ઓગસ્ટ 14, 2024 8:19 પી એમ(PM)

views 16

ભારત વિવિધતા અને બહુલતા સાથે એક સુમેળભર્યા રાષ્ટ્ર તરીકે આગળ વધી રહ્યું છે – રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ કહ્યું કે, ભારત વિવિધતા અને બહુલતા સાથે એક સુમેળભર્યા રાષ્ટ્ર તરીકે આગળ વધી રહ્યું છે, આવા સમયે સમાજને વિભાજીત કરતા વલણોને નકારવા જોઈએ. સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશના સમાજિક જીવનના દરેક પાસાઓમાં સમાવેશી ભાવના વ્યાપેલી છે....

ઓગસ્ટ 14, 2024 8:17 પી એમ(PM)

views 10

આવતીકાલે 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લા ખાતે તિરંગો લહેરાવી રાષ્ટ્રને સંબોધન કરશે

15 ઑગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતેથી તિરંગો લહેરાવશે અને રાષ્ટ્રજોગ સંબોધન કરશે.. આ કાર્યક્રમનું આકાશવાણીના વિવિધ કેન્દ્રો અને ઓનલાઇન ચેનલો પર સીધું પ્રસારણ કરાશે. વિવિધ ભારતી રાષ્ટ્રીય પ્રસારણ સેવા, વિવિધ ભારતી સ્ટેશન, સ્થાનિક રેડિયો સ્ટેશન, ...

ઓગસ્ટ 14, 2024 8:14 પી એમ(PM)

views 13

સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સશસ્ત્ર દળોને સંબોધન કરતાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સૈન્યમાં યુવાનોના મહત્વ પર ભાર મૂકયો

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે, કેન્દ્ર સરકારે સંરક્ષણ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવા માટે અનેક સુધારા કર્યા છે. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આકાશવાણી કેન્દ્રો પરથી સુરક્ષા દળોને કરેલા સંબોધનમાં શ્રી સિંહે કહ્યું કે, છેલ્લા દસ વર્ષોમાં છ લાખ કરોડ રૂપિયાના સંરક્ષણ ઉપકરણો સ્વદેશી કંપનીઓ પાસેથી ખરીદ...

ઓગસ્ટ 14, 2024 7:55 પી એમ(PM)

views 13

સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્ય સરકારે માનવીય અભિગમના ધોરણે રાજ્યની વિવિધ જેલોમાંથી સારા વ્યવહારને જોતા 86 જેટલા કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય કર્યો

સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્ય સરકારે માનવીય અભિગમના ધોરણે રાજ્યની વિવિધ જેલોમાંથી સારા વ્યવહારને જોતા 86 જેટલા કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપેલા દિશા-નિર્દેશ અનુસાર નિયત કરાયેલી કક્ષાના કેદીઓને રાજ્ય માફી આપવામાં આવી છે. અગાઉ વર્ષ 2...

ઓગસ્ટ 14, 2024 7:54 પી એમ(PM)

views 24

રાજ્યમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક દળની ભરતી માટે આગામી 26 ઑગસ્ટે પૉર્ટલ ખૂલ્લું મુકાશે

રાજ્યમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક દળની ભરતી માટે આગામી 26 ઑગસ્ટે પૉર્ટલ ખૂલ્લું મુકાશે. ઉમેદવારો 9 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે. પોલીસ ભરતી બૉર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું, આ વર્ષે સ્નાતક થયેલા ઉમેદવારો માટે પૉર્ટલ ફરી ખોલવામાં આવશે. આ ભરતી માટેની શારીરિક પરીક્ષા ચોમાસા પછી લેવાશે. રાજ્ય...

ઓગસ્ટ 14, 2024 7:53 પી એમ(PM)

views 14

સરકારી શાળામાં પોતાના કર્તવ્યનું પાલન ન કરનારા અને ફરજચૂક કરનારા 134 શિક્ષક સામે શિક્ષણ વિભાગે ફરજમાંથી બરતરફ સુધીના પગલાં લીધાં

રાજ્યમાં સરકારી શાળામાં પોતાના કર્તવ્યનું પાલન ન કરનારા અને ફરજચૂક કરનારા 134 શિક્ષક સામે શિક્ષણ વિભાગે ફરજમાંથી બરતરફ સુધીના પગલાં લીધાં છે. એમ શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યું છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે યોજાયેલી તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહેલા શ્રી ડિંડોરે આ નિવેદન આપ્યું હતું. શિક્...

ઓગસ્ટ 14, 2024 7:52 પી એમ(PM)

views 13

ન્યૂ ઝિલેન્ડના નવ સભ્યના પ્રતિનિધિમંડળે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી

ન્યૂ ઝિલેન્ડના નવ સભ્યના પ્રતિનિધિમંડળે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી સાથેની આ બેઠકમાં પ્રતિનિધિમંડળને રાજ્ય ખેતી, ડેરી ઉદ્યોગ, સહકાર, પુનઃપ્રાપ્ય ઊર્જા, પ્રવાસન ક્ષેત્રે સહકાર અને બંને દેશના લોકોમાં પરસ્પર લાંબા ગાળા સુધી સૌહાર્દપૂર્ણ રીતે સાંસ્કૃતિક...

ઓગસ્ટ 14, 2024 7:50 પી એમ(PM)

views 17

ભારત સરકાર ખેડૂતો પાસેથી તુવેર અને અડદનો તમામ જથ્થો ડાયનેમિક પ્રાઈઝથી સીધી જ ખરીદવાનો નિર્ણય કર્યો

ભારત સરકાર ખેડૂતો પાસેથી તુવેર અને અડદનો તમામ જથ્થો ડાયનેમિક પ્રાઈઝથી સીધી જ ખરીદવાનો નિર્ણય કર્યો છે. ખેતી નિયામકની કચેરીએ બંને અનાજનું મહત્તમ વાવેતર કરવા ખેડૂતોને અનુરોધ કર્યો છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના મહત્તમ અને આદર્શ બજારભાવ આધારિત આ ડાયનેમિક પ્રાઈઝથી જથ્થાની ખરીદી થતાં ખેડૂતોને તેનો મહત...

ઓગસ્ટ 14, 2024 7:49 પી એમ(PM)

views 9

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે રાજ્યકક્ષાના 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ખેડાના નડિયાદમાં કરાશે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે રાજ્યકક્ષાના 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ખેડાના નડિયાદમાં કરાશે. જ્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં બનાસકાંઠા ખાતે સ્વતંત્રતા દિવસ ઉજવાશે. રાજ્યના કેબિનેટ મંત્રી કનુ દેસાઈ સુરત, ઋષિકેશ પટેલ મહેસાણા, રાઘવજી પટેલ જૂનાગ...

ઓગસ્ટ 14, 2024 7:47 પી એમ(PM)

views 13

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2047 સુધીમાં વિકસિત-ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાતની નેમ વ્યક્ત કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2047 સુધીમાં વિકસિત-આત્મનિર્ભર-ઉન્નત ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાતની નેમ વ્યક્ત કરી છે. ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ કરેલા પ્રજાજોગ સંદેશમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આઝાદીના સાડાસાત દાયકા પૂર્ણ કરીને ભારત દેશ સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગેકદમ ભરી રહ્યો છે ...