ઓગસ્ટ 27, 2024 7:55 પી એમ(PM)

views 14

હવામાન વિભાગ (IMD) એ આગામી ત્રણથી ચાર દિવસ સુધી દેશના પશ્ચિમ, મધ્ય અને દરિયાકાંઠાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગ (IMD) એ આગામી ત્રણથી ચાર દિવસ સુધી દેશના પશ્ચિમ, મધ્ય અને દરિયાકાંઠાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત પરની ભારે દબાણની પરિસ્થિતી છેલ્લા 6 કલાકમાં પશ્ચિમ તરફ આગળ વધતાં 29મી ઓગસ્ટની સવાર સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા અને ઉત્તરપૂર્વ અરબી સમુદ્રની આસપાસ...

ઓગસ્ટ 27, 2024 7:54 પી એમ(PM)

views 17

વિદેશમંત્રી એસ જયશંકરે બ્રાઝિલની G-20 અધ્યક્ષતા માટે ભારતના પૂર્ણ સમર્થનનો પુનરોચ્ચાર કર્યો

વિદેશમંત્રી એસ જયશંકરે બ્રાઝિલની G-20 અધ્યક્ષતા માટે ભારતના પૂર્ણ સમર્થનનો પુનરોચ્ચાર કર્યો છે. આજે દિલ્હીમાં 9મી ભારત – બ્રાઝિલ સંયુક્ત પંચની બેઠકમાં ડૉ. જયશંકરે ટકાઉ વિશ્વના નિર્માણ વિષય વસ્તુ પર કેન્દ્રિત બ્રાઝિલની અનન્ય પહેલની પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું કે વર્ષ 2006થી ભારત અને બ્રાઝિલ વચ્ચે...

ઓગસ્ટ 27, 2024 7:52 પી એમ(PM)

views 21

ગુજરાતમાં સતત ત્રીજા દિવસે વરસાદને પગલે અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ

ગુજરાતમાં સતત ત્રીજા દિવસે વરસાદને પગલે અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાહત અને બચાવ કામગીરીના પગલાની સમીક્ષા કરી હતી. સમગ્ર રાજ્યમાં મોસમનો સરેરાશ ૯૯.૬૬ ટકા વરસાદ વરસ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૩ જિલ્લામાં ૨૫૧ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ મોરબી જિલ્લ...

ઓગસ્ટ 27, 2024 7:50 પી એમ(PM)

views 10

સર્વોચ્ચ અદાલતે દિલ્હી આબકારી નીતિમાં કથિત કૌભાંડ મામલે ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કે કવિતાને જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો

સર્વોચ્ચ અદાલતે દિલ્હી આબકારી નીતિમાં કથિત કૌભાંડ મામલે ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કે કવિતાને જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે. ન્યાયાધીશ બી. આર. ગવઈ અને કે. વી. વિશ્વનાથને સુનાવણી દરમિયાન નોંધ્યું કે કવિતા છેલ્લા પાંચ મહિનાથી જેલમાં બંધ છે. સર્વોચ્ચ અદાલતે વડી અદાલતના જામીન નહીં આપવાન નિર્ણયને ફગ...

ઓગસ્ટ 27, 2024 7:50 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમીર પુતિન સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન રશિયા યુક્રેન યુદ્ધ વિશે ચર્ચા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સાથે આજે મગંળવારે ફોન પર વાત કરી હતી. તેમણે યુક્રેન પ્રવાસના અનુભવો વિશે વાત કરી, ઉપરાંત બંને દેશોના નેતાઓ વચ્ચે રશિયા -યુક્રેન યુદ્ધને લઈને પણ ચર્ચા થઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે નેતાઓએ બંને દેશો ...

ઓગસ્ટ 27, 2024 7:44 પી એમ(PM)

views 16

ભારતીય તબીબી વૈજ્ઞાનિકોએ પાર્કિન્સન રોગના નિવારણ માટે દવાના પ્રમાણને નિર્ધારિત કરવા હેતુથી એકનવું સ્માર્ટ સેન્સર વિકસાવ્યું

ભારતીય તબીબી વૈજ્ઞાનિકોએ પાર્કિન્સન રોગના નિવારણ માટે દવાના પ્રમાણને નિર્ધારિત કરવા હેતુથી એક નવું સ્માર્ટ સેન્સર વિકસાવ્યું છે. તે  સ્માર્ટફોન આધારિત ફ્લોરસેન્સ ટર્ન-ઓન સિસ્ટમ છે, જે સસ્તું અને વપરાશકર્તા માટે અનૂકળ છે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ્ડ સ્ટડીઝ ઇન સાયન્સ એન્ડ ટેક્નોલોજીએ એક નિવેદનમાં જણાવ્ય...

ઓગસ્ટ 27, 2024 7:41 પી એમ(PM)

views 20

જમ્મૂ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે છેલ્લો દિવસ હતો

જમ્મૂ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે છેલ્લો દિવસ હતો. આ તબક્કામાં છ જિલ્લાની 24 બેઠકો માટે 18 સપ્ટેમ્બરના રોજ મતદાન થશે. ઉમેદવારી પત્રોની ચકાસણી આવતીકાલે થશે. 30 ઑગસ્ટ સુધી ઉમેદવારી પરત ખેંચી શકાશે. આગામી બે તબક્કા માટે 25 સપ્ટેમ્બર અને 1 ઑક્ટોબરના રોજ મતદાન થશ...

ઓગસ્ટ 27, 2024 7:18 પી એમ(PM)

views 30

રાજ્યમાં આણંદ, વડોદરા, જૂનાગઢ સહિત અસરગ્રસ્ત જિલ્લાઓની શાળાઓ આવતીકાલે પણ બંધ રહેશે

રાજ્યમાં આણંદ, વડોદરા, જૂનાગઢ સહિત અસરગ્રસ્ત જિલ્લાઓની શાળાઓ આવતીકાલે પણ બંધ રહેશે એમ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. આણંદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પટેલ વરસાદ બાદ રાહત કામગીરીની સમીક્ષા કરવા અહીં પહોંચ્યા હતા. શ્રી પટેલે કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજી તેમણે આવતીકાલ...

ઓગસ્ટ 27, 2024 7:16 પી એમ(PM)

views 15

સોમનાથ મહાદેવ ખાતે સરસ મેળાના ડોમ ભારે વરસાદને કારણે પડી ગયા

સોમનાથ મહાદેવ ખાતે સરસ મેળાના ડોમ ભારે વરસાદને કારણે પડી ગયા હતા. જો કે, આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.. કચ્છ- મોરબી હાઇ- વે બંધ થથાં સાંસદ વિનોદ ચાવડાએ સોશિયલ મિડીયાના માધ્યમથી લોકોને રાધનપુરના રસ્તા પર આવવા-જવા અપીલ કરી હતી. કચ્છ નાની ખેડોઇ નજીક માધવનગરમાં 100થી વધુ ગાયોને અંજાર પોલીસ દ્વારા બચાવી ...

ઓગસ્ટ 27, 2024 7:14 પી એમ(PM)

views 16

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતની રાહત અને બચાવ કામગીરીના પગલાની સમીક્ષા ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી વિડીયો કોન્ફરન્સ માધ્યમથી કરી હતી. કેન્દ્ર સરકારે રાજ્યમાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા ભારતીય સેનાની છ કોલમ ટુકડી ફાળવી છે. વરસાદથી વધા...