ઓગસ્ટ 12, 2024 3:39 પી એમ(PM)

views 29

પ્રારંભિક તબક્કે ઘટાડા બાદ શેરબજારમાં બસો જેટલા પોઇન્ટનો સુધારો

ભારતીય શેરબજારમાં આજે પ્રારંભિક તબક્કે ઘટાડાનું વલણ રહ્યુ હતું.. આજે સવારે શેરબજાર ખુલતાની સાથે જ 250 કરતાં વધુ પોઇન્ટ ગગડ્યુ હતું.. જોકે ત્યારબાદ શેરબજારમાં સુધારો જોવા મળ્યો હતો.. હાલમાં શેરબજાર બસો પોઇન્ટ જેટલા વધારા સાથે કારોબાર કરી રહ્યું છે.. નિફ્ટીમાં પણ શરૂઆતના કડાકા બાદ ફરી સુધારો જોવા મળ્ય...

ઓગસ્ટ 12, 2024 3:35 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી મોદીએ વિશ્વ હાથી દિવસના અવસરે હાથીઓના રક્ષણ માટેના સમુદાયના પ્રયાસોની પ્રશંસા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ હાથી દિવસના અવસરે હાથીઓના રક્ષણ માટેના સમુદાયના પ્રયાસોની પ્રશંસા કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે હાથીઓ આપણી સંસ્કૃતિ અને ઈતિહાસ સાથે જોડાયેલા છે. તેમણે હાથીઓને અનુકૂળ રહેઠાણ મળે તે સુનિશ્ચિત કરવા માટે શક્ય બધુ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતાનો પ...

ઓગસ્ટ 12, 2024 3:33 પી એમ(PM)

views 16

કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે નવી દિલ્હીમાં હેન્ડલૂમ એક્સ્પોની મુલાકાત લીધી

કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટના ઘરેલુ વેચાણ અને નિકાસ વધારવા માટે વિવિધ પહેલ કરવામાં આવી રહી છે. નવી દિલ્હીમાં હેન્ડલૂમ એક્સ્પોની મુલાકાત લીધા બાદ તેમણે કહ્યું કે, હવે હેન્ડલૂમ કારીગરોને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેક્નોલોજી સાથે જોડવામાં આવી રહ્યા છે જેથી...

ઓગસ્ટ 12, 2024 3:31 પી એમ(PM)

views 46

આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ચૂંટણી પંચની ટીમ આજથી હરિયાણાની બે દિવસીય મુલાકાતે

આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ચૂંટણી પંચની ટીમ આજથી હરિયાણાની બે દિવસીય મુલાકાતે જશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર, ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુ અને પંચના અધિકારીઓ રાજ્યમાં વિવિધ બેઠકો કરશે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પંકજ અગ્રવાલે જણાવ્યું કે ચૂંટણી પં...

ઓગસ્ટ 12, 2024 3:27 પી એમ(PM)

views 15

રાજસ્થાનમાં પડી રહેલા મુશળધાર વરસાદ વચ્ચે રાજસ્થાનના વિવિધ ભાગોમાં 22 લોકોએ જીવ ગુમાવ્યા

શનિવારથી રાજસ્થાનમાં પડી રહેલા મુશળધાર વરસાદ વચ્ચે રાજસ્થાનના વિવિધ ભાગોમાં 22 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગઈકાલે જયપુર, કરૌલી, સવાઈમાધોપુર અને દૌસામાં ભારે વરસાદને કારણે શેરીઓમાં પાણી ભરાઈ ગયા હતા. આજે જયપુર, જયપુર ગ્રામીણ, દૌસા, કરૌલી, સવાઈમાધોપુર, ગંગાપુરઅને ભરતપુર જિલ્લામાં તમામ સરકારી અને ખાનગી શાળા...

ઓગસ્ટ 12, 2024 11:02 એ એમ (AM)

views 22

હરિયાણામાં આવતા મહિને પ્રથમ વૈશ્વિક મહિલા કબડ્ડીલીગ શરૂ થશે

હરિયાણામાં આવતા મહિને પ્રથમ વૈશ્વિક મહિલા કબડ્ડીલીગ શરૂ થશે. સત્તાવાર રીતે વૈશ્વિક પ્રવાસી મહિલા કબડ્ડી લીગ (GPKL) નામ આપવામાં આવ્યું છે, આ સ્પર્ધામાં 15 થી વધુ દેશોની મહિલાએથ્લેટ ભાગ લેશે. આ ઇવેન્ટ આંતરરાષ્ટ્રીય સ્તરે કબડ્ડીને પ્રોત્સાહન આપવા, ઓલિમ્પિક ગેમ્સમાં કબડ્ડીની રમતને સમાવવાના પ્રયાસોને સમર...

ઓગસ્ટ 12, 2024 11:00 એ એમ (AM)

views 13

પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪નું ભવ્ય સમારોહ સાથે સમાપણ થયું

પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪નું ભવ્ય સમારોહ સાથે સમાપણ થયું છે. ભારતે ૧ રજત અને પાંચ કાંસ્ય ચંદ્રક સાથે કુલ ૬ ચંદ્રકો જીત્યા છે. અને મેડલ ક્રમાંકમાં ૭૧મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જે ગત ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦ ના સાપેક્ષમાં ઘણું નીચું છે. ગત ઓલિમ્પિકમાં ભારત એક સુવર્ણ, ૨ રજત અને ૪ કાંસ્ય ચંદ્રકો સાથે ૪૮ માં ક્ર...

ઓગસ્ટ 12, 2024 10:59 એ એમ (AM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતીય રમત વીરોએ પેરિસ ઓલિમ્પિક્સમાં શ્રેષ્ઠ દેખાવ કરીને દેશનું ગૌરવ વધાર્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતીય રમત વીરોએ પેરિસ ઓલિમ્પિક્સમાં શ્રેષ્ઠ દેખાવ કરીને દેશનું ગૌરવ વધાર્યું છે. એક એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ દેશના રમતવીરોને ભવિષ્યની રમતો માટે શુભેચ્છા પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે ભારતના ૧૧૭ ખેલાડીઓએ ૧૬ રમતોમાં ભાગ લીધો હતો.

ઓગસ્ટ 12, 2024 10:58 એ એમ (AM)

views 31

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25મી ઓગસ્ટે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25મી ઓગસ્ટે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની આ 113મી કડી છે. આકાશવાણી દ્વારા હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં મન કી બાત કાર્યક્રમનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં,શ્રી મોદીએ લોક...

ઓગસ્ટ 12, 2024 10:57 એ એમ (AM)

views 23

હવામાન વિભાગે પૂર્વ રાજસ્થાન, આસામ, મેઘાલય અને બિહારમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે પૂર્વ રાજસ્થાન, આસામ,મેઘાલય અને બિહારમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન કેરળ, માહે, તમિલનાડુ અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં અલગ-અલગ ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે. ઉપરાંત પશ્ચિમ હિમાલય ક્ષેત્ર, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં હળવાથ...