ઓગસ્ટ 8, 2024 2:21 પી એમ(PM)

views 14

જલ જીવન મિશન હેઠળ સરકારે દેશભરના 77 ટકાથી વધુ ગ્રામીણ પરિવારોને નળના પાણીના જોડાણો આપ્યા છે

જલ જીવન મિશન હેઠળ સરકારે દેશભરના 77 ટકાથી વધુ ગ્રામીણ પરિવારોને નળના પાણીના જોડાણો આપ્યા છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી.આર. પાટીલે કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકારે આ યોજના 2019માં શરૂ કરી છે અને અત્યાર સુધીમાં 15 કરોડ પરિવારોને નળના પાણીના જોડાણ ...

ઓગસ્ટ 8, 2024 2:19 પી એમ(PM)

views 17

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગટને પેરિસ ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવાના મુદ્દે વિરોધ પક્ષોએ આજે રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગટને પેરિસ ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવાના મુદ્દે વિરોધ પક્ષોએ આજે રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું હતું. આજે સવારે ગૃહની બેઠક મળી ત્યારે વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આ મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો જેને નામંજૂર કરવામાં આવ્યો હતો. રાજ્યસભા અધ્યક્ષ જગદીપ ધનખડે જણાવ્યું કે રા...

ઓગસ્ટ 8, 2024 2:18 પી એમ(PM)

views 12

ડુંગળી અને બટાટાના ભાવ વધારાને લઈને વિપક્ષીદળોના સંસદ સભ્યોએ આજે સંસદની બહાર વિરોધ પ્રદર્શન કર્યું

ડુંગળી અને બટાટાના ભાવ વધારાને લઈને વિપક્ષીદળોના સંસદ સભ્યોએ આજે સંસદની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાંસદોએ ખેડૂતોને તેમના ઉત્પાદન માટે લઘુત્તમ ટેકાના ભાવની કાયદેસર બાંહેધરી આપવાની પણ માગણી કરી હતી. શિવસેના (UBT) સાંસદ પ્રિયંકા ચતુર્વેદી, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ'બ્રાયન,RJD સાંસદ મનોજ કુ...

ઓગસ્ટ 8, 2024 2:16 પી એમ(PM)

views 17

પેરિસ ઑલિમ્પિકમાં નિરજ ચોપડા આજે પોતાનો ખિતાબ બચાવવા મેદાનમાં ઉતરશે

પેરિસ ઑલિમ્પિકમાં નિરજ ચોપડા આજે પોતાનો ખિતાબ બચાવવા મેદાનમાં ઉતરશે. તો પુરુષ હોકી ટીમ આજે કાંસ્ય ચંદ્રક માટે સ્પેન સામે સ્પર્ધામાં ઉતરશે. ભારતના એક માત્ર પુરુષ કુશ્તીબાજ અમન સહરાવત આજે બપોર બાદ પુરુષોની 57 કિલોગ્રામ વજન વર્ગ ફ્રી સ્ટાઇલ સ્પર્ધામાં ભાગ લેશે. મહિલા કુશ્તીબાજ અંશુ પણ મહિલાઓ માટેની 57 ...

ઓગસ્ટ 8, 2024 2:14 પી એમ(PM)

views 20

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે નિવૃત્તિની જાહેરાત કરી છે

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે નિવૃત્તિની જાહેરાત કરી છે. વિનેશ ગઈકાલે પેરિસ ઑલિમ્પિકમાં કુશ્તી માટેની 50 કિલોગ્રામ વજન વર્ગની ફાઇનલમાં વજન વધુ હોવાને કારણે ગેરાલાયક ઠર્યા હતા. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે આ જાહેરાત કરી હતી.

ઓગસ્ટ 8, 2024 2:13 પી એમ(PM)

views 19

ભારતીય હવામાન વિભાગે આ સપ્તાહ દરમિયાન પૂર્વ, પશ્વિમ, ઉત્તર-પશ્વિમ અને ઇશાન ભારતમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી

ભારતીય હવામાન વિભાગે આ સપ્તાહ દરમિયાન પૂર્વ, પશ્વિમ, ઉત્તર-પશ્વિમ અને ઇશાન ભારતમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. આગામી 3 દિવસ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ચંદીગઢ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન આસામ ...

ઓગસ્ટ 8, 2024 2:10 પી એમ(PM)

views 13

કેન્દ્ર સરકારે 33માં રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કારની જાહેરાત કરી છે

કેન્દ્ર સરકારે 33માં રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કારની જાહેરાત કરી છે. આ પુરસ્કારો વિજ્ઞાન ટેક્નોલોજી અને નવીનીકરણના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ મેળવનાર વ્યક્તિઓને આપવામાં આવે છે. ISRO-ચંદ્રયાન-3ની ટીમને અવકાશ વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ સાયન્સ ટીમ એવોર્ડ આપવામાં આવશે. ભારતીય વિજ...

ઓગસ્ટ 8, 2024 2:08 પી એમ(PM)

views 17

બાંગ્લાદેશમા નોબેલ પારિતોષિક વિજેતા પ્રોફેસર મહોમ્મદ યુનુસના વડપણ હેઠળની વચગાળાની સરકાર આજે શપથ લેશે

બાંગ્લાદેશમા નોબેલ પારિતોષિક વિજેતા પ્રોફેસર મહોમ્મદ યુનુસના વડપણ હેઠળની વચગાળાની સરકાર આજે શપથ લેશે. સૈન્ય પ્રમુખ જનરલ વકાર ઉઝ ઝમાનએ ગઈકાલે પત્રકારોને આ માહિતી આપતા આગામી ત્રણથી ચાર દિવસમાં દેશમાં સ્થિતિ સામાન્ય થવાની આશા વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે જેઓ પણ આ હિંસામાં સામેલ હતા, તેમને બ...

ઓગસ્ટ 8, 2024 2:06 પી એમ(PM)

views 23

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ઇસરો પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહને ભ્રમણકક્ષામાં લોંચ કરીને આ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ઇસરો પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહને ભ્રમણકક્ષામાં લોંચ કરીને આ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. આ ઉપગ્રહને લોંચ કરવા માટે નાના સેટેલાઇટ લોંચ વ્હિકલનો ઉપયોગ કવામાં આવશે, જેને 15મી ઓગસ્ટે સવારે નવ વાગીને 17 મિનિટે શ્રી હરિકોટાથી છોડવામાં આવશે.

ઓગસ્ટ 8, 2024 2:03 પી એમ(PM)

views 17

સાઉદી અરેબિયાએ તેહરાનમાં હમાસ નેતા ઇસ્મઇલ હાનિયેની હત્યાને વખોડી કાઢતા તેને ઇરાનના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું

સાઉદી અરેબિયાએ તેહરાનમાં હમાસ નેતા ઇસ્મઇલ હાનિયેની હત્યાને વખોડી કાઢતા તેને ઇરાનના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું છે. 31 જુલાઈના રોજ બનેલી આ ઘટના સંદર્ભે મધ્ય પૂર્વના શક્તિશાળી દેશ ગણાતા સાઉદી અરેબિયાએ પહેલીવાર આવી પ્રતિક્રિયા આપી છે. સાઉદીના નાયબ વિદેશ મંત્રી વાલીદ અલ-ખુરાઈજીએ મુસ્લિમ બહુમતી ધરાવત...