ઓગસ્ટ 23, 2024 3:24 પી એમ(PM)

views 16

રાજ્ય સહિત દેશભરમાં પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

રાજ્ય સહિત દેશભરમાં પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય અવકાશ દિવસની આ વર્ષની થીમ છે- “ચંદ્રમાને સ્પર્શ કરતા જીવનને સ્પર્શ કરવોઃ ભારતની અવકાશ ગાથા.” ઉલ્લેખનીય છે કે, 23 ઓગસ્ટ, 2023એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3 નું સોફ્ટ લેન્ડીંગ કરીને ભારતે ઇતિહાસ રચ્યો હતો, જેની ...

ઓગસ્ટ 23, 2024 9:00 એ એમ (AM)

views 29

રાજકોટના જસદણમાં ગઈકાલે દિવ્યાંગ સાધન સહાય આકારણી કેમ્પ યોજાયો.

રાજકોટના જસદણમાં ગઈકાલે દિવ્યાંગ સાધન સહાય આકારણી કેમ્પ યોજાયો. જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા આયોજિત આ કેમ્પમાં તમામ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓની વિનામૂલ્યે તપાસ કરી સાધન સહાય માટે પસંદગી કરાઇ હતી.કેમ્પમાં જસદણ સહિત આજુબાજુના ૩૦ ગામોના અંદાજે ૬૦૦ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો.

ઓગસ્ટ 23, 2024 8:54 એ એમ (AM)

views 17

ગઈ કાલે ગીર સોમનાથના કોડીનાર તાલુકાના દેવળી ગામે ગૌચરની જમીન ઉપર ગ્રામ પંચાયતે કરેલાં દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી

ગઈ કાલે ગીર સોમનાથના કોડીનાર તાલુકાના દેવળી ગામે ગૌચરની જમીન ઉપર ગ્રામ પંચાયતે કરેલાં દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. 10 દબાણકર્તાઓ દ્વારા દબાણ કરવામાં આવેલી આશરે 1 કરોડ 40 લાખ લાખનાં મૂલ્યની કુલ 55 હજાર 778 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી.ત્રણ દિવસમાં આશરે 28 કરોડથી વધુની રકમની ગૌચ...

ઓગસ્ટ 23, 2024 8:52 એ એમ (AM)

views 19

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા કક્ષાની હેન્ડબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા કક્ષાની હેન્ડબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. કે. એન. શાહ હાઇસ્કુલના મેદાનમાં આયોજિત આ ટુર્નામેન્ટમાં અંદાજે ૨૦થી વધારે ટીમ જોડાઈ છે, જેમાં વિજેતા થયેલ ખેલાડીઓની રાજ્યકક્ષાએ પસંદગી કરાશે.

ઓગસ્ટ 23, 2024 8:50 એ એમ (AM)

views 22

શ્રી બહુચરાજી માતાજી મંદિર ટ્રસ્ટ સંચાલિત નવીન મંદિરનું ખાતમુહૂર્ત આજે બપોરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે થશે.

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રાધામ બહુચરાજીમાં અંદાજે 80 કરોડ રૂપિયાનાં ખર્ચે 86 ફૂટ ઊંચા મુખ્ય શિખર સાથે હાલના મંદિરની જગ્યાએ બંને બાજુ પહોળું અને ઊંચું ભવ્ય મંદિર નિર્માણ થઇ રહ્યું છે. શ્રી બહુચરાજી માતાજી મંદિર ટ્રસ્ટ સંચાલિત નવીન મંદિરનું ખાતમુહૂર્ત આજે બપોરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટે...

ઓગસ્ટ 23, 2024 8:48 એ એમ (AM)

views 24

ર્શનાર્થીઓ ATMમાં માત્ર પાંચ રૂપિયાનો સિક્કો નાખી અથવા તો ક્યૂઆર કૉડ સ્કેન કરી થેલી મેળવી શકે છે.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડ– GPCBએ અંબાજી, સોમનાથ, દ્વારકા, શામળાજી, સાળંગપુર અને ઇસ્કોન મંદિર પરિસરમાં કપડાંની થેલી માટેના 14 વિશેષ ATM મશીન લગાવ્યા છે. અહીં દર્શન માટે આવતા ભક્તોને હવે કપડાની થેલીમાં જ પ્રસાદ આપવામાં આવે છે.દર્શનાર્થીઓ ATMમાં માત્ર પાંચ રૂપિયાનો સિક્કો નાખી અથવા તો ક્યૂઆર કૉડ સ્...

ઓગસ્ટ 23, 2024 8:46 એ એમ (AM)

views 16

પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝને મુસાફરોની સલામતીને ધ્યાને લઈ વધુ એક સુવિધા પ્રદાન કરી છે.

પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝને મુસાફરોની સલામતીને ધ્યાને લઈ વધુ એક સુવિધા પ્રદાન કરી છે. રાજકોટ ડિવિઝને 50 સ્ટેશનો પર ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ શરૂ કરી છે જે ટ્રેનની અવરજવર પર ચોક્કસ નિયંત્રણ સુનિશ્ચિત કરશે. રાજકોટ ડિવિઝન તબક્કાવાર રીતે આ કામ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં 56 ઇન્ટરલોક સ્ટેશનમાં...

ઓગસ્ટ 23, 2024 8:43 એ એમ (AM)

views 14

ગઇ કાલે રાજ્યનાં 50 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો.

ગઇ કાલે રાજ્યનાં 50 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ મોડાસામાં જ્યારે છોટા ઉદેપુરના સંખેડા તાલુકા, પાટણ જિલ્લાના સરસ્વતી અને પાટણ, ભાવનગર જિલ્લાના મહુવા અને ગાંધીનગરના માણસા તાલુકામાં દોઢ-દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. અમારા પાટણના પ્રતિનિધિ જણાવે છે કે, ગઇ કાલે બપોરે પાટણમા...

ઓગસ્ટ 23, 2024 8:41 એ એમ (AM)

views 27

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં ૧૬૧મું અંગદાન થયું હતું.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં ૧૬૧મું અંગદાન થયું હતું. કચ્છ જિલ્લાના અંજાર તાલુકાની 24 વર્ષીય જીનલ બ્રેઇન ડેડ જાહેર થતાં પરિવારજનોએ અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ જણાવ્યુ કે, જીનલના અંગદાનથી મળેલી બે કિડની, એક લીવર, આંખો અને ચામડીનું જરૂ...

ઓગસ્ટ 23, 2024 8:39 એ એમ (AM)

views 19

રાજકોટકના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આવતીકાલથી 28મી ઓગસ્ટ સુધી ચાલનાર લોકમેળા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરાઈ

રાજકોટકના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આવતીકાલથી 28મી ઓગસ્ટ સુધી ચાલનાર લોકમેળા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોય છે. જેને લઈ લોકો સરળતાથી હરીફરી શકે તથા ટ્રાફિકનું સુચારુ સંચાલન થઈ શકે તે માટે શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા ટ્રાફિક વ્યવસ્થાપન અંગે આદેશ...