતદેહ મળી આવ્યા છે. જેની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. અને લગભગ 40 લોકો હજુ પણ ગુમ છે. કુલ્લુ જિલ્લામાં...

ઓગસ્ટ 5, 2024 2:19 પી એમ(PM)

views 13

હવામાન વિભાગે આજે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી કરી છે. કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમ રાજસ્થાન અને પૂર્વ ઉત્તરપ્રદેશમાં બે દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આ અઠવાડિયા દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં છ...

ઓગસ્ટ 5, 2024 2:17 પી એમ(PM)

views 23

યુએસ અર્થતંત્રમાં મંદી અને વિદેશી ભંડોળના મંદ પ્રવાહની આશંકા વચ્ચે ભારતીય શેરબજારમાં કડાકો

યુએસ અર્થતંત્રમાં મંદી અને વિદેશી ભંડોળના મંદ પ્રવાહની આશંકા વચ્ચે ભારતીય શેરબજારમાં કડાકો થયો હતો. શેરબજાર ખુલતાની સાથે જ 2 હજાર 401 પોઈન્ટ ઘટીને 78,580 પર કારોબાર કરી રહ્યુ હતું. વૈશ્વિક બજારોમાં ત્યાંના નબળા વલણોને પરિણામે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 490 પોઈન્ટ ઘટીને 24 હજાર 228 પર પહોંચ્યો હત...

ઓગસ્ટ 5, 2024 2:47 પી એમ(PM)

views 25

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ ફિજીના બે દિવસીય પ્રવાસે

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ ફિજીના બે દિવસીય પ્રવાસે પહોંચ્યા છે. ફિજીના નાયાબ પ્રધાનમંત્રી વિલિયમ ગોવેકા અને પી.એસ. કાર્થિગેયાન તેમજ ફિજીમાં ભારતના ઉચ્ચાયુક્તે તેમનું સ્વાગ કર્યું હતું. શ્રી મુર્મુ 6 અને 7 ઑગસ્ટ દરમિયાન વિવિધ રાજકીય કાર્યક્રમો ભાગ લેશે. તેઓ ફિજીના રાષ્ટ્રપતિ વિલિયમ કાતોનિવેરે અને પ્ર...

ઓગસ્ટ 5, 2024 3:34 પી એમ(PM)

views 24

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ખાબક્યો

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ખાબક્યો છે. નવસારીના ખેરગામ તાલુકામાં નવ, જ્યારે વલસાડના ધરમપુર અને વલસાડ તાલુકામાં સાત—સાત ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 67 ટકાથી વધુ વરસાદ આવ્યો છે. આમાંથી સૌથી વધુ 86 ટકાથી ...

ઓગસ્ટ 5, 2024 10:35 એ એમ (AM)

views 29

પેરિસ ઓલિમ્પિકમાં બેડમિન્ટન ખેલાડી લક્ષ્યસેન આજે દેશ માટે ચોથો કાંસ્ય ચંદ્રક જીતવા મેદાનમાં ઉતરશે

ભારતના બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન આજે દેશ માટે ચોથો કાંસ્ય ચંદ્રક જીતવા મેદાનમાં ઉતરશે. લક્ષ્ય સેન આજે ભારતીય સમય અનુસાર સાંજે 6 વાગ્યે પુરુષ સિંગલ્સની મેચમાં મલેશિયાના ઝી જિયા લી સામે ટકરાશે. લક્ષ્ય સેન ગઇકાલે સેમિફાઇનલ મુકાબલામાં ડેનમાર્કના વિક્ટર એક્સેલસનને હરાવવામાં નિષ્ફળ રહ્યા, અને સીધા સેટમા...

ઓગસ્ટ 5, 2024 10:33 એ એમ (AM)

views 15

બાંગ્લાંદેશમાં વિરોધ પ્રદર્શનો દરમિયાન થયેલી હિંસામાં અંદાજે 90થી વધુના મોત, ઢાકામાં આજે વિદ્યાર્થીઓની વિશાળ રેલી

બાંગ્લાંદેશમાં વિદ્યાર્થી સંગઠનો દ્વારા કરાયેલા વિરોધપ્રદર્શનો દરમિયાન થયેલી હિંસામાં અંદાજે 90 લોકોના મોત થયા છે, મૃતકોમાં 13 પોલીસકર્મીઓ સામેલ છે. બાંગ્લાદેશમાં અનામતના વિરોધ અને હાલમાં થયેલા વિદ્યાર્થીઓના મોત મામલે વિદ્યાર્થીઓ સંગઠનોએ અસહકાર આંદોલન શરૂ કર્યું છે. જેને પગલે રાજધાની ઢાંકા સહિત દેશન...