ઓગસ્ટ 16, 2024 8:07 એ એમ (AM)

views 20

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ગુજરાત પોલીસે શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કર્યું હતું

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ગુજરાત પોલીસે શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કર્યું હતું,આ શસ્ત્ર પ્રદર્શનનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઉદ્ઘાટન કર્યું હતું.સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ઉપલક્ષમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યાં હતાં. આ શસ્ત્ર પ્રદર્શનમાં ઉપસ્થિત મહાનુભાવોએ સુરક્ષા ...

ઓગસ્ટ 16, 2024 8:05 એ એમ (AM)

views 10

સુરેન્દ્રનગર ખાતે સ્વાતંત્ર દિન નિમિત્તે ગઇકાલે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સાથે શહેરમાં આઠ સીટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો

સુરેન્દ્રનગર ખાતે સ્વાતંત્ર દિન નિમિત્તે ગઇકાલે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સાથે શહેરમાં આઠ સીટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી શ્રી મુળુભાઈ બેરા, નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં યોજાયેલા વિકાસ કામોના ...

ઓગસ્ટ 16, 2024 8:03 એ એમ (AM)

views 16

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે વિસાવાડા ખાતે તિરંગા યાત્રા,

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે વિસાવાડા ખાતે તિરંગા યાત્રા, સ્વચ્છતા રેલી, સ્વચ્છતા અંગેના શપથ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પોરબંદર તાલુકાના વિસાવાડા ગામને શ્રેષ્ઠ ઓ.ડી.એફ. પ્લસ મોડેલ ગામ જાહેર કરવામાં આવ્યું છે. વિસાવાડા ગામને સ્વચ્છતા, ઘન અને પ્રવાહી કચરાનો સલામત રીતે ન...

ઓગસ્ટ 16, 2024 8:01 એ એમ (AM)

views 25

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ISRO આજે તેના નાના ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન – SSLV થી પૃથ્વી અવલોકન ઉપગ્રહ અવકાશમાં તરતો મૂકશે.

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ISRO આજે તેના નાના ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન - SSLV થી પૃથ્વી અવલોકન ઉપગ્રહ અવકાશમાં તરતો મૂકશે. પ્રક્ષેપણ પ્રક્રિયા શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સવારે 9.17 કલાકે શરૂ થશે. આ સાથે, નાના સેટેલાઇટ લોન્ચ વ્હીકલ વિકાસ પ્રોજેક્ટ પૂર્ણ થશે અને તે નાના ઉપગ્રહો લોન્ચ કરવા માટે...

ઓગસ્ટ 16, 2024 7:58 એ એમ (AM)

views 19

રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય સમારોહ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વડપણ હેઠળ યોજાયો.

રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય સમારોહ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વડપણ હેઠળ યોજાયો. SRP ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. મુખ્યમંત્રીએ આ પ્રસંગે સંબોધન કરતા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલના બલિદાનને યાદ કર્યા. વધુમાં તેમણે વ...

ઓગસ્ટ 16, 2024 7:54 એ એમ (AM)

views 28

દેશભરમાં 78માં સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી કરાઇ

દેશભરમાં 78માં સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી કરાઇ - દિલ્હીના લાલ કિલ્લા ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ રાષ્ટ્રને સંબોધતા, તેમણે ભારતના વિકાસ માટે ભાવિ લક્ષ્યોની રૂપરેખા આપી. પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર રાષ્ટ્રને મજ...

ઓગસ્ટ 15, 2024 7:56 પી એમ(PM)

views 23

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં પીએમ આવાસ ખાતે પેરિસ ઑલિમ્પિકમાં ભાગ લેનારા ભારતીય ખેલાડીઓને બિરાવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં પીએમ આવાસ ખાતે પેરિસ ઑલિમ્પિકમાં ભાગ લેનારા ભારતીય ખેલાડીઓને બિરાવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય યુવા બાબતો અને રમત-ગમત મંત્રી મનસુખ માંડવિયા અને ભારતીય ઑલિમ્પિક સંઘના અધ્યક્ષ પી. ટી ઉષા ઉપસ્થિત રહ્યા હતા. પેરિસ ઑલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ કુલ છ ચંદ્રકો જી...

ઓગસ્ટ 15, 2024 7:53 પી એમ(PM)

views 17

રશિયાના સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ સહિત નાગરિકોને સલામત સ્થળ પર અસ્થાયી રીતે જવા માટે બુધવારે ભારતીય દૂતાવાસે સલાહ આપી

રશિયાના સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ સહિત નાગરિકોને સલામત સ્થળ પર અસ્થાયી રીતે જવા માટે બુધવારે ભારતીય દૂતાવાસે સલાહ આપી છે. દૂતાવાસે રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે તણાવ વધ્યા બાદ આ વિસ્તારમાં સલામતી અંગેની ચિંતાને ટાંકીને આ વાત કહી છે. ભારતીય દૂતાવાસે આ સલાહ રશિયાના બેલગોરોદ સરહદી ...

ઓગસ્ટ 15, 2024 7:50 પી એમ(PM)

views 13

સંયુક્ત અરબ અમિરાતમાં ભારતીય સમુદાય દ્વારા 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

સંયુક્ત અરબ અમિરાતમાં ભારતીય સમુદાય દ્વારા 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આબુધાબીમાં ભારતીય દૂતાવાસ, દુબઈ કોન્સ્યુલેટ જનરલ અને અમિરાતમાં વિવિધ સામુદાયિક કેન્દ્રોમાં ધ્વજ વંદન કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. અબુધાબીમાં રાજદૂત સંજય સુધીરે દૂતાવાસમાં રાષ્ટ્રીય ધ્વજ ...

ઓગસ્ટ 15, 2024 7:45 પી એમ(PM)

views 10

કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આગામી 18 ઑગસ્ટથી કુવૈતના પ્રવાસે જશે

કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આગામી 18 ઑગસ્ટથી કુવૈતના પ્રવાસે જશે. આ પ્રવાસ દરમિયાન તેઓ કુવૈતના વિદેશ મંત્રી અબ્દુલ્લાહ અલિ અલ યાહયા ઉપરાંત અન્ય ટોચના નેતાઓ સાથે મુલાકાત કરશે. ડૉ. જયશંકરની આ મુલાકાત દરમિયાન બંને પક્ષો વચ્ચે રાજકીય, વેપાર, રોકાણ, ઊર્જા, સુરક્ષા, સાંસ્કૃતિક, રાજદ્વારી અને લોક...