ઓગસ્ટ 12, 2024 4:00 પી એમ(PM)

views 9

રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને સ્પેસ એપ્લિકેશન સેન્ટરના સંયુક્ત ઉપક્રમે રાજ્યભરમાં આજથી વિવિધ કાર્યક્રમો યોજાશે

રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને સ્પેસ એપ્લિકેશન સેન્ટરના સંયુક્ત ઉપક્રમે રાજ્યભરમાં આજથી વિવિધ કાર્યક્રમો યોજાશે. સ્પેસ એપ્લિકેશન સેન્ટરના નિયામક નિલેશ દેસાઈએ ગાંધીનગરની કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક એકની શાળાથી આ ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. 23 ઓગષ્ટ સુધી ચાલ...

ઓગસ્ટ 12, 2024 3:59 પી એમ(PM)

views 23

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લાના 153 તાલુકામાં વરસાદ નોંધાયો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લાના 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 71 ટકા વરસાદ નોંધાયાના અહેવાલ છે. સત્તાવાર યાદી મુજબ, રાજ્યના 62 ડેમ હાઈ-અલર્ટ પર, 16 ડેમ અલર્ટ અને 11 ડેમ વૉર્નિંગ પર છે. રાજ્યના હવામાન વિભાગે આજથી બુધવાર સુધી દરિયો ન ખેડવા પણ સૂચના આપ...

ઓગસ્ટ 12, 2024 3:58 પી એમ(PM)

views 25

રાજ્યમાં વર્ષ 2024-25માં બાલવાટિકાથી ધોરણ 12 સુધીના કુલ 2 લાખ 29 હજાર 747 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો

રાજ્યમાં વર્ષ 2024-25માં બાલવાટિકાથી ધોરણ 12 સુધીના કુલ 2 લાખ 29 હજાર 747 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકામાં સૌથી વધારે 37 હજાર 786 વિદ્યાર્થીએ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ લીધો છે. સુરત મહાનગરપાલિકામાં કુલ ૨૨, હજાર ૮૯૨ વિદ્યાર્થીઓ, વડોદર...

ઓગસ્ટ 12, 2024 4:09 પી એમ(PM)

views 28

આજે શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ જામી..

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં આજે શ્રાવણ માસના બીજા સોમવારે પણ સમગ્ર મંદિર “હર હર મહાદેવ”ના નાદથી ગૂંજી ઊઠ્યું હતું. સવારે 10 વાગ્યા સુધીમાં 30 હજારથી વધુ શ્રદ્ધાળુએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.

ઓગસ્ટ 12, 2024 3:54 પી એમ(PM)

views 20

અદાણી જૂથ અને સેબીએ હિડનબર્ગના આરોપોને પાયાવિહોણા અને ગેરમાર્ગે દોરનારા ગણાવ્યાં

અદાણી ગ્રૂપે હિંડનબર્ગના આરોપોને પાયા વિહોણા અને ગેર માર્ગે દોરવતા ગણાવ્યાં હતાં... સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં, અદાણી જૂથે જણાવ્યું હતું કે તે આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢે છે જૂથે કહ્યું છેકે સુપ્રીમ કોર્ટ દ્વારા પહેલાથી જ ફગાવી દેવામાં આવ્યા છે. સેબીના ચેરપર્સન માધાબી પુરી બૂચ અને તેમના પતિ ધવલ ...

ઓગસ્ટ 12, 2024 3:52 પી એમ(PM)

views 24

રાજ્યભરમાં હરઘર તિરંગા અભિયાનની ઉજવણી..

રાજ્યભરમાં હરઘર તિરંગા અભિયાનની ઉજવણી થઈ રહી છે. મહેસાણાના વિસનગર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા યોજાઇ. રેલવે પોલીસે પણ હરઘર તિરંગા કાર્યક્રમ યોજ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં ઈડર આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજથી નગરપાલિકા સુધી યોજાયેલી તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં પોલી...

ઓગસ્ટ 12, 2024 3:50 પી એમ(PM)

views 18

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ખેડાના નડિયાદ ખાતે રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ખેડાના નડિયાદ ખાતે ધ્વજવંદન સમારોહ દરમિયાન રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાશે. જ્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠામાં, નાણામંત્રી કનુભાઇ દેસાઈ સુરતમાં, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ મહેસાણામાં, કૃષિમંત્રી રાઘવજી પટેલ જુનાગઢમાં ધ્વજવંદન ક...

ઓગસ્ટ 12, 2024 3:47 પી એમ(PM)

views 74

બિહારના જહાનાબાદમાં મંદિરમાં થયેલી નાસભાગમાં સાતના મોત, રાજ્ય સરકારે મૃતકોના પરિજનોને ચાર-ચાર લાખની સહાયની જાહેરાત કરી

બિહારના જહાનાબાદ જિલ્લાના બાબા સિદ્ધેશ્વરનાથ મંદિરમાં આજે સવારે થયેલી નાસભાગમાં ઓછામાં ઓછા સાત શ્રદ્ધાળુઓના મોત અને 16 ઇજાગ્રસ્ત થયા છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. જહાના...

ઓગસ્ટ 12, 2024 3:44 પી એમ(PM)

views 16

આબકારી નીતિમાં કૌભાંડ કેસમાં સીબીઆઇએ કરેલી ધરપકડને યોગ્ય ઠેરવતા દિલ્હી હાઇકોર્ટના ચુકાદાને કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આબકારી નીતિ કૌભાંડમાં CBI દ્વારા તેમની ધરપકડને યોગ્ય ઠેરવવાના દિલ્હી હાઇકોર્ટના આદેશને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો છે. વરિષ્ઠ વકીલ અભિષેકમનુ સિંઘવીએ આજે તાકીદની સુનાવણી માટે ભારતના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો. તેના જવાબમાં ચીફ જસ્ટિસ ડી.વાય. ચં...

ઓગસ્ટ 12, 2024 3:42 પી એમ(PM)

views 19

મહિલા કુસ્તીબાજ વિનશ ફોગાટના ગેરલાયક ઠરવાના મામલે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને ચીફ મેડિકલ ઓફિસરનો બચાવ કર્યો

ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ, પીટી ઉષાએ વિનેશ ફોગાટને ગેરલાયક ઠરવા માટે IOA મેડિકલ ટીમનો બચાવ કર્યો. તેમણે કહ્યું કે ભારતીય દળના ચીફમેડિકલ ઓફિસર ડૉ. દિનશા પારડીવાલાને ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને અયોગ્ય ઠેરવવા માટે જવાબદાર ઠેરવવા જોઈએ નહીં. IOA એ ગઈકાલે એક નિવેદનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે...